Taarak Mehta news: બબીજીને અચાનક શું થઈ ગયુ? 10 દિવસથી હોસ્પિટલના ખાઈ રહ્યા છે ધક્કા, જાણો શું છે મામલો?
- TKMOCના Babitaji ફરી આવ્યા ચર્ચામાં
- સોશિયલ મીડિયામાં એક્ટિવ ન દેખાતા ફેન્સને ચિંતા
- ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવીને બબીતાજીએ કર્યો ખુલાસો
- છેલ્લા 10 દિવસથી ખાઈ માતાની સારવાર ચાલી રહી છે
- 10 દિવસથી હોસ્પિટલના ખાઈ રહી છે ધક્કા
TKMOC: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TKMOC)ના બે જાણીતા પાત્રો હાલમાં હેડલાઇન્સમાં છે. શોના 'Babitaji એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા પોતાના સોશિયલ મીડિયાથી અચાનક ગાયબ થવા અને 'બિગ બોસ 19'માં ભાગ લેવાની અટકળોને કારણે ચર્ચામાં છે. બીજી તરફ, શોના પૂર્વ અભિનેત્રી દિશા વકાની એટલે કે 'દયાબેન'નો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શોના નિર્માતાને રાખડી બાંધતા જોવા મળે છે.
Babitaji સોશિયલ મીડિયાથી છે દૂર
છેલ્લા કેટલાક સમયથી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર સક્રિય ન હોવાથી તેમના ચાહકોમાં ચિંતા હતી. તેમણે તાજેતરમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક સેલ્ફી પોસ્ટ કરીને ગેરહાજરીનું કારણ જણાવ્યું છે. મુનમુન દત્તાએ લખ્યું કે, તેમની માતાની તબિયત સારી ન હતી અને છેલ્લા 10 દિવસથી તેઓ હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડધામ કરી રહ્યા હતા. જોકે, તેમણે ખુલાસો કર્યો કે હવે તેમની માતાની તબિયતમાં સુધારો છે અને તેઓ જલ્દી જ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.
Babitaji બિગબોસમાં જોડાશે?
આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહેલા મિત્રોનો આભાર વ્યક્ત કરતા તેમણે લખ્યું, "ભગવાન મહાન છે." આ સાથે જ, તેમણે 'બિગ બોસ 19'માં જોડાવાની અફવાઓ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેમના ચાહકો આતુરતાથી તેની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
દિશા વકાનીનો વીડિયો વાયરલ
અન્ય એક સમાચારમાં, 'તારક મહેતા...' શોના ભૂતપૂર્વ અભિનેત્રી દિશા વકાની એટલે કે 'દયાબેન'નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 9 ઓગસ્ટ, 2025ના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર દિશા વકાનીએ શોના નિર્માતા અસિત મોદીને રાખડી બાંધી હતી. આ વીડિયોમાં બંને વચ્ચેના ગાઢ સંબંધો જોવા મળે છે.
कुछ रिश्ते किस्मत बुनती है… ख़ून का नहीं, दिल का नाता होता है ❤️! #dishavakani सिर्फ हमारी ‘दया भाभी’ नहीं, बल्कि मेरी बहन है। सालों से हंसी, यादें और अपनापन बांटते हुए ये रिश्ता स्क्रीन से कहीं आगे बढ़ चुका है। इस राखी पर, वही अटूट भरोसा और वही गहरा अपनापन फिर से महसूस हुआ…
ये… pic.twitter.com/3nws0gm0lc— Asit Kumarr Modi (@AsitKumarrModi) August 10, 2025
દયાબેનની રી-એન્ટ્રી થશે?
ઉલ્લેખનીય છે કે, દિશા વકાનીએ મેટરનિટી લીવ લીધા બાદ શો છોડી દીધો હતો, અને ત્યારથી તેઓ પરત ફર્યા નથી. આટલા લાંબા સમય બાદ તેમનો અસિત મોદી સાથેનો આ વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોએ ઘણા ચાહકોને આશા આપી છે કે કદાચ ભવિષ્યમાં દિશા શોમાં પાછી ફરે


