Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh માં હિંસાએ ફરી જોર પકડયું, ભીષણ અથડામણમાં વધુ 27 લોકોએ ગુમાવ્યા જીવ

Bangladesh violence : Bangladesh માં છેલ્લા ઘાણ સમયથી હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે આ હિંસાઓએ વધુ જોર પકડયું છે. આજરોજ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગણી સાથે વિરોધ કરી રહેલા લોકો અને સત્તામાં રહેલા અવામી લીગના...
bangladesh માં હિંસાએ ફરી જોર પકડયું  ભીષણ અથડામણમાં વધુ 27 લોકોએ ગુમાવ્યા જીવ
Advertisement

Bangladesh violence : Bangladesh માં છેલ્લા ઘાણ સમયથી હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે આ હિંસાઓએ વધુ જોર પકડયું છે. આજરોજ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગણી સાથે વિરોધ કરી રહેલા લોકો અને સત્તામાં રહેલા અવામી લીગના સમર્થકો વચ્ચે આજે રાજધાની ઢાકામાં ભીષણ અથડામણ થઈ હતી. આ ભીષણ હિંસામાં આજે વધુ 27 લોકોના મોત થયા હતા. વધુમાં આ હિંસામાં 30 લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતીના અનુસાર, સરકારના રાજીનામાની માંગ સાથે 'અસહકાર કાર્યક્રમ'માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. હવે આ હિંસામાં મોતનો આંકડો 27 ને પાર પહોંચ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

Bangladesh Violence માં વધુ 27 ના મોત

Advertisement

Bangladesh ના એક ન્યુઝ પોર્ટલના અનુસાર અનામત સુધારાને લઈને વિરોધીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા જેમાં ભડકેલી હિંસામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અસહકાર ચળવળના પહેલા દિવસે રાજધાનીમાં સાયન્સ લેબ ચારરસ્તા પર વિરોધીઓ પણ એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વધુમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આયોજકોના જણાવ્યા અનુસાર - ઢાકામાં સાયન્સ લેબ, ધનમંડી, મોહમ્મદપુર, ટેકનિકલ, મીરપુર-10, રામપુરા, તેજગાંવ, ફાર્મગેટ, પંથપથ, જાત્રાબારી અને ઉત્તરામાં પણ પ્રદર્શન અને રેલીઓનું આયોજન કરવામાં આવશે.

Advertisement

બાંગ્લાદેશમાં તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

બાંગ્લાદેશ (Bangladesh) માં છેલ્લા કેટલાક દિવસોથી અનામતને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસાની ઘટનાઓ પણ બની છે અને રાજ્ય સરકારે આંદોલનકારીઓ પર કાર્યવાહી કરી છે. આ પરિસ્થિતિને કારણે દેશમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે બાંગ્લાદેશ સરકારે એક કડક નિર્ણય લેતાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો વિરોધ પ્રદર્શનોને ઉશ્કેરી રહ્યા છે અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. બાંગ્લાદેશ સરકારે Instagram, TikTok, YouTube અને WhatsApp જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયથી બાંગ્લાદેશના લોકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મોટી અસુવિધા થઈ રહી છે. સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયા દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે જેના કારણે દેશમાં હિંસા ફેલાઈ રહી છે. સરકારે કહ્યું છે કે આ પ્રતિબંધ અસ્થાયી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ (Bangladesh) માં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય દેશની રાજકીય સ્થિતિ અને લોકોના અધિકારો પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. આ નિર્ણયથી દેશના લોકોને માહિતી મેળવવા અને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા પર પ્રતિબંધ આવી શકે તેવી પૂરી સંભાવના છે.

આ પણ વાંચો : Hezbollah એ ઈઝરાયેલ પર કર્યો હુમલો, 50 થી વધુ રોકેટ છોડ્યા...Video

Tags :
Advertisement

.

×