Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad નો આ Viral Video જોઈને તમારા રૂવાંડા ઉભા થઈ જશે

અમદાવાદ શહેર (Ahmedabad City) માં કાયદો અને વ્યવસ્થા (Law & Order) ની પરિસ્થિતિ છેલ્લાં કેટલાક વર્ષોમાં ખાડે ગઈ છે. તાજેતરમાં જ વાયરલ થયેલા એક વિડીયોમાં જે દ્રશ્યો જોવા મળે છે તે જોઈને આપના રૂવાંડા ઉભા થઈ જશે. અમદાવાદના વટવા પોલીસ...
Advertisement

અમદાવાદ શહેર (Ahmedabad City) માં કાયદો અને વ્યવસ્થા (Law & Order) ની પરિસ્થિતિ છેલ્લાં કેટલાક વર્ષોમાં ખાડે ગઈ છે. તાજેતરમાં જ વાયરલ થયેલા એક વિડીયોમાં જે દ્રશ્યો જોવા મળે છે તે જોઈને આપના રૂવાંડા ઉભા થઈ જશે. અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન (Vatva Police Station) ની હદમાં બનેલી આ ઘટનામાં 35 વર્ષીય યુવક મોતના મુખમાં જતાં જતાં બચી ગયો છે. CCTV ફૂટેજ વાયરલ થતાંની સાથે અમદાવાદ શહેર પોલીસ આરોપીઓની ભાળ મેળવવા દોડતી થઈ ગઈ છે. વટવા પોલીસે આ મામલે 7 અજાણ્યા શખ્સો સામે કાવતરૂ રચી હત્યાનો પ્રયાસ (Attempted Murder) કરવાનો ગુનો નોંધ્યો છે.

અમદાવાદના વટવા કેનાલ રોડ પર આવેલા ખ્વાજાનગર અલફીયા પાર્ક ખાતે રહેતા જુબેર અન્સારી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જુબેર અન્સારી ગત રવિવારે રાતે નારોલ ખ્વાજાનગર ખાતે મિત્રો સાથે બેઠો હતો. મધ્યરાત્રિના જુબેર અને તેના ત્રણ મિત્રો બે ટુ વ્હીલર પર બાપુનગર જવા માટે નીકળ્યા હતા. ઘોડાસર આલોક પુષ્પક બંગલોઝ કેનાલ પર પાછળ આવતી એક કારે સદામ અન્સારી અને અહેમદઅલી ઉર્ફે લલનની એક્સેસને પાછળથી ટક્કર મારતા તેઓ પડી ગયા હતા. બંને જણા રોડ પર પટકાતા તેઓ દોડીને બાજુની સોસાયટીમાં ભાગી ગયા હતા. આ ઘટના જોતાં જુબેર અને મિત્ર ફિરોજ પઠાણ ઉભા રહી ગયા હતા. દરમિયાનમાં ફિરોજ રોડ પર પડી ગયેલું એક્સેસ મોકો મળતા લઈને નાસી ગયો હતો. જ્યારે જુબેર અન્સારી બર્ગમેન પર પી. ડી. પંડ્યા કોલેજ રોડ પર ભાગ્યો હતો. મધ્યરાત્રિના અંદાજે સાડા બાર કલાકે પાછળ પીછો કરતી બ્રિઝા કારે બર્ગમેનને ટક્કર મારતા જુબેર રોડ પર પટકાયો હતો. જુબેર રોડ પર પટકાતાની સાથે નંબર પ્લેટ વિનાની બ્રિઝા કારમાંથી ચાર શખ્સો લાકડીઓ અને બેઝ બોલ સ્ટીક (Baseball Stick) લઈને ઉતર્યા હતા અને 'આજે તો તારું મર્ડર કરવાનું છે' તેમ કહી ઢોરની જેમ યુવક જુબેર પર તૂટી પડ્યા હતા. આ સમયે અન્ય એક નંબર પ્લેટ વિનાની ક્રેટા કારમાંથી ત્રણ શખ્સો લાકડીઓ સાથે ઉતરી આવી મારવા લાગ્યા હતા. લગભગ પોણા બે મિનિટ સુધી સતત લાકડીઓ અને બેઝ બોલ વડે જુબેરને 7 અજાણ્યા શખ્સોએ માર મારી કારમાં ફરાર થઈ ગયા હતા. ઘાયલ જુબેરને 108 માં મણીનગરની એલ. જી. હોસ્પિટલ (L G Hospital) માં અર્ધ બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જુબેર પર થયેલા હુમલામાં હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. આ ઉપરાંત માથામાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર હુમલાખોરોને શોધવા પ્રયાસ થઈ રહ્યો છે. હુમલા પાછળનું કોઈ ચોક્કસ કારણ પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘાયલ જુબેર અન્સારી સામે મારા મારી સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ જેલવાસ પણ ભોગવ્યો છે.

Advertisement

આ પણ  વાંચો- ટ્ટા કિંગ CHIRAG PARIKH @ JK નું નામ ખોલાવવા AHMEDABAD ક્રાઈમ બ્રાંચના PI PSI એ બુકીને માર માર્યાની ફરિયા

Advertisement

Tags :
Advertisement

.

×