માન્ચેસ્ટર ટેસ્ટ: બીજી ઇનિંગમાં ભારતની શરૂઆત ખરાબ, પ્રથમ ઓવરમાં બે વિકેટ પડી
- માન્ચેસ્ટર ટેસ્ટ: બીજી ઇનિંગમાં ભારતની શરૂઆત ખરાબ, પ્રથમ ઓવરમાં બે વિકેટ પડી
માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતની ઇંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં ખુબ જ ખરાબ શરૂઆત થઈ છે. ભારતે પ્રથમ ઓવરમાં જ પોતાની બે વિકેટો ગુમાવી દીધી છે. હવે ગિલ અને રાહુલ ઉપર બધાની નજરો ટકેલી છે. આ બંને ભારત માટે સંકટ મોચન બને તો જ ભારતને હારમાંથી બહાર લાવી શકે છે.
ચોથા દિવસે, ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 669 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારત પર 311 રનની લીડ મેળવી હતી.
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પહેલી જ ઓવરમાં ધરાશાયી થઈ છે. યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયા હતા. બંને વિકેટ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે લીધી હતી.
અગાઉ, ઇંગ્લેન્ડના પ્રથમ ઇનિંગમાં જો રૂટે 150 અને કેપ્ટન બેન સ્ટોક્સે 141 રન બનાવ્યા હતા. ભારતના પ્રથમ ઇનિંગમાં, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શને અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો- એશિયા કપ 2025: યુએઈમાં 9-28 સપ્ટેમ્બરે ટી-20 ટૂર્નામેન્ટ, ભારત-પાકિસ્તાન મેચ પર નજર


