Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manipur CRPF Attack: મણિપુરમાં ભારતીય સૈનિકાના કાફલા પર હુમલો, એર જવાન શહીદ

Manipur CRPF Attack: આતંકવાદીઓ હજુ પણ એકબીજાને નિશાન બનાવી રહ્યા
manipur crpf attack  મણિપુરમાં ભારતીય સૈનિકાના કાફલા પર હુમલો  એર જવાન શહીદ
Advertisement

Manipur CRPF Attack: Manipur ના Jiribam માં CRPF ના કાફલા પર બદમાશોએ હુમલો કર્યો હતો. માથામાં ગોળી વાગતાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે 3 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. CRPF અને રાજ્ય પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા હતાં . આ દરમિયાન સૈનિકોને અજાણ્યા બદમાશોએ નિશાન બનાવ્યા હતાં. આ હુમલો 14 જુલાઈના રોજ રાત્રે લગભગ 9 વાગ્યે થયો હતો.

  • પોલીસ સ્ટેશનના એસઆઈ સહિત 3 જવાનો ઘાયલ

  • આતંકવાદીઓ હજુ પણ એકબીજાને નિશાન બનાવી રહ્યા

  • હિંસામાં અંદાજે 180 લોકોના જીવ ગયા છે

20 બટાલિયન CRPF અને Jiribam જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ટીમ 13 એપ્રિલના રોજ થયેલા ફાયરિંગ કેસની તપાસ માટે રવાના થઈ હતી. જે બાદ કાફલો સર્ચ ઓપરેશન કરવા મોનબંગ ગામ નજીક જઈ રહ્યો હતો. આ દરમિયાન ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો. બિહારના 43 વર્ષીય સૈનિક અજય કુમાર ઝા શહીદ થયા હતાં. તે જ સમયે ફાયરિંગમાં Jiribam પોલીસ સ્ટેશનના એસઆઈ સહિત 3 જવાનો ઘાયલ થયા હતાં.

Advertisement

Advertisement

આતંકવાદીઓ હજુ પણ એકબીજાને નિશાન બનાવી રહ્યા

Manipur માં ઘણા સમયથી હિંસા ચાલી રહી છે. અહીં કુકી અને Meitei સમુદાયના લોકો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. અગાઉ પણ આતંકવાદીઓએ ભારતીય જવાન પર ગોળીબાર કર્યો હતો. કાંગપોકપી, ઇમ્ફાલ ઇસ્ટ ટ્રાઇજંક્શન અને ઉખરુલ જિલ્લામાં આતંકવાદીઓ હજુ પણ એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. ગોળીબારમાં કુકી સમુદાયના બે લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

હિંસામાં અંદાજે 180 લોકોના જીવ ગયા છે

હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી. Meitei સમુદાયના લોકો અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો મેળવવાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે તેના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં કુકી સમુદાય દ્વારા 'આદિવાસી એકતા માર્ચ' કાઢવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી ફાટી નીકળેલી હિંસામાં અંદાજે 180 લોકોના જીવ ગયા છે.

આ પણ વાંચો: Amarnath Yatra News: જમ્મુથી અમરનાથ ગુફા મંદિર માટે 4,889 શ્રદ્ધાળુઓનો સમૂહ થયો રવાના

Tags :
Advertisement

.

×