Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : પાતળી કમરના ચક્કરમાં યુવતિએ પાંસળીઓ કઢાવી, સોશિયલ મીડિયા હેરાન

Viral : વીડિયોમાં યુવતિ દાવો કરતા કહે છે કે, મેં મારી બધી પાંસળીઓ કઢાવી નાંખી છે. ઓપરેશન કર્યાના 15 દિવસ બાદ હું વીડિયો બનાવી રહી છું
viral   પાતળી કમરના ચક્કરમાં યુવતિએ પાંસળીઓ કઢાવી  સોશિયલ મીડિયા હેરાન
Advertisement
  • પાતળી કમરનું ભૂત ભારે પડ્યું
  • યુવતિએ પાંસળીઓ કઢાવી નાંખી
  • વીડિયો જોઇને લોકો પણ વિચાતરા થઇ ગયા

Viral : ઝીરો ફીગર (Zero Figure) ને તંદુરસ્ત સ્વાસ્થ્ય (Healthy Body) જોડે કોઇ લેવાદેવા નથી. પરંતુ ઝીરો ફીગરનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે. આ ક્રેઝ હવે ગાંડપણ તરફ ફંટાઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Social Media - Viral Video) થયો છે. જેમાં એક વિદેશી યુવતિ પોતાના હાથની થેલીમાં તેની પાંસળીઓ હોવાનો (Girl Remove Ribs) દાવો કરી રહી છે. આ વીડિયો જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. એટલું જ નહીં યુવતિની મુર્ખામી સામે ફિટકાર વરસાવી રહ્યા છે. કમરને દેખાવડી કરવાના ચક્કરમાં યુવતિ ભવિષ્ટમાં મોટી સમસ્યાનો સામનો કરે તો નવાઇ પામવા જેવું નથી.

 

View this post on Instagram

 

A post shared by 254 News (@254newsofficial)

ઇન્સ્ટાગ્રામ પેજ પરથી અપલોડ કરવામાં આવ્યો

આપણે સોશિયલ મીડિયાના ઇન્ટરનેટ યુગમાં જીવી રહ્યા છીએ. લોકો વાયરલ થવા અથવા અન્ય લોકો વચ્ચે છવાઇ જવા માટે કોઇ પણ હદ પાર કરી નાંખે છે. આવો જ એક વીડિયો હાસ સપાટી પર આવ્યો છે. જેમાં યુવતિ પોતાની કમર પાતળી કરવાના ચક્કરમાં પાંસળીઓ કઢાવી નાંખી હોવાનો દાવો કરી રહી છે. આ વીડિયો 254newsofficial નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી અપલોડ કરવામાં આવ્યો છે.

Advertisement

વીડિયોની સત્યતા સામે સવાલો

વાયરલ થયેલા વીડિયોમાં યુવતિ દાવો કરતા કહે છે કે, મેં મારી બધી પાંસળીઓ કઢાવી નાંખી (Girl Remove Ribs) છે. ઓપરેશન કર્યાના 15 દિવસ બાદ હું વીડિયો બનાવી રહી છું. હું આ હાઇપર પ્રોસેસ કરનારી દુનિયાની પહેલી યુવતિ છું. લોકોનો વિશ્વાસ જીતવા માટે યુવતિ પાંસળીઓને (Girl Remove Ribs) એક પારદર્શી થેલીમાં ભરીને લોકોને બતાવી રહી છે. જો કે, આ વીડિયોના બેકગ્રાઉન્ડના કારણે લોકો વીડિયોની સત્યતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે બનાવ્યો હોવાનો મત મોટા ભાગના લોકો કોમેન્ટ બોક્સમાં કરી રહ્યા છે.

Advertisement

સુડોળ સાબિત કરવા માટે જીવનનું જોખમ

વીડિયોમાં યુવતિ પોતાનો આગળથી અને બાજુમાંથી દેખાવ કરવા માટે હલી રહી છે. લોકોનો વિશ્વાસ જીતવા માટે યુવતિએ કોઇ કામ બાકી રાખ્યું નથી. જો આ હકીકત હોય તો, લોકો પોતાને સુડોળ સાબિત કરવા માટે જીવનનું જોખમ લઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અને જો આ ટ્રેન્ડ બને તો અનેકના જીવન માટે જોખમી નીવડી શકે છે.

આ પણ વાંચો ----- Viral Video: હાથીના પગથી મહિલા કરાવી રહી છે મસાજ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×