ડભોઈની કોલેજમાં અભ્યાસ કરતાં યુવાન સહિત આઠ યુવાનો સામે એટ્રોસિટીની ફરિયાદ
વડોદરા (Vadodara) જીલ્લાના ડભોઇમાં સાથે અભ્યાસ કરતી યુવતીઓ સામે ખરાબ નજરે જેવાના મામલે મામલો બિચક્યા બાદ કોલેજમાં અભ્યાસ કરતા યુવાન સહિત 8 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ છે.યુવાને ઠપકો આપ્યો હતો.ડભોઈ ખાતે આવેલ સી.એન.પી.એફ. આર્ટસ એન્ડ સાન્યસ કોલેજમાં રાહુલ ગુરુજી ડુ.ભીલ સાથે તેમની વસાહતમાં રહેતી અન્ય ત્રણ યુવતીઓ સાથે ભેગાં મળી અભ્યાસ કરવા અર્થે ડભોઈ આવતા હોય છે. જેમાં સાથે અભ્યાસ કર
Advertisement
વડોદરા (Vadodara) જીલ્લાના ડભોઇમાં સાથે અભ્યાસ કરતી યુવતીઓ સામે ખરાબ નજરે જેવાના મામલે મામલો બિચક્યા બાદ કોલેજમાં અભ્યાસ કરતા યુવાન સહિત 8 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ છે.
યુવાને ઠપકો આપ્યો હતો.
ડભોઈ ખાતે આવેલ સી.એન.પી.એફ. આર્ટસ એન્ડ સાન્યસ કોલેજમાં રાહુલ ગુરુજી ડુ.ભીલ સાથે તેમની વસાહતમાં રહેતી અન્ય ત્રણ યુવતીઓ સાથે ભેગાં મળી અભ્યાસ કરવા અર્થે ડભોઈ આવતા હોય છે. જેમાં સાથે અભ્યાસ કરતો રિઝવાન નામનો યુવાન આ રાહુલની સાથે આવતી યુવતીઓ સામે ખરાબ નજરે જોતો હોઈ રાહુલે તે યુવાનને સમજાવી જણાવેલ કે, તું અમારા ગામની મારી સાથે આવતી યુવતીઓ તરફ ખરાબ દાનત રાખે છે અને ખરાબ નજરે જુએ છે, તેણે ઠપકો આપ્યો હતો.
યુવકને માર માર્યો
જે બાદ આ રિઝવાન અને અન્ય આઠ યુવાનોએ ડેપો પાસે રાહુલને બોલાવી ધોલધપાટ કરી જાતિવિષયક અપશબ્દો બોલતા સમગ્ર મામલો ગરમાયો હતો. ત્યારબાદ રાહુલ અને આ અન્ય ત્રણ યુવતીઓ વેરાઈમાતા વસાહત જતાં રહેલા. જયાં તેમની વસાહતના અને તેમનાં સમાજના અગ્રણીઓ સાથે આ સમગ્ર ઘટના બાબતે વાતચીત કરી હતી અને હવે આગળ શું કરવું ? જેનો વિચાર વિર્મશ કર્યા બાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ કરવાનું નક્કી થતાં આ યુવાન રાહુલ ડુ.ભીલ તેમના આગેવાનો સાથે પોલીસ ફરિયાદ આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસમાં ફરિયાદ
ડભોઇ નગરમાં વિધાર્થી અને તેની સાથેના યુવાનો સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં જ સોપો પડી જવા પામ્યો છે. આમ, રિઝવાન સહિત તેની સાથેના આઠ યુવાનો સામે પોલીસ તંત્ર એ આગળની તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે .ડભોઈ નગરમાં બનેલાં આ બનાવને લઈ તરેહ તરેહની ચર્ચાઓ ઉભી પામી છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


