ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ranveer Allahbadia વિવાદ પર Dhruv Rathee ની આકરી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

ધ્રુવ રાઠીએ લખ્યું કે, મેં બનાવેલા 1000+ વિડિઓઝ, શોર્ટ્સ અને રીલ્સમાં તમને કોઈ માટે એક પણ અપશબ્દ નહીં મળે.
07:53 AM Feb 11, 2025 IST | Vipul Sen
ધ્રુવ રાઠીએ લખ્યું કે, મેં બનાવેલા 1000+ વિડિઓઝ, શોર્ટ્સ અને રીલ્સમાં તમને કોઈ માટે એક પણ અપશબ્દ નહીં મળે.
Dhruv rathi_Gujarat_first
  1. કોમેડિયન સમય રૈના અને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા વિવાદ મામલો (Dhruv Rathee)
  2. ફેમસ યુટ્યુબર ધ્રુવ રાઠીની પ્રતિક્રિયા આવી સામે
  3. ધ્રુવ રાઠીએ આવા વાંધાજનક કન્ટેન્ટ પર સવાલ ઉઠાવ્યા
  4. આવા કન્ટેન્ટ નિર્માતાઓ પર સારું કામ કરવા દબાણ લાવવાની કરી વાત

કોમેડિયન સમય રૈનાના (Samay Saina) શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' અને યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણીઓ પરનો વિવાદ (Ranveer Allahbadia Controversy) સતત વકરી રહ્યો છે. સો. મીડિયા પર લોકો તેમની આકરી ટીકા કરી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહીની માગ પણ કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે ફેમસ યુટ્યુબર ધ્રુવ (Dhruv Rathee) રાઠીની પ્રતિક્રિયા સામે આવી છે. ધ્રુવ રાઠીએ આવા વાંધાજનક કન્ટેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે અને તેને મૂર્ખતાપૂર્ણ કૃત્ય ગણાવીને, આવા કન્ટેન્ટનાં નિર્માતાઓ પર સારું કામ કરવા માટે દબાણ લાવવાની વાત કરી છે.

આ પણ વાંચો - Ranveer Allahbadia, સમય રૈના અને અન્ય 5 લોકો સામે આસામમાં કેસ દાખલ

આનો એકમાત્ર ઉદ્દેશ્ય દર્શકોને શૉક આપવો અને નફરત ફેલાવાનો : ધ્રુવ રાઠી

યુટ્યુબર ધ્રુવ રાઠીએ (Dhruv Rathee) તેનાં સોસિયલ મીડિયા એકાઉન્ટ (X) પર પોસ્ટ કરીને લખ્યું કે, ''હું હંમેશા અપશબ્દ અને અભદ્ર ભાષાનો સખત વિરોધ કરું છું. મેં બનાવેલા 1000 વિડિઓઝ, શોર્ટ્સ અને રીલ્સમાં તમને કોઈ માટે એક પણ અપશબ્દ નહીં મળે. આજે કોમેડીનાં નામે જે કંઈ કરવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણ રીતે બકવાસ છે. આનો એકમાત્ર ઉદ્દેશ્ય દર્શકોને શૉક આપવો અને નફરત ફેલાવાનો છે. જે આપણા યુવાનોનાં નૈતિક વિકાસ પર વિનાશક અસર કરી રહ્યું છે. જો કે, આ માટે કોઈપણ સરકારી પ્રતિબંધની માગ કરવી એ ઉકેલ નથી કારણ કે તે કઠોર સેન્સરશીપ શાસનની શરૂઆત કરી શકે છે. તેના બદલે, આપણે કન્ટેન્ટ નિર્માતાઓ પર વધુ સારું કન્ટેન્ટ બનાવવા માટે દબાણ કરવાની જરૂર છે.''

આ પણ વાંચો - Controversy: રણવીર અલ્હાબાદિયાનો વિવાદ હવે ચરમસીમાએ, શું બોલ્યા ખજૂરભાઈ અને સપના વ્યાસ? જુઓ Video

'આવા શો સામે કડક શબ્દોમાં આવાજ ઉઠાવવાની જરૂર'

ધ્રુવ રાઠીએ (Dhruv Rathee) આગળ કહ્યું કે, ''ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ (Indias Got Latent) જેવા શો સમાજનાં નૈતિક પતન પર એનિમલ જેવી ફિલ્મોની જેમ જ અસર કરે છે અને તેના માટે તેમના વિરુદ્ધ કડક શબ્દોમાં આવાજ ઉઠાવવાની જરૂર છે. જણાવી દઈએ કે, ધ્રુવ રાઠીને સૌથી મોટા યુટ્યુબર પૈકી એક માનવામાં આવે છે. તે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર રિસર્ચ કન્ટેન્ટ બનાવે છે. રણવીર અલ્હાબાદિયા સહિત ઘણા યુટ્યુબર્સ તેમને આદર્શ માને છે.

આ પણ વાંચો - માફી માંગ્યા પછી પણ Ranveer Allahabadiaની મુશ્કેલીઓ અટકી રહી નથી, NHRC એ નોંધ લીધી, YouTube ને પત્ર લખ્યો

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSLatest Gujarati NewsRanveer Allahbadia Abusive RemarkRanveer Allahbadia ControversyRanveer Allahbadia Indias Got LatentSamay SainaSocial MediaTop Gujarat First NewsTop Gujarati NewsYouTuberYoutuber Dhruv Rathee on Ranveer Allahbadia Controversy
Next Article