Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Youtuber Elvish Yadav ના ઘરે ધડાધડ ફાયરિંગ, અજાણ્યા શખ્સોએ દહેશત મચાવી

Elvish Yadav Firing : પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈને ગોળી વાગી નથી. રવિવારે સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે ગોળીબાર થયો હતો
youtuber elvish yadav ના ઘરે ધડાધડ ફાયરિંગ  અજાણ્યા શખ્સોએ દહેશત મચાવી
Advertisement
  • ચર્ચિત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગની ઘટના
  • અજાણ્યા શખ્સોએ બે ડઝનથી વધુ ગોળીઓ ચલાવી
  • પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા

Elvish Yadav Firing : ગુરુગ્રામમાં યુટ્યુબ ઇન્ફ્લુએન્સર અને બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ (Youtuber Elvish Yadav) ના ઘરે ભારે ગોળીબાર (Elvish Yadav Firing) થયો છે. અજાણ્યા હુમલાખોરોએ સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાઇક સવાર બદમાશોએ બે ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા.

3 બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો

3 અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગુરુગ્રામ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલાની તપાસમાં જોડાયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, એલ્વિશના ઘરે 25 થી 30 રાઉન્ડ ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

કોઈને ગોળી વાગી નથી

પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈને ગોળી વાગી નથી. રવિવારે સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે ગોળીબાર થયો હતો. ગુરુગ્રામના સેક્ટર-56 પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના એક ઘરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ ગોળીબાર કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ દોડી આવ્યો છે. અને હાલ આ મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પહેલા માળે ગોળીબાર કરવામાં આવ્યો છે

એલ્વિશ યાદવ (Elvish Yadav Firing) ઘરના બીજા માળે રહે છે, અહિંયા અજાણ્યા બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગની ઘટના એલ્વિશ યાદવના ઘરના પહેલા માળે અને નીચેના સ્ટીલ પર કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દહેશતની લાગણી વ્યાપી જવા પામી છે.

એલ્વિશ યાદવ ગુરુગ્રામમાં ઘરે નહોતા

તપાસમાં રોકાયેલી પોલીસે જણાવ્યું હતું કે, ફાયરિંગ દરમિયાન એલ્વિશ યાદવ (Elvish Yadav Firing) તેના ફ્લેટમાં ન્હોતા, તે કોઈ કામ માટે હરિયાણાની બહાર ક્યાંક ગયો હતો. ગુરુગ્રામ પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળે હાજર છે. અત્યાર સુધીની તપાસ મુજબ, આ ઘટના મોટરસાઇકલ પર સવાર 3 બદમાશો દ્વારા કરવામાં આવી હતી. ફાયરિંગનું કારણ હજીસુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો ---- Kathua Cloudburst : કિશ્તવાડ બાદ કઠુઆમાં વાદળ ફાટતા 4 ના મોત, 6 ઘાયલ

Tags :
Advertisement

.

×