ઠઠ્ઠા-મશ્કરી માટે જાણીતો ઇન્ફ્લુએન્ઝર Puneet Superstar બરાબરનો ફસાયો, હાથ જોડવા પડ્યા
- પુનીત સુપરસ્ટાર બરાબરનો સલવાયો
- માયાવતી વિરૂદ્ધ વીડિયો બનાવતા મામલો પોલીસ મથક પહોંચ્યો
- યુટ્યુબરે હાથ જોડીને માફી માંગવી પડી
Puneet Superstar Controversy : ગાઝિયાબાદના ભોપુરા વિસ્તારમાં રહેતા યુટ્યુબર પુનીત સુપરસ્ટાર (Youtuber Puneet Superstar Controversy) ઉર્ફે પ્રકાશ કુમારે તાજેતરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી બસપા સુપ્રીમો માયાવતી પર અભદ્ર વીડિયો (Video On Mayawati) બનાવ્યો હતો. અને યુટ્યુબરે (Youtuber Controversy) આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. બાદમાં ગાઝિયાબાદના બસપા કાર્યકરો અને અધિકારીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે બુધવારે મોડી રાત્રે બસપા જિલ્લા પ્રમુખ નરેન્દ્ર મોહિતે ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડન પોલીસ સ્ટેશનમાં (Shalimar Garden Police Station) યુટ્યુબર વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી હતી. જે બાદ, હવે યુટ્યુબરે એક વીડિયો જારી કરીને માફી માંગી છે અને કહ્યું છે કે, તે ફરીથી આવી ભૂલ નહીં કરે.
View this post on Instagram
આ વીડિયો મંગળવારે બનાવવામાં આવ્યો હતો
ગાઝિયાબાદના ભોપુરા વિસ્તારમાં રહેતા પુનીત સુપરસ્ટારનું (Youtuber Puneet Superstar Controversy) સાચું નામ પ્રકાશ કુમાર છે. પુનીત ઘણીવાર તેના વાહિયાત વીડિયો માટે જાણીતો છે. પરંતુ આ વખતે તેના દ્વારા બનાવેલો એક વીડિયો તેના માટે મુશ્કેલીનો વિષય બન્યો છે. મંગળવારે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતી વિશે અભદ્ર વીડિયો બનાવ્યો હતો. જેના પછી તેની મુશ્કેલીઓ વધવા લાગી હતી. આ મામલાને ગંભીરતાથી લેતા, ગાઝિયાબાદ બસપા જિલ્લા પ્રમુખ નરેન્દ્ર મોહિતે શાલીમાર ગાર્ડન પોલીસ સ્ટેશનમાં યુટ્યુબર પુનીત સુપરસ્ટાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગણી કરી છે. આ પછી મામલો વધુ વકરતો જોઈને યુટ્યુબર પુનીત સુપરસ્ટારે હવે માફી માંગી છે અને કહ્યું છે કે, તેનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ન્હોતો, જો કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન કરવા કહ્યું છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ
પુનીત સુપરસ્ટાર (Youtuber Puneet Superstar Controversy) ઉર્ફે પ્રકાશ કુમારના યુટ્યુબ પર 23 હજારથી વધુ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો કરોડોથી વધુ છે. પુનીતે બે વર્ષ પહેલા બિગ બોસ OTT સીઝન 2 શોમાં ભાગ લીધો હતો. પરંતુ તેને 24 કલાકમાં શોમાંથી દૂર કરવામાં આવ્યો હતો. અગાઉ તેણે ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવ પર એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે અખિલેશ યાદવ પાસેથી આઇફોન માંગ્યો હતો. જો કે, પૂર્વ સીએમ માયાવતી વિશે બનાવેલા વીડિયોએ તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. બુધવારે બસપાના પ્રતિનિધિમંડળે પુનીત સામે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો ---- Bigg Boss 19 : ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો સલમાનનો શૉ, જાણો આ વખતે શું છે ખાસ?


