Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કાંસની ઉંડાણપૂર્વક સફાઇ કરવા કામે લાગ્યું "ડ્રેઇન માસ્ટર"

VADODARA : કાંસોને ઉંડા કરવા, ઉંડાણમાં રહેલો કચરો દુર કરવો, તે માટે ડ્રેઇન માસ્ટર (DRAIN MASTER MACHINE) પ્રાયોગીક ધોરણે આ મશીન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું
vadodara   કાંસની ઉંડાણપૂર્વક સફાઇ કરવા કામે લાગ્યું  ડ્રેઇન માસ્ટર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં હાલ પ્રિમોન્સુન (PRE - MONSOON WORK) કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. પદાધિકારીઓ દ્વારા 80 ટકા કામગીરી પુર્ણ કરી દેવામાં આવી હોવાના દાવા વચ્ચે આજે મુંબઇથી દોઢ કરોડની કિંમતનું ડ્રેઇન માસ્ટર કાંસમાં ઉતારવામાં આવ્યું છે. આ મશીન હાલ 15 દિવસ માટે પ્રાયોગિક ધોરણે મુકવામાં આવ્યું છે. બાદમાં તેની ઉપયોગીતા અને ખરીદવું કે ભાડે લેવું તે વિષય પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર છે. આ મશીનનો ખર્ચ પાલિકાને રૂ. 9 લાખમાં પડશે તેમ ચેરમેને જણાવ્યું છે.

આ કાંસ સાફ કેવી રીતે થાય !

વડોદરા શહેરમાં પ્રથમ વખત કાંસની સફાઇ માટે ઉતારવામાં આવેલા મશીનની કામગીરી નિહાળવા માટે પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી પહોંચ્યા છે. આ તકે ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, વડોદરા મહાનગરમાં પ્રિમોન્સુન કામગીરી ચાલી રહી છે. ચાર ઝોનની મુલાકાત દરમિયાન મારા ધ્યાને આવ્યું કે, ઘણા બધા એરીયા એવા છે જ્યાં જેસીબી અને પોકલીન મશીનથી પહોંચી શકાતું નથી. જેનું કારણ ઝાંડીઝાંખરા અથવા તો ખાનગી જગ્યામાંથી પસાર થઇ રહી છે, અથવા મશીન આવવા-જવાની જગ્યા નથી. તેવામાં આ કાંસ સાફ કેવી રીતે થાય ! કાંસના ઉંડાણમાં રહેલો કચરો કાઢવા માટે હાલના મશીનો પહોંચી શકતા નથી. તેવામાં જેસીબી જેવા ફ્લોટીંગ મશીનનો વિચાર આવ્યો હતો. જેને આખી કાંસમાં તરતુ મુકીને સફાઇ કરી શકાય.

Advertisement

એક શિફ્ટના રૂ. 40 હજાર લાગે

વધુમાં તેઓ જણાવે છે કે, તપાસ કરતા ધ્યાને આવ્યું કે, મુંબઇમાં આ પ્રકારના ફ્લોટીંગ મશીન ઉપયોગમાં લેવાય છે, તેને કાંસમાં ઉતારવામાં આવે છે. કાંસોને ઉંડા કરવા, ઉંડાણમાં રહેલો કચરો દુર કરવો, તે માટે ડ્રેઇન માસ્ટર (DRAIN MASTER MACHINE) પ્રાયોગીક ધોરણે આ મશીન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક શિફ્ટના રૂ. 40 હજાર લાગે છે,15 દિવસ ચાલવાશી રૂ. 9 લાખ જેવો ખર્ચ આવશે. આપણા જે દુર્ગમ વિસ્તારો, રૂપારેલ કાંસ, મસીયા કાંસ, ભૂખી કાંસ, રાજીવ નગર કાંસ તથા અન્ય કાંસની સાફસફાઇ થઇ શકે તેમ છે. જે મોટા કાંસ છે, તેમાં કામ થઇ શકશે. હાલ રૂપારેલ કાંસમાં મશીન ઉતાર્યું છે.

Advertisement

મશીન મંગાવવું કે ખરીદવું

વધુમાં તેમણે ઉમેર્યું કે, રૂપારેલ કાંસ પાસે જાળી નાંખવાની સુચના આપવામાં આવી છે. જેથી કચરો તરતો અટકાવી શકાશે, જે બાદમાં મેન્યુઅલી દુર કરવામાં આવશે. કાંસ ઉંડા થાય અને ફ્લોટીંગ કચરો ઓછો થાય. કાંસ દેખાવમાં સુંદર લાગે તે પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. ઇતિહાસમાં પ્રથમ વખત આ ફ્લોટીંગ મશીન વડોદરામાં લાવ્યા છીએ. પ્રાયોગિક ધોરણે મશીન થોડાક દિવસ વાપરીશું. ત્યાર બાદ મશીનની જરૂર કેટલી, અને ફરી મશીન મંગાવવું કે ખરીદવું તેની ચર્ચા કરીશું. મશીનની કિંમત રૂ. 1.5 કરોડ જેટલી થવા પામે છે.

આ પણ વાંચો -- VADODARA : “….આ લોકોને બેસવા નહિ દઉં”, વિજ કંપનીથી ત્રસ્ત લોકોની મદદે કોર્પોરેટર

Tags :
Advertisement

.

×