દિવાળીના તહેવાર પર માત્ર બે કલાક જ જાહેરમાં ફટાકડા ફોડી શકશો, રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન
- FirecrackersGuidelines દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા અંગે ગૃહવિભાગની સૂચના
- જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે ગૃહવિભાગની સૂચનાઓ જાહેર
- વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ
- ગૃહવિભાગે જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ કરી જાહેર
- સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નિશ્ચિત સમયમાં જ ફટાકડા ફોડી શકાશે
- દિવાળી દરમિયાન રાત્રે 8 થી 10 દરમિયાન ફટાકડા ફોડી શકાશે
- ફટાકડા ઈ-કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં
રાજ્યના ગૃહ વિભાગે દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા મામલે ગાઇડલાઇન જાહેર કરી છે. ગુજરાત સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે. આ સૂચનાઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને બનાવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ધ્વનિ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે.
FirecrackersGuidelines: રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન
નોંધનીય છે કે ગૃહ વિભાગે આપેલી સૂચના મુજબ દિવાળી દરમિયાન ફટાકડા માત્ર નિશ્ચિત સમયગાળામાં જ ફોડી શકાશે. આ દિવાળી તહેવાર પર ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો એટલે કે ફક્ત બે કલાકનો રહેશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, આ સમયમર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે.
દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા અંગે ગૃહવિભાગની સૂચના
જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે ગૃહવિભાગની સૂચનાઓ જાહેર
વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ
ગૃહવિભાગે જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે સૂચનાઓ કરી જાહેર #Gujarat #Diwali #Festival #Firecracker #Guideline #GujaratFirst pic.twitter.com/3mZNBhq5Bs— Gujarat First (@GujaratFirst) October 13, 2025
ઉલ્લેખનીય છે કે ગૃહવિભાગે સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે ફટાકડાનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ (ઓનલાઈન પ્લેટફોર્મ) પર થઈ શકશે નહીં, એટલે કે ગ્રાહકો માત્ર પ્રત્યક્ષ રીતે સ્ટોર્સ પરથી જ ફટાકડાની ખરીદી કરી શકશે.
FirecrackersGuidelines: પ્રતિબંધિત ફટાકડા અને વેચાણના નિયમો
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રદૂષણ ફેલાવતા અને અવાજ પ્રદૂષણ વધારતા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશોનું કડક પાલન કરાવવા માટે નીચે મુજબના નિયમો જાહેર કરાયા છે:
ગ્રીન ક્રેકર્સ ફરજિયાત: માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ક્રેકર્સ (ઓછું એમિશન ઉત્પન્ન કરતા ફટાકડા)ના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે.
હાનિકારક ફટાકડા પર પ્રતિબંધ: ભારે ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Lari) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચાઇનીઝ ફટાકડા પર મનાઈ: રાજ્ય સરકારે વિદેશી કે ચાઇનીઝ ફટાકડાની આયાત અને વેચાણ પર સખત પ્રતિબંધ મૂક્યો છે.
બેરીયમ પર પ્રતિબંધ: ફટાકડા બનાવવા માટે બેરીયમ (Barium)ના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.
FirecrackersGuidelines: ઓનલાઈન અને લાયસન્સ નિયમો
તમામ ઈ-કોમર્સ વેબસાઇટ્સને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.ગુજરાત સરકારના ગૃહ વિભાગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનરોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જરૂરી પ્રતિબંધાત્મક આદેશો સત્વરે બહાર પાડીને આ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: Gondal : માર્કેટિંગ યાર્ડમાં દિવાળીને લઈ તમામ જણસીની આવક અને કામકાજ બંધ રહેશે


