'8 કલાકની શિફ્ટ' પર ફરાહનો કટાક્ષ, ઈન્સ્ટા પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા
- બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઇને ફરાહ ખાન વચ્ચે ખરાગ ( Farah Deepika Unfollow )
- બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
- ફરાહના આઠ કલાક કામ કરવાના કટાક્ષને લઈને દીપિકા નારાજ
Farah Deepika Unfollow : બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક ફરાહ ખાન વચ્ચેના સંબંધોમાં કથિત રીતે તણાવ આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. તાજેતરમાં, બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, અને આની પાછળનું કારણ ફરાહ ખાન દ્વારા તેમના લેટેસ્ટ વ્લોગ્સમાં કરવામાં આવેલો '8 કલાકની શિફ્ટ' પરનો કટાક્ષ માનવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે ફરાહ ખાને જ દીપિકાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
વિવાદની શરૂઆત: 8 કલાકની શિફ્ટ
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે દીપિકાએ તેની આગામી ફિલ્મ 'સ્પિરિટ'ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પાસે કથિત રીતે 8 કલાકની શિફ્ટની માંગ કરી હતી. આ માંગણી પર સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી હતી, કેટલાક લોકોએ સમર્થન કર્યું તો ઘણાએ ટીકા પણ કરી. આ બધાની વચ્ચે, દીપિકાને લોન્ચ કરનાર ફરાહ ખાને પોતાના વ્લોગ્સ દ્વારા આ મુદ્દા પર કટાક્ષ કરવાનું શરૂ કર્યું, જેના પછી બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાથી અંતર બનાવી લીધું હોવાનું કહેવાય છે.
Farah Deepika Unfollow
ફરાહના વ્લોગમાં શું કટાક્ષ કરાયો? (Farah Deepika Unfollow)
ફરાહે તાજેતરમાં એક વ્લોગમાં અભિનેત્રી રાધિકા મદન સાથે વાતચીત કરી હતી. ઓડિશન વિશે વાત કરતાં ફરાહે રાધિકાને પૂછ્યું, "મને નથી લાગતું કે તમે 8 કલાકની શિફ્ટવાળી અભિનેત્રી હશો?" તેના જવાબમાં રાધિકાએ કહ્યું કે તેણે 56 કલાક નોન-સ્ટોપ અને 48 કલાક સુધી રોકાયા વગર કામ કર્યું છે. આના પર ફરાહે કહ્યું હતું કે, "હું પણ 8 કલાકની શિફ્ટને સમર્થન નથી આપતી. આવી રીતે તપીને જ તો સોનું બને છે."
"દીપિકા પાદુકોણ વ્લોગમાં ક્યારે આવશે?" (Farah Deepika Unfollow)
બીજા એક વ્લોગમાં ફરાહના કૂક દિલીપે પૂછ્યું કે, "દીપિકા પાદુકોણ વ્લોગમાં ક્યારે આવશે?" તો તેના જવાબમાં ફરાહે કટાક્ષ કરતાં કહ્યું, "તે 8 કલાક શૂટિંગ કરે છે, તેની પાસે અમારા વ્લોગમાં આવવાનો સમય નથી." આ કટાક્ષો બાદ તરત જ દીપિકા પાદુકોણની ફોલોઇંગ લિસ્ટમાંથી ફરાહ ખાનનું નામ ગાયબ થઈ ગયું છે, અને ફરાહની લિસ્ટમાંથી દીપિકાનું નામ પણ દૂર થઈ ગયું છે, જે બોલિવૂડમાં નવા ખટરાગના સંકેત આપી રહ્યું છે.
આ પણ વાંચો : Bigg Boss 19: અવેઝ દરબારના એલિમિનેશન પર એલ્વિશ યાદવ ભડક્યા, કહ્યું 'અનફેર'


