MLA હોવાની ખોટી ઓળખ ધારણ કરનારા નબીરાની ધરપકડ, કાર અને પ્લેટ કબજે લેવાઈ
અમદાવાદ શહેર (Ahmedabad City) ના અતિ પોશ ગણાતા સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પર રાત પડતાની સાથે અનેક નબીરાઓ કલર કરતા જોવા મળે છે. આવો જ એક નબીરો શહેર પોલીસના હાથે ઝડપાયો છે. ગુજરાતના ધારાસભ્ય તરીકેની ઓળખ ધારણ કરીને કાળા કાચવાળી કાર લઈને રૂઆબ જમાવતા એક નબીરાની અમદાવાદ શહેરના ડીસીપી ભગીરથસિંહ જાડેજા (Bhagirathsinh Jadeja IPS) એ હવા કાઢી નાંખી છે. આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.પોલીસ આગળ રૂઆબ જમાવવો ભારે પડ્યોઅમદાવાદ શહેરના ડીસીપી ભગીરથસિંહ જાડેજા રવિવાર-સોમવારની રાતે નાઈટ ડ્યૂટીમાં હોવાથી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. આ સમયે સિંધુ ભવન રોડ પર તાજ સ્કાયલાઈન હોટલ (Taj Skyline Hotel) ની નજીક એક કાળા કલરની કારના બોનેટ પર બેસીને એક યુવક સિગરેટના કશ ખેંચી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને ડીસીપી જાડેજાએ પોતાની કાર રોકાવી દીધી હતી અને સ્ટાફને યુવક પાસે મોકલ્યો હતો. પોલીસે જ્યારે કાર તરફ ધ્યાનથી જોયું તો સ્ટીયરિંગ પાસે એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલી એક એક્રેલિકની પ્લેટ નજરે પડી હતી. પોલીસને જોઈને લાજવાના બદલે યુવક પોતાનો રોફ જમાવવા લાગ્યો હતો. પોલીસ સ્ટાફે યુવકના વર્તન અંગેની જાણ ડીસીપીને કરતા તેમણે તુરંત જ યુવકને પોતાની પાસે લઈ આવવા આદેશ આપ્યો હતો. કારની માલિકી કઈ વિધાનસભા બેઠકના ધારાસભ્યની છે તેવો પ્રશ્ન પૂછતાંની સાથે યુવક ઠંડો પડી ગયો હતો અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો – AHMEDABAD નો આ VIRAL VIDEO જોઈને તમારા રૂવાંડા ઉભા થઈ જશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


