YouTuber જ્યોતિ મલ્હોત્રાનું મજબુત પાકિસ્તાન કનેક્શન ખુલ્યું, કોર્ટમાં ચાર્જશીટ રજુ
- જ્યોતિ મલ્હોત્રા કેસમાં મોટી અપડેટ
- એસઆઇટી દ્વારા કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ રજુ કરાઇ
- જ્યોતિ મલ્હોત્રાના મજબુત પાકિસ્તાન કનેક્શન ખુલ્યા
Jyoti Malhotra Case : પાકિસ્તાન માટે જાસૂસી (Espionage For Pakistan) કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રા (Youtuber Jyoti Malhotra Case) સંબંધિત એક મોટી અપડેટ બહાર આવી છે. પોલીસે કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ (Police File Charge sheet) દાખલ કરી છે. ચાર્જશીટમાં જ્યોતિ પર લગાવવામાં આવેલા આરોપો સામે તેના પાકિસ્તાન કનેક્શનનો (Jyoti Pakistan Connection) ખુલાસો કર્યો છે. ચાર્જશીટમાં જ્યોતિ મલ્હોત્રા પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
2500-page chargesheet filed against YouTuber Jyoti Malhotra in Pakistan espionage case! SIT has submitted massive evidence including mobile data, call records with Pakistani High Commission official Ehsan-ur-Rahim (alias Danish Ali), and communications with suspected agents… pic.twitter.com/l05OmID9lK
— The Haryana Story (@TheHaryanaStory) August 15, 2025
નક્કર પુરાવા એકઠા કરવામાં આવ્યા
પહલગામ આતંકી હુમલાની (Pahalgam Terror Attack) ઘટના બાદ પાકિસ્તાન માટે જાસુસીનો મામલો સામે આવ્યા બાદ હિસાર પોલીસે મામલાની તપાસ માટે SIT ની રચના કરી હતી. તપાસના અંતે SIT એ કોર્ટમાં તેની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે, જ્યોતિ મલ્હોત્રાની જાસૂસી પ્રવૃત્તિઓમાં સંડોવણીના નક્કર પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. જ્યોતિ મલ્હોત્રા કથિત રીતે લાંબા સમયથી પાકિસ્તાની એજન્ટોને સંવેદનશીલ માહિતી આપી રહી હતી, અને તેમના નિયમિત સંપર્કમાં હતી.
જ્યોતિ મલ્હોત્રાની 16 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી
હિસાર પોલીસે જાસૂસીના શંકાના આધારે 16 મેના રોજ મલ્હોત્રાની ધરપકડ કરી હતી. અને પછી તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, શરૂઆતમાં તેણીએ બ્લોગિંગ કરવાનું અને એક સામાન્ય યુટ્યુબરની જેમ સામગ્રી બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તેણીનીએ કથિત રીતે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં આવી હતી.
પાકિસ્તાની હાઇ કમિશન સાથે સતત સંપર્કમાં
અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ મલ્હોત્રાને "એસેટ" તરીકે વિકસાવવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે તેના મોબાઇલ ફોનની ડિજિટલ ફોરેન્સિક તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે, તે ભારતમાં પાકિસ્તાની હાઇ કમિશનના અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ અલી સાથે ઘણી વાતચીત કરતી હતી.
3 મેના રોજ ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યો
SIT ચાર્જશીટમાં જ્યોતિના શાકિર, હસન અલી અને નાસિર ઢિલ્લોન નામના ISI ઓપરેટિવ્સ સાથેના જોડાણનો પણ ઉલ્લેખ છે. અગાઉ એવું બહાર આવ્યું હતું કે, તે નવેમ્બર 2023 થી પાકિસ્તાની હાઇ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે સંપર્કમાં હતી. દાનિશને 13 મેના રોજ ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ---- Tamilnadu ના ગ્રામીણ વિકાસ મંત્રીના નિવાસ સ્થાને ED ના દરોડા


