પ્રેમાનંદ મહારાજની પદયાત્રા સ્થગિત: ભક્તોમાં નિરાશા, જાણો કારણ
બંને કિડની ખરાબ હોવા છતાં રોજ દર્શન આપતા મહારાજશ્રીની તબિયત બગડી. જાણો ક્યારે ફરી શરૂ થશે પદયાત્રા.
Advertisement
- વૃદાંવનના સંત પ્રેમાનંદ મહારાજની પદયાત્રા ફરી સ્થગિત (Premanand Maharaj PadYatra Suspended)
- સ્વાસ્થ્ય બગડવાને કારણે પદયાત્રા કરાઈ સ્થગિત
- પદયાત્રા સ્થગિત થતા ભક્તોમાં ભારે નિરાશા
- મહારાજજીનું સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય તે માટે પ્રાર્થના
Premanand Maharaj PadYatra Suspended : વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ આજે દેશ અને દુનિયામાં પોતાના સકારાત્મક વિચારો અને આધ્યાત્મિક પ્રવચનો માટે જાણીતા છે. તેમના દર્શન કરવા અને પ્રવચનો સાંભળવા માટે હજારો શ્રદ્ધાળુઓ વૃંદાવન આવે છે. મહારાજશ્રીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થતા રહે છે. તેઓ આશ્રમમાં ભક્તોને મળે છે અને તેમની મૂંઝવણો દૂર કરે છે, સાથે જ તેઓ રોજ રાત્રે પદયાત્રા પર નીકળે છે.
પ્રેમાનંદ મહારાજની એક ઝલક મેળવવા માટે ભક્તો મધ્યરાત્રિથી જ રસ્તાઓ પર બેસીને તેમની રાહ જોતા હોય છે. કેટલાક લોકો તેમની પદયાત્રાના માર્ગ પર રંગોળી બનાવે છે, તો કેટલાક ફૂલોથી રસ્તાઓ સજાવે છે. પરંતુ આ આસ્થાવાન ભક્તો માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
View this post on Instagram
પદયાત્રા રોકવાનું કારણ શું છે?
તાજેતરની માહિતી મુજબ, પ્રેમાનંદ મહારાજની નિયમિત થતી પદયાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. આ સમાચાર મળતા જ ભક્તોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ છે. આશ્રમમાંથી મળી રહેલી જાણકારી અનુસાર, પદયાત્રા રોકવાનું કારણ પૂજ્ય મહારાજશ્રીનું સ્વાસ્થ્ય નરમ પડ્યું તે છે. સ્વાસ્થ્ય બગડવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. હાલમાં, આ પદયાત્રા અનિશ્ચિત સમય માટે રોકવામાં આવી છે. જ્યારે પણ તે ફરી શરૂ થશે, ત્યારે ભક્તોને જાણ કરવામાં આવશે.
ખરાબ તબિયત છતાં કરતા હતા પદયાત્રા
નોંધનીય છે કે પ્રેમાનંદ મહારાજની બંને કિડની ખરાબ છે અને તેમને નિયમિતપણે ડાયાલિસિસ માટે જવું પડે છે. આટલી ગંભીર સ્વાસ્થ્યની સ્થિતિ હોવા છતાં, તેઓ દરરોજ પોતાના ભક્તોને દર્શન આપવા માટે ચાલીને આવતા હતા. તેમની આ જ ધગશ, ઉત્સાહ અને ઊર્જાથી હજારો લોકો પ્રભાવિત થાય છે અને પ્રેરણા મેળવે છે. અમે આશા રાખીએ છીએ કે પૂજ્ય મહારાજશ્રી જલ્દી સ્વસ્થ થાય અને ફરી પદયાત્રા શરૂ કરે.
આ પણ વાંચો : Shani Vakri 2025: ઘણા વર્ષો પછી, દિવાળી પર શનિદેવ વક્રી થશે, આ રાશિના લોકોને થશે આર્થિક લાભ
Advertisement


