Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

vadodara: મનપાના ક્લાસ-1 અધિકારીઓ માસ CL પર ઉતર્યા, જાણો શું છે સમગ્ર મામલો

vadodara: વડોદરા (vadodara) મહાનગર પાલિકાના (VMC) ક્લાસ વન અધિકારીઓ બે દિવસની માસ સીએલ પર ઉતર્યા છે. મનપામાં અધિકારીઓ વચ્ચે આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો છે. ચોક્કસ વિભાગના બિલોની વિગતો ઓડિટ વિભાગમાંથી લીક થતા વિવાદ સર્જાયો છે. પાલિકાના કામોની વિગતો ખોટી રીતે લીક કરી અધિકારીઓને ટાર્ગેટ કરાતા હોવાનો તેમજ ત્રાહિત વ્યક્તિ ઓ કામના સ્થળે જઈ નાણાંકીય માગણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
vadodara  મનપાના ક્લાસ 1 અધિકારીઓ માસ cl પર ઉતર્યા  જાણો શું છે સમગ્ર મામલો
Advertisement
  • વડોદરા (vadodara) મનપાના ક્લાસ-વન અધિકારીઓ માસ CL પર ઉતર્યા
  • અધિકારીઓ વચ્ચે આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો
  • ટોચના અધિકારીઓએ કમિશનરને પત્ર લખી CL પર ઉતર્યા
  • આંતરિક ખેંચતાણથી વડોદરા પાલિકામાં ખળભળાટ
  • ઓડિટ વિભાગમાંથી બિલ લીક થતાં અધિકારીઓમાં બળાપો
  • ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈ નાણાંકીય માગણી કરતા હોવાના આક્ષેપ

vadodara: વડોદરા મહાનગર પાલિકામાં (VMC) અધિકારીઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. પાલિકાના ટોચના ક્લાસ-1 અધિકારીઓએ બે દિવસની માસ CL પર જવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય પાછળ ઓડિટ વિભાગમાંથી બિલોની ગોપનીય વિગતો લીક થવાના ગંભીર આક્ષેપો અને ત્રાહિત તત્વો દ્વારા નાણાકીય ધમકીઓનો સમાવેશ થાય છે.

vadodara- VMC- Gujarat first1

Advertisement

મનપાના ક્લાસ-વન અધિકારીઓ માસ CL પર ઉતર્યા

મળતી માહિતી મુજબ, પાલિકાના વિવિધ વિભાગોના કામોની ટેન્ડર તેમજ બિલોની વિગતો ઓડિટ વિભાગમાંથી જ લીક કરવામાં આવી રહી છે. આ વિગતોનો ઉપયોગ કરીને કેટલાક ત્રાહિત વ્યક્તિઓ સીધા કામના સ્થળે પહોંચીને સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે નાણાકીય માંગણીઓ કરે છે, એવો ગંભીર આક્ષેપ ક્લાસ-1 અધિકારીઓએ કર્યો છે.

Advertisement

નાણાંકીય માગણી કરતા હોવાના આક્ષેપ

મહાનગર પાલિકાના ક્લાસ વન અધિકારીઓનું કહેવું છે કે, તેમને ખોટી રીતે માહિતી લીક કરીને અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કામના સ્થળે ત્રાહિત વ્યક્તિઓ આવીને ધમકીઓ આપે છે અને પૈસાની માગણી કરે છે. આ સ્થિતિમાં માનસિક તણાવને કારણે કામ કરવું અશક્ય બન્યું છે. જેથી કલાસ વન અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી છે.

vadodara- VMC- Gujarat first1

આંતરિક ખેંચતાણથી વડોદરા પાલિકામાં ખળભળાટ

આ ઘટનાથી વડોદરા મહાનગર પાલિકામાં ખળભળાટ મચી ગયો છે અને વહીવટી કામગીરી પર અસર પડવાની શક્યતા છે. અધિકારીઓમાં રોષ એટલો વધી ગયો છે કે તેઓ પાછા ફરવા તૈયાર નથી. ત્યારે આગામી બે દિવસમાં પાલિકાનું વહીવટી ચક્ર કેવી રીતે ચાલશે અને આ વિવાદનો ઉકેલ કેવી રીતે આવશે, તે હવે જોવાનું રહ્યું.

&

nbsp;

આ પણ વાંચો:  Gandhinagar:બહીયલમાં ગૌવંશ વેચાણ અટકાવવા જતા યુવક પર હુમલો, વાતાવરણ બન્યું તંગ

Tags :
Advertisement

.

×