શરદ પવારની તબિયત લથડી, તમામ પ્રવાસ રદ્દ, ડોક્ટરોએ આરામ કરવાની આપી સલાહ
- શરદ પવારની તબિયત લથડી
- ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી
- તેમણે પોતાના તમામ પ્રવાસો રદ કર્યા
Sharad Pawar's health : NCP (SP) પાર્ટીના પ્રમુખ શરદ પવારે તબિયત બગડતા તેમના તમામ પ્રવાસો રદ કર્યા છે. ડોક્ટરોએ તેમને ચાર દિવસ આરામ કરવાની સલાહ આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પવારને ખાંસીના કારણે બોલવામાં તકલીફ પડી રહી છે.
ચાર દિવસના પ્રવાસો રદ્દ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવાર છેલ્લા કેટલાક દિવસોથી સતત પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી ગઈ. જે બાદ NCP (SP) એ માહિતી આપી છે કે આગામી ચાર દિવસના તેમના પ્રવાસો રદ્દ કરવામાં આવ્યા છે. '
બોલવામાં તકલીફ પડી રહી છે
એવું કહેવાય છે કે, શરદ પવાર છેલ્લા બે દિવસથી પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરના પ્રવાસે હતા. આ સમયગાળા દરમિયાન આયોજિત કાર્યક્રમોમાં શરદ પવારને બોલવામાં મુશ્કેલી પડી રહી હતી. આ પછી શરદ પવારના સ્વાસ્થ્યને લઈને નવી માહિતી સામે આવી છે.
NCP (શરદચંદ્ર પવાર) પુણે શહેર પ્રમુખ પ્રશાંત જગતાપે માહિતી આપી છે કે, શરદ પવારની નાદુરસ્ત તબિયતને કારણે આગામી ચાર દિવસના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. શરદ પવારને ખાંસીના કારણે બોલવામાં તકલીફ પડી રહી છે, તેથી તેમને કાર્યક્રમમાં બોલવામાં મુશ્કેલી પડી રહી હતી.
આ પણ વાંચો : બિહારના પત્રકાર ભીમ સિંહ ભાવેશને મળશે પદ્મશ્રી પુરસ્કાર , PM મોદીએ કર્યો હતો મન કી બાતમાં ઉલ્લેખ