Arshdeep Singh T20 record: અર્શદીપ સિંહ રચશે ઇતિહાસ? T20માં 100 વિકેટથી બસ એક વિકેટ દૂર
- ભારતીય બોલર અર્શદીપ બનાવશે રેકોર્ડ (Arshdeep Singh T20 record)
- અર્શદીપ 100 વિકેટથી માત્ર 2 વિકેટ દૂર
- આજે એશિયા કપમાં ભારત vs UAEની મેચ
- T-20માં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બનશે
Arshdeep Singh T20 record : આજે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો યુએઈ (UAE) સામે થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સૌથી મજબૂત માનવામાં આવે છે. ટીમની બેટિંગની સાથે બોલિંગમાં પણ ઘણા શક્તિશાળી ખેલાડીઓ છે, જેમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ મુખ્ય છે.
અર્શદીપ સિંહ માટે આ મેચ ખાસ છે, કારણ કે તે એક એવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે જે આજ સુધી કોઈ ભારતીય બોલરે નથી બનાવ્યો.
View this post on Instagram
માત્ર એક વિકેટ દૂર (Arshdeep Singh T20 record)
ટી20 ક્રિકેટમાં અર્શદીપનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. યુએઈ સામેની પ્રથમ મેચમાં તે એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. તે પોતાની 100મી ટી20 ઇન્ટરનેશનલ વિકેટથી માત્ર એક જ વિકેટ દૂર છે. હાલમાં તેના નામે 63 મેચોમાં 99 વિકેટ છે.
આ મેચમાં તે ઓછામાં ઓછી એક વિકેટ તો જરૂર લેશે અને આ માઇલસ્ટોન હાંસલ કરનાર પ્રથમ ભારતીય બોલર બની જશે.ટીમ ઈન્ડિયા માટે યુઝવેન્દ્ર ચહલના નામે 96 વિકેટ છે, પરંતુ અર્શદીપ આ આંકડો પાર કરી ચૂક્યો છે. હવે તે 100 વિકેટ સાથે એક નવો ઇતિહાસ બનાવશે.
દિગ્ગજોની યાદીમાં સામેલ થશે
વર્લ્ડ ક્રિકેટમાં અત્યાર સુધી કુલ 22 બોલરોએ ટી20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટનો આંકડો પાર કર્યો છે. અર્શદીપ આ ખાસ યાદીમાં 23મો ખેલાડી બનશે. આ સાથે જ તે 26 વર્ષની નાની ઉંમરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરશે. આ યાદીમાં ન્યુઝીલેન્ડના ટીમ સાઉદી 164 વિકેટ સાથે ટોચ પર છે, જ્યારે રાશિદ ખાન (162) તેમનો રેકોર્ડ તોડવાની નજીક છે.
આ પણ વાંચો : PM મોદીએ Cheteshwar Pujara ને લખ્યો ભાવુક પત્ર : “તમે ટેસ્ટ ક્રિકેટની શોભા વધારી, ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતના હીરો”


