Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ન્યૂયોર્ક શહેરના આ નિર્ણયો નહીં લઇ શકે!જાણો

જોહરાન મમદાની ન્યૂ યોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન અને મુસ્લિમ મેયર બન્યા છે. તેમની જીતથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂ યોર્ક શહેર સંબંધિત સત્તાઓ મર્યાદિત થઈ ગઈ છે. હવે મમદાની શહેરમાં ભાડા નિયંત્રણ, જાહેર પરિવહન જેવી નીતિઓ નક્કી કરશે. યુએસ કાયદા હેઠળ, ટ્રમ્પ મેયરના નિર્ણયોમાં સીધી દખલ કરી શકશે નહીં કે કોંગ્રેસની મંજૂરી વિના ફેડરલ ભંડોળ પણ રોકી શકશે નહીં. મમદાનીના મેયર બન્યા પછી ન્યૂ યોર્કના સ્થાનિક નિર્ણયોમાં ટ્રમ્પની શક્તિ ખૂબ જ મર્યાદિત બની ગઈ છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ન્યૂયોર્ક શહેરના આ નિર્ણયો નહીં લઇ શકે જાણો
Advertisement
  • New York City Politics: ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત
  • ટ્રમ્પની ન્યૂયોર્ક શહેરના નિર્ણયો લેવાની સત્તા મર્યાદિત
  • શહેરની નીતિઓ પર મેયરનો અંકુશ

ભારતીય મૂળના ડેમોક્રેટિક નેતા જોહરાન મમદાનીએ ન્યૂ યોર્ક મેયરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આ જીત સાથે તેઓ ન્યૂ યોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન અને પ્રથમ મુસ્લિમ મેયર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. મમદાનીના મેયર બન્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શહેર સંબંધિત ઘણા નિર્ણયો લેવાની સીધી સત્તાઓ હવે મર્યાદિત થઈ ગઈ છે.

Advertisement

New York City Politics:  મેયર તરીકે મમદાનીની સત્તા અને ટ્રમ્પની મર્યાદાઓ

1. શહેરની નીતિઓ પર મેયરનો અંકુશ

Advertisement

મેયર તરીકે ઝોહરાન મમદાની હવે ન્યૂયોર્ક શહેરની નીતિઓ નક્કી કરશે. આમાં ભાડા નિયંત્રણ, જાહેર પરિવહન, શાળાઓ અને બાળ સંભાળ યોજનાઓ જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ટ્રમ્પની દખલગીરી અશક્ય: યુએસ પ્રમુખ હોવા છતાં, ટ્રમ્પ કોઈ પણ શહેરની નીતિઓમાં સીધી દખલ કરી શકતા નથી. જો મમદાની તેમના ચૂંટણી વચનો મુજબ ઘરના ભાડા સ્થિર કરે, બધા માટે મફત બસ સેવા શરૂ કરે કે સરકાર સંચાલિત કરિયાણાની દુકાનો ખોલે, તો ટ્રમ્પ તેમને રોકી શકશે નહીં. મમદાની તેમના ક્રાંતિકારી ચૂંટણી વચનોને કારણે ટ્રમ્પનું નિશાન પણ બન્યા હતા.

2. ફેડરલ ભંડોળ બંધ કરવું સરળ નથી

ચૂંટણી પહેલાં, ટ્રમ્પે ચેતવણી આપી હતી કે મમદાની જીતશે તો ન્યૂ યોર્કને ફેડરલ ભંડોળ ઘટાડવામાં આવશે.

કાયદાકીય મર્યાદા: જોકે, યુએસ કાયદા મુજબ, રાષ્ટ્રપતિ એકલા હાથે ફેડરલ ભંડોળ બંધ કરી શકતા નથી. કોંગ્રેસની મંજૂરી આ માટે ફરજિયાત છે.

અસર: ટ્રમ્પ બધા ભંડોળ રોકી શકશે નહીં; તેઓ માત્ર અમુક પ્રોજેક્ટ્સમાં વિલંબ કરી શકે છે અથવા રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે છે.

3. મેયરના કામમાં સીધી દખલ ન કરી શકાય

યુનાઇટેડ સ્ટેટ્સના દરેક રાજ્ય અને શહેરને પોતાનો વહીવટ ચલાવવાની સ્વતંત્રતા છે.

વહીવટી સ્વતંત્રતા: ટ્રમ્પ ન્યૂ યોર્કના મેયર, પોલીસ, શાળાઓ કે સિટી કાઉન્સિલના નિર્ણયોમાં સીધી કાયદેસર દખલ કરી શકતા નથી. તેઓ માત્ર નિવેદનો આપી શકે છે અથવા રાજકીય દબાણ લાવી શકે છે.

4. મેયરને પદ પરથી દૂર કરવાની સત્તા નથી

ન્યૂ યોર્કના લોકોએ મત દ્વારા તેમના મેયરને ચૂંટ્યા છે.

સત્તાનો અભાવ: ટ્રમ્પ કોઈપણ શહેરના મેયરની નિમણૂક કરી શકતા નથી કે તેમને પદ પરથી દૂર પણ કરી શકતા નથી. તેઓ માત્ર ટીકાત્મક નિવેદનો જ આપી શકે છે.ટૂંકમાં, મમદાનીના મેયર બન્યા પછી ન્યૂ યોર્કના શહેરની નીતિઓ, સ્થાનિક નિર્ણયો અને મેયરના કાર્યને સીધો નિર્દેશિત કરવાની ટ્રમ્પની શક્તિ ખૂબ જ મર્યાદિત થઈ ગઈ છે.

New York City Politics: જોહરાન મમદાની કોણ છે ?

મમદાનીનો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. તેઓ સાત વર્ષની ઉંમરે ન્યૂ યોર્ક આવ્યા અને 2018 માં યુએસ નાગરિકતા મેળવી. જોહરાન મમદાનીના માતા મીરા નાયર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે. તેમના પિતા મહમૂદ મમદાની, કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.મમદાની રાજકારણમાં આવ્યા પહેલા તેઓ હિપ-હોપ રેપર હતા.તેમણે 2012 માં ડેમોક્રેટિક પાર્ટીથી રાજકીય કારકિર્દી શરૂ કરી. તેઓ 2020 માં ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ચૂંટાયા હતા અને 2022 અને 2024 માં બિનહરીફ ફરીથી ચૂંટણી જીતી હતી.

આ પણ વાંચો:   માતા હિન્દુ, પિતા મુસ્લિમ; ન્યુયોર્ક શહેરના પ્રથમ ભારતીય મૂળના મેયર ઝોહરાન મમદાની કોણ છે?

Tags :
Advertisement

.

×