Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lakhpati Didi : રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર

ગુજરાત 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર
lakhpati didi   રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર
Advertisement
  • Lakhpati Didi : રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, ગુજરાત 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર
  • સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી

Lakhpati Didi :  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે.

ગુજરાતની મહિલાઓને આ યોજનાનો બહોળો લાભ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરિણામે જુલાઇ 2025 સુધી રાજ્યમાં 5 લાખ 96 હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’ બની છે. આવનારા સમયમાં ગુજરાત 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનવા માટે મદદરૂપ થઇને મહિલા સશક્તિકરણનું અભૂતપૂર્વ ઉદાહરણ પ્રસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.

Advertisement

રાજ્યમાં 10 લાખથી વધુ સંભવિત લખપતિ દીદી (Lakhpati Didi Yojana)ની ઓળખ

રાજયના તાલીમબધ્ધ કમ્યુનિટી રિસોર્સ પર્સન -Community Resourse Person (CRP) દ્રારા અત્યારે 10.74 લાખ મહિલાઓની ઓળખ કરવામાં આવી છે જેઓ લખપતિ દીદી બની શકે છે. ઓળખ કરાયેલ સંભવિત લખપતિ દીદી Lakhapati Didi ની હાલની પ્રવૃત્તિ તથા તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતો, થયેલ ખર્ચ અને આવકની વિગતો મેળવવા માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્રારા ડિજિટલ આજીવિકા રજીસ્ટર તૈયાર કરવામા આવ્યું છે. આ ડિજિટલ આજીવિકા રજીસ્ટરથી મળેલી માહિતિના આધારે ઓળખ કરવામાં આવેલી લખપતિ દીદીને તેમની જરૂરિયાત મુજબ તાલીમ, એસેટ, આર્થિક સહાય, તથા માર્કેટીંગ માટે જરૂરી સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

કઈ રીતે કામ કરે છે લખપતિ દીદી યોજના Lakhpati Didi Yojana ?

આ યોજના સ્વસહાય જૂથો (Self Help Groups)સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક એક લાખથી વધુ થઇ શકે. મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે. તેના માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા તાલીમ, આર્થિક સહાય અને બજાર સાથે જોડાણની સુવિધા આપવામાં આવે છે જેથી તેમની આવકમાં વધારો થઇ શકે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લખપતિ દીદી-Lakhpati Didi માટે નીચેની વિગત અનુસાર આવક ગણતરી કરવામાં આવે છે:
કૃષિ અને સંલગ્ન વ્યવસાયની વર્ષ દરમિયાનની કુલ આવક.નોન ફાર્મ એક્ટિવિટી જેવીકે મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ, સર્વિસીઝ વગેરેની આવક. પરિવારમાં કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય તો તેની આવક. ફાર્મ તથા નોન –ફાર્મ વ્યવસાયમાં મજૂરી કામથી મળતી આવક.સરકારના યોજનાકીય લાભ દ્વારા મળેલ રકમ.કમિશન, માનદ વેતનથી પ્રાપ્ત આવક.

124 માસ્ટર ટ્રેનર્સ દ્વારા 10 હજારથી વધુ કોમ્યુનીટી રીસોર્સ પર્સનને તાલીમ

આ યોજનાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે અમુક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. તાલુકા સ્તરે 124 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવી છે જેમણે અત્યાર સુધી 10 હજારથી વધુ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપી છે. આ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને સહયોગ આપશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ડિજીટલ આજીવિકા રજીસ્ટર પર ડેટા અપડેટ કરવામાં આવે છે, જે દેખરેખની સાથે મહિલા સાહસિકોને તાલીમ, નાણાકીય સહયોગ અને માર્કેટ જોડાણ આપવામાં મદદરૂપ થાય છે.

સુરતના અંકિતાબેનની આવક એક વર્ષમાં 2 લાખ થઇ

લખપતિ દીદી કાર્યક્રમને રાજ્ય સરકારે સફળતાપૂર્વક જમીન પર અમલમાં મૂક્યો છે. તેના પરિણામે મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સુરતના મહુવા તાલુકાના શેખપુર ગામના અંકિતાબેન પીનલભાઈ પટેલે વર્ષ 2024માં ડ્રોન પાયલટ તરીકે કામગીરી શરૂ કરી હતી. માત્ર એક વર્ષમાં જ તેમણે ડ્રોનથી દવાઓનો છંટકાવ કરીને ₹2 લાખની કમાણી કરી છે. આ કામગીરી શરૂ કર્યા પહેલા તેઓ પરિવાર સાથે ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હતાં. અંકિતાબેન કહે છે, “હવે કોઈના પર નિર્ભર નથી રહેવું પડતું. અમને ઓર્ડર પણ સતત મળી રહ્યા છે અને સારી આવક પણ થઇ રહી છે. મારા હસબન્ડ તરફથી પણ મને પૂરતો સપોર્ટ મળે છે. મારા પરિવારને આ કામગીરીથી ઘણી આર્થિક મદદ થઇ છે.”

આ પણ વાંચો: Vadodara : મહારક્ષાબંધનમાં મોટી સંખ્યમાં બહેનો પહોંચી, MLA એ કહ્યું,'જવાબદારીમાં ક્યારે ઉણો નહીં ઉતરૂં'

Tags :
Advertisement

.

×