Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કચ્છમાં અપૂરતી આરોગ્ય સેવા વચ્ચે ભેદી તાવનો કહેર વકર્યો

Mystery fever in Kutch : તાલુકામાં આરોગ્ય માળખું સુધરે તે દિશામાં સક્રિય પ્રયાસો
કચ્છમાં અપૂરતી આરોગ્ય સેવા વચ્ચે ભેદી તાવનો કહેર વકર્યો
Advertisement
  • ગ્રામજનો આરોગ્ય સેવા પૂરી પાડવાની ગુહાર લગાવી રહ્યા
  • તાલુકામાં આરોગ્ય માળખું સુધરે તે દિશામાં સક્રિય પ્રયાસો
  • 1 સપ્તાહમાં વાવાઝોડા બાદ આ ભેદી વાયરસનો કહેર

Mystery fever in Kutch :  Kutch જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે રોગચાળો વકર્યો છે. Kutch માં રહસ્યમય તાવના કારણે બીમારી ફેલાઈ છે. Kutch ના Lakhpat અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી 16 લોકોનાં મોત નોંધાયા છે. તો એક સપ્તાહની અંદર તાવના કારણે આ રીતે રહસ્યમય મોત થતા રાજ્યના આરોગ્ય વિભાગવામાં ખળભળાટ મચી ગયો છે. જોકે હજુ સુધી Lakhpat તાલુકામાં ભેદી તાવનો ભેદ હજી ઉકેલાયો નથી.

ગ્રામજનો આરોગ્ય સેવા પૂરી પાડવાની ગુહાર લગાવી રહ્યા

ત્યારે Lakhpat તાલુકામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં નજરે આવ્યું હતું કે, Lakhpat તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ અપૂરતી છે. તો ગામમાં એક તરફ રોગચાળો વકર્યો છે, અને બીજી તરફ તબીબોની ઘટનાને કારણે ટપોટપ દરદીઓના મોત નોંધાઈ રહ્યા છે. જોકે Lakhpat ગામ બોર્ડર નજીક આવેલું છે. ત્યારે Lakhpat તાલુકામાં આવેલા ગ્રામજનો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સરકારને યોગ્ય આરોગ્ય સેવા પૂરી પાડવાની ગુહાર લગાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: અરણીવાડામાં ભૂ માફિયાઓને ગ્રામજનોએ પકડી ખનીજ વિભાગને સોંપ્યા

Advertisement

તાલુકામાં આરોગ્ય માળખું સુધરે તે દિશામાં સક્રિય પ્રયાસો

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ Lakhpat અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવથી મોત બાદ ઉદ્ભવેલી સ્થિતિનો તાગ મેળવવા માટે Kutch પહોચ્યાં હતાં. ત્યારે સાથે જ Kutch ના પ્રભારી પ્રફુલ્લ પાનસરિયા Kachchh ની પ્રવર્તમાન આરોગ્ય માળખાંની સમીક્ષા કરી હતી. ખાસ કરીને Lakhpat અને અબડાસા તાલુકામાં આરોગ્ય માળખું સુધરે તે દિશામાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

1 સપ્તાહમાં વાવાઝોડા બાદ આ ભેદી વાયરસનો કહેર

ઉલ્લેખનીય છે કે, આ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને વાયરલ તાવ, શરદી, ઉધરસ, પેટના દુ:ખાવાની ફરિયાદો વધતી જાય છે. જેથી મોતનો કુલ આંકડો 16 પહોંચ્યો છે. આમ જીલ્લામાં ચોમાસા બાદ સામાન્ય તાવનો ઉછાળો તો હંમેશાં જોવા મળતો હોય છે. હાલમાં 1 સપ્તાહમાં વાવાઝોડા બાદ આ ભેદી વાયરસ કહેર મચાવતા Lakhpat માં ભેખડો, સુડધ્રો, મેડી સહિતના ગામોમાં 14 લોકોનાં મોત નિપજ્યાં છે.

આ પણ વાંચો: રાજકોટ પાલિકાએ 12 હજાર ખાડા પૂરવા માટે સરકાર પાસે માગ્યા 77 કરોડ

Tags :
Advertisement

.

×