ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : વિક્રમ ઠાકોરનો અણગમો યથાવત, કલાકારોનાં બીજા સમૂહે વિધાનસભાની મુલાકાત લીધી

વિધાનસભા ગૃહમાં કલાકારોની મુલાકાતનો વિવાદ હજુ શમવાનું નામ લેતો નથી. કલાકારોનું બીજો સમૂહ આજે વિધાનસભાની મુલાકાત લેવાના છે. જે મામલે નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.
04:17 PM Mar 26, 2025 IST | Vishal Khamar
વિધાનસભા ગૃહમાં કલાકારોની મુલાકાતનો વિવાદ હજુ શમવાનું નામ લેતો નથી. કલાકારોનું બીજો સમૂહ આજે વિધાનસભાની મુલાકાત લેવાના છે. જે મામલે નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.
Vikram Thakor controversy gujarat first

હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા સત્ર દરમ્યાન અનેક મહત્વની ચર્ચાઓ ગૃહમાં કરવામાં આવતી હોય છે. ત્યારે વિધાનસભા ગૃહમાં કલાકારોની મુલાકાતનો વિવાદ શમવાનું નામ લેતો નથી. ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરને અણગમો હજુ પણ યથાવત છે. આજે કલાકારોનો બીજો સમૂહ ગુજરાત વિધાનસભાની મુલાકાત લેનાર છે. જેમાં વિક્રમ ઠાકોર (actor Vikram Thakor) ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનો ગુજરાતી કલાકાર હિતુ કનોડીયા (Hitu Kanodia)એ જણાવ્યું હતું.

બે દિવસથી મારો ફોન બંધ હતો પણ ઓફીસ ચાલુ જ હતીઃ વિક્રમ ઠાકોર

અભિનેતા અને ગાયક કલાકાર વિક્રમ ઠાકોર (actor Vikram Thakor) નો અણગમો હજુ પણ યથાવત છે. કલાકારોનાં બીજા સમૂહે મુલાકાત લીદી તેમાં પણ વિક્રમ ઠાકોરને આમંત્રણ નહી આપ્યું હોવા બાબતે હિતુ કનોડિયા (Hitu Kanodia) એ કહ્યું હતું કે, વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું હતું. પરંતું તેઓ તરફથી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. જે બાબતે વિક્રમ ઠાકોરે કોઈ પણ આમંત્રણ મળ્યું હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ વિક્રમ ઠાકોરે જણાવ્યું હતુ કે મારી ઓફીસ કે ઘરે કોઈ આમંત્રણ મને મળ્યું નથી. બે દિવસથી મારો ફોન બંધ હતો. પણ ઓફીસ ચાલુ જ હતી. મને આમંત્રણ મળે કે ન મળે, કલાકારોને સન્માન મળે તે જરૂરી છે.

આ પણ વાંચોઃ VADODARA : પાલિકાના પદાધિકારીઓ વચ્ચે આંતરિક ડખાના સંકેત

વાંક વિક્રમનો નથી અને સરકારનો પણ નથીઃ હિતેનકુમાર

વિક્રમ ઠાકોરની નારાજગી પર હિતેનકુમારે મોટું નિવેદન આપ્યું છે. વાંક વિક્રમનો નથી અને સરકારનો પણ નથી. કલાકારોનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો. કલાકારએ દરેક જ્ઞાતિ અને સમાજનો હોય છે. ક્યાંક ગેરસમજણ થઈ ગોય તેનો મુદ્દો છે. બધા કલાકારોને એક સાથે બોલાવવા એ શક્ય જ ન હતું. હિતુભાઈએ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું છે. વિક્રમભાઈ કોઈ કારણસર નથી જોડાઈ શક્યા નથી. આપણે આ મુદ્દાને મોટો ન બનાવવો જોઈએ. મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં ન ઢસડાઈએ. સમાજમાં જુદા જુદા ભાગલા ન પાડવા જોઈએ.

કલાકારોને આમંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

થોડા સમય પહેલા કેટલાક કલાકારો દ્વારા ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ની મુલાકાત લીધી હતી. જેનાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ ગાયક કલાકાર અને અભિનેતા વિક્રમ ઠાકોર (actor Vikram Thakor) નારાજ થયા હતા. તેમજ ઠાકોર સમાજની અવગણનાનો આરોપ લગાવ્યો હતો. તેમજ કેટલાય કલાકારો દ્વારા નિવેદન આપ્યા હતા. વિધાનસભા (Gujarat Assembly) માં આગામી સમયમાં તમામ કલાકારોને આમંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 27 માર્ચે તમામ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Amreli: બગસરામાં હાથ પર બ્લેડ મારવા મામલો, શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ

27 માર્ચે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં તમામ કલાકારોને આમંત્રણ અપાશે

આગામી તા. 27 માર્ચે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં તમામ કલાકારોને આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફિલ્મ કલાકારો, અભિનેતા, અભિનેત્રી, પ્રોડ્યુસર તેમજ ફિલ્મ ઉપરાંત કલા, સંસ્કૃતિ, સંગીતકારોને પણ આમંત્રણ આપવામાં આવશે. અગાઉ કલાકારોને બોલાવાયા બાદ વિવાદ સર્જાયો હતો. ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોર (actor Vikram Thakor) નારાજ થયા હતા. તેમજ ઠાકોર સમાજની અવગણનાના આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Budget 2025-26 :આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા સરકાર પ્રતિબધ્ધ

નાના મોટા દરેક કલાકારોને આમંત્રિત કરવામાં આવશે

આ બાબતે ભાજપનાં સાંસ્કૃતિક સેલનાં જનક ઠક્કરે જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ સાંસ્કૃતિક દિવસ ઉજવે છે. રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનું પૂજન થશે. એ કાર્યક્રમમાં ગુજરાતનાં દરેક જીલ્લામાંથી નાના મોટા દરેક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અને વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે કે કલાનું પૂજન છે. અને ભગવાન નટરાજનએ કલાની મૂર્તિ છે. ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે.

Tags :
Assembly HouseAssembly House Artists' MeetingGandhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSHitu KanodiaVikram ThakorVikram Thakor controversy
Next Article