ન્યૂયોર્કમાં વરસાદે સર્જી તારાજી! સબવે સ્ટેશનો પાણીમાં ગરકાવ
- ન્યૂયોર્કમાં ભારે વરસાદ બાદ સ્થિતિ બેકાબુ
- રોડ અને રસ્તાઓ જળમગ્ન થયા
- ભારે વરસાદના કારણે શહેરના સબવે સ્ટેશનો પાણીમાં ગરકાવ
Heavy Rain in New York : ભારતમાં અત્યારે ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં સ્થિતિ ઘણી ખરાબ છે, પણ તાજેતરમાં ન્યૂયોર્કથી આવા જ દ્રશ્યો સામે આવ્યા છે, જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. અમેરિકા કે જે વિશ્વની મહસત્તા છે, ત્યારે ભારે વરસાદના કારણે રોડ અને રસ્તાઓ જળમગ્ન થઇ ગયા છે. જ્યા પણ નજર જાય ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
સબવે સ્ટેશનો પાણીમાં ગરકાવ
મળી રહેલી માહિતી અનુસાર, ન્યૂ યોર્ક શહેરમાં ભારે વરસાદને કારણે ઘણા સબવે સ્ટેશનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ટ્રાફિક સેવાઓ ખોરવાઈ ગઈ છે અને હવામાન વિભાગે અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. જણાવી દઇએ કે. સોમવારે રાત્રે અમેરિકાના ટ્રાઇ-સ્ટેટ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદથી ન્યૂ યોર્ક શહેરની ગતિ ઠપ્પ થઈ ગઈ છે. વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે, ખાસ કરીને સબવે સ્ટેશનો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
🚨This is #NewYork city...
Major flooding in New York (NYC) is affecting the roadways and subways stations as rain belts the region. pic.twitter.com/54H17ruPrH— Hardik Shah (@Hardik04Shah) July 15, 2025
સબવે લાઇન પર અસર
વરસાદને કારણે 1, 2, 3, E, F અને R સબવે લાઇન પર સૌથી વધુ અસર પડી છે. મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (MTA) એ માહિતી આપી હતી કે મેનહટનના 96મા સ્ટ્રીટ સ્ટેશન પાસે ભારે પાણી ભરાઈ જવાને કારણે લાઇન 1 પર સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં મેનહટનના 28મા સ્ટ્રીટ સ્ટેશન પર એક ડ્રેઇનમાંથી પાણી ઝડપથી વહેતું જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય બતાવે છે કે કેવી રીતે આખું પ્લેટફોર્મ પાણીમાં ડૂબી ગયું હતું અને મુસાફરોની અવરજવરને અસર થઈ હતી.
હવામાન વિભાગે પૂરની ચેતવણી જારી કરી
યુએસ હવામાન વિભાગે ન્યૂ યોર્ક શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરી છે. ભારે વરસાદ અને નબળી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે, પાણી ભરાઈ જવાની સ્થિતિ ગંભીર બની શકે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને કટોકટી સેવાઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. શહેરના રહેવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને MTA ની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા પરિવહન અપડેટ્સ વિશે માહિતી મેળવતા રહેવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વિશ્વમાં રેતી અને ધૂળ ભરેલી આંધીનો વધતો ખતરો, 150 દેશના 33 કરોડ લોકો સીધી રીતે પ્રભાવિત


