PM Modi આજે દિલ્હીના પુસાથી કુદરતી કૃષિ મિશનનો પ્રારંભ કરાવશે
- PM Modi આજે દિલ્હીના પુસાથી કુદરતી કૃષિ મિશનનો પ્રારંભ કરાવશે
- આ મિશનનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત પૃથ્વી સુનિશ્ચિત કરવાનો છે
- ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) સંસ્થા અને રાજ્ય સરકારોએ આ મિશનને સફળ બનાવવા કરી તૈયારીઓ
Delhi : આજે પુસાથી વડાપ્રધાન મોદી (PM Modi) કુદરતી કૃષિ મિશનનો પ્રારંભ કરાવશે. આ મિશનનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત પૃથ્વી સુનિશ્ચિત કરવાનો છે. આ મિશન અંતર્ગત રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનો અને જમીનની ફળદ્રુપતા જાળવવાનો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ મિશન ખેડૂતોને કુદરતી ખેતી તરફ પ્રેરણા આપશે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ટકાઉ કૃષિ પ્રણાલી વિકસાવશે.
PM Modi નું વિઝન કુદરતી ખેતીને પ્રોત્સાહન
આજે દિલ્હીના પુસાથી વડાપ્રધાન મોદી (PM Modi) કુદરતી કૃષિ મિશનનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન મોદીનું વિઝન કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનું છે. તેથી જ આ મિશનનો ઉદ્દેશ્ય ભવિષ્યની પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવાનો, જમીનની ફળદ્રુપતા જાળવવાનો અને રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પર નિર્ભરતા ઘટાડીને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivrajsinh Chauhan) એ માહિતી આપી કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) સંસ્થા અને રાજ્ય સરકારો આ મિશનને સફળ બનાવવા માટે સાથે મળીને વ્યાપક તૈયારીઓ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારત ફક્ત પોતાની પૃથ્વી અને પર્યાવરણને બચાવવા માટે પગલાં લઈ રહ્યું નથી, પરંતુ આ દિશામાં વિશ્વને પણ યોગદાન આપશે.
PM Modi Gujarat First-23-08-2025-
આ પણ વાંચોઃ PM Modi Bihar : નવા કાયદાથી વિપક્ષી પાર્ટીઓમાં ડર
વિકાસિત કૃષિ સંકલ્પ અભિયાન
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી અને ખરીફ અને રવિ ઋતુઓની રૂપરેખા, ખાતરોની ઉપલબ્ધતા, કુદરતી ખેતીને પ્રોત્સાહન અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે રાજ્યોમાં ખાતરની કોઈ અછત ન હોવી જોઈએ. જો કાળાબજાર વિશે કોઈ માહિતી મળે તો કડક કાર્યવાહી કરવામાં આવે અને દોષિતોને છોડવામાં ન આવે. કૃષિ મંત્રાલયે એ પણ નિર્ણય લીધો છે કે ખરીફની જેમ, હવે રવિ ઋતુ માટે પણ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 3 થી 18 ઓક્ટોબર સુધી વિજય પર્વ તરીકે ચલાવવામાં આવશે.
આ પણ વાંચોઃ AMIT SHAH : 'જેલમાં ગયા પછી કેજરીવાલે રાજીનામું આપી દીધું હોત તો...', નવા કાયદા મુદ્દે અમિત શાહે આપ્યો જવાબ


