Salman Khan Crying : સલમાન ખાન કેમ BIGG Bossના ચાલુ શૉમાં રડ્યા? જાણો સમગ્ર કહાની
- Bigg Boss 19 ના ચાલુ શૉમાં સલમાન ખાન રડી પડ્યો (Salman Khan crying)
- વીકેન્ડ કા વાર એપિસોડનો સૌથી ભાવુક એપિસોડ
- સ્પર્ધક કુણિકા સદાનંદના પુત્ર અયાન લાલે કહી કહાની
- માતાના સંઘર્ષની કહાની સાંભળીને સલમાન રડવા લાગ્યો
Salman Khan crying : બિગ બોસ 19'નો 'વીકેન્ડ કા વાર' એપિસોડ અત્યાર સુધીનો સૌથી ભાવુક એપિસોડ સાબિત થયો. શોના હોસ્ટ સલમાન ખાન, જે સામાન્ય રીતે કન્ટેસ્ટન્ટ્સને ઠપકો આપે છે, તે આ વખતે તેમની સામે ભાવુક થઈને રડી પડ્યા. આ ભાવનાત્મક ક્ષણ ત્યારે આવી જ્યારે સ્પર્ધક કુણિકા સદાનંદને તેના પુત્ર અયાન લાલ સાથે આશ્ચર્યજનક મુલાકાત કરાવાઈ. અયાન લાલ એક ભાવુક સંદેશ લઈને ઘરમાં પ્રવેશ્યો, જેના પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું.
પુત્ર અયાન લાલે વ્યક્ત કર્યું ગૌરવ
પુત્ર અયાન લાલે પોતાની માતા પર ગૌરવ વ્યક્ત કરતાં કહ્યું કે, "આખો હિન્દુસ્તાન તમને જોઈ રહ્યો છે, તમે ખૂબ સારું કરી રહ્યા છો. ઘરના બધા લોકો, તમારી 12 વર્ષની પૌત્રીઓ, હું, તમારો મોટો દીકરો, તમારી વહુ, જે પણ તમારી સાથે જોડાયેલા છે, તે બધાને તમારા પર ગર્વ છે." અયાને વધુમાં કહ્યું કે, જે કિન્નર સમાજની તમે વકીલ તરીકે મદદ કરી હતી, તેઓ પણ મને ફોન કરીને તમારા માટે ગૌરવ વ્યક્ત કરી રહ્યા છે. અયાને પોતાની માતાને હવે પોતાના માટે જીવવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું, "તમે તમારા પિતા, પછી તમારા પતિ અને પછી તમારા પુત્રો માટે જીવ્યા, હવે સમય છે કે તમે તમારા માટે જીવો. તમે 62 વર્ષના છો, મમ્મી. તમારે મારા માટે મજબૂત રહેવું પડશે."
View this post on Instagram
માતાના જીવનની સંઘર્ષગાથા
આ ભાવુક વાર્તા કુણિકાના જીવનના સંઘર્ષો પર આધારિત હતી. તાજેતરમાં જ ફરહાના ભટ્ટે કુણિકાને 'ફ્લોપ એક્ટ્રેસ' કહીને તેમના બાળકોને પણ વિવાદમાં ઘસડી લીધા હતા. તેના જવાબમાં, સલમાન ખાને અયાનને ઘરમાં આવીને બધાની સામે પોતાની માતાના જીવનની વાર્તા કહેવાની તક આપી. અયાને જણાવ્યું કે બાળપણમાં કુણિકાને પોતાના માતા-પિતાનો પ્રેમ મળ્યો નહોતો, તેથી તેનું એકમાત્ર સપનું એક નાનકડું ઘર, પતિ અને બાળકો સાથેનું સુખી જીવન હતું.
12 વર્ષ સુધી કાનૂની લડાઈ લડી
માત્ર 17 વર્ષની ઉંમરે, તેણીએ પોતાના પિતાને કહ્યું કે તે પ્રેમમાં છે અને લગ્ન કરવા માંગે છે. જોકે, આ લગ્ન લાંબુ ટક્યું નહીં અને તેના બાળકનું અપહરણ થઈ ગયું. અયાને જણાવ્યું કે તેના પછી માતાએ પોતાના બાળકને પાછો મેળવવા માટે કસ્ટડીનો કેસ લડવા પૈસા કમાવા માટે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. 12 વર્ષ સુધી ચાલેલી લાંબી કાનૂની લડાઈ બાદ તે પોતાના મોટા દીકરાને મળી. જોકે, હૃદયમાં પ્રેમ હજુ પણ જીવંત હતો, તેથી તેણીએ અયાનના પિતા સાથે લગ્ન કરીને અમેરિકા જતી રહી, પણ આ લગ્ન પણ નિષ્ફળ રહ્યું.
સાદુ જીવન એક મોટુ સપનુ હતુ
અયાને ઘરના સભ્યોને કહ્યું કે જ્યારે તેઓ કહે છે કે 'તે તો ફક્ત રસોડામાં જ રહે છે અને જમવાનું જ બનાવે છે', ત્યારે તેમને ખ્યાલ નથી કે કુણિકા માટે આ સાદું જીવન એક મોટું સપનું હતું, જે તેને મળ્યું નહોતું. આ વાત સાંભળીને સલમાન ખાન પણ ખૂબ ભાવુક થઈ ગયો અને જાહેરમાં રડી પડ્યો. તેણે ઘરના સભ્યોને યાદ અપાવ્યું કે કોઈના જીવનની કહાનીને આવી રીતે હળવાશથી ન લેવી જોઈએ.
આ પણ વાંચો : Zakir Khan health issues: ઝાકિર ખાનની તબિયત લથડતા સ્ટેન્ડઅપમાંથી લીધો બ્રેક, ચાહકો ચિંતિત


