કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું, કેમ સર્જાઈ આવી સ્થિતિ ?
- કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધુ
- ટ્રુડોએ પોતાના કરતુતોનું પરિણામ ભોગવવું પડ્યું
- નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો વડાપ્રધાન રહેશે ?
Justin Trudeau News: કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના રાજીનામાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દેશમાં તેમની લોકપ્રિયતા સતત ઘટી રહી છે અને ઓક્ટોબરના અંત સુધીમાં દેશમાં ચૂંટણી યોજાવાની છે.
ટ્રુડોએ રાજીનામુ આપ્યું
છેવટે, જે ધાર્યું હતું તે જ થયું. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના કરતુતોનું પરિણામ ભોગવવું પડ્યું. તેમણે સોમવારે કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. લિબરલ પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે જસ્ટિન ટ્રુડોને આ પગલું ભરવાની ફરજ પડી હતી.
નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો પદ પર રહેશે?
જસ્ટિન ટ્રુડો 2015 થી કેનેડાના વડા પ્રધાન હતા. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયુ કે ટ્રુડો તરત જ રાજીનામું આપશે કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી વડાપ્રધાન રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લિબરલ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી નેતૃત્વના મુદ્દાઓ પર નિર્ણય લેશે અને તેની બેઠક આ અઠવાડિયે યોજાવાની છે. 5 જાન્યુઆરીના રોજ, એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખે છે કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો પદ પર રહેશે. લિબરલ પાર્ટીના એક સૂત્રએ કહ્યું કે, આગામી નેતા નક્કી કરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે, જો કે પાર્ટીના બંધારણમાં ઓછામાં ઓછા ચાર મહિનાની જોગવાઈ છે.
આ પણ વાંચો : જસ્ટિન ટ્રુડો ગમે ત્યારે આપી શકે છે રાજીનામું, જાણો ત્યાર બાદ કોણ સંભાળશે કમાન?


