Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક એવું મંદિર કે જ્યાં ખંડિત મૂર્તિની કરાય છે પૂજા

દરેક ધાર્મિક સ્થાન પાછળ તેની કોઈ ને કોઈ પૌરાણિક કહાની જરૂર હોય છે.ત્યારે વડોદરા ના જુનિઘડી સ્થિત બિરાજમાન ભદ્રકાળી માતાના મંદિરની પણ ખૂબ જ રસપ્રદ વાર્તા છે જે જાણીને તમને પણ અહીંની એક મુલાકાત લઈ માતાજીના દર્શન કરવાની ઈચ્છા જરૂર થશે. તો આવો વડોદરાના જુનિઘડી વિસ્તારમાં બિરાજમાન ભદ્રકાળી તેમજ મહાકાલી માતાના દર્શન કરી જાણીએ અહીંની અદભુત દંત કથા.વડોદરા શહેર એ સંસ્કારી નગરી તરીકે à
એક એવું મંદિર કે જ્યાં ખંડિત મૂર્તિની કરાય છે પૂજા
Advertisement
દરેક ધાર્મિક સ્થાન પાછળ તેની કોઈ ને કોઈ પૌરાણિક કહાની જરૂર હોય છે.ત્યારે વડોદરા ના જુનિઘડી સ્થિત બિરાજમાન ભદ્રકાળી માતાના મંદિરની પણ ખૂબ જ રસપ્રદ વાર્તા છે જે જાણીને તમને પણ અહીંની એક મુલાકાત લઈ માતાજીના દર્શન કરવાની ઈચ્છા જરૂર થશે. તો આવો વડોદરાના જુનિઘડી વિસ્તારમાં બિરાજમાન ભદ્રકાળી તેમજ મહાકાલી માતાના દર્શન કરી જાણીએ અહીંની અદભુત દંત કથા.
વડોદરા શહેર એ સંસ્કારી નગરી તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે. વડોદરા શહેરમાં સંગીત પ્રેમી સહિત ધાર્મિક વૃત્તિના લોકો વસવાટ કરે છે ગુજરાતનું આ એક માત્ર શહેર એવું છે કે જેની સાથે ઇતિહાસનો ગેહરો નાતો છે. આજે આપણે શહેરના જુનિઘડી સ્થિત બિરાજમાન ભદ્રકાળી માતાના મંદિર વિશે વાત કરીશું. 
એક દંત કથા અનુસાર વડોદરા શહેરમાં ગાયકવાડી શાસન આવ્યું ત્યારે શ્રીમંત દામજીરાવ સ્ટેટના મહારાજા હતા. મહારાજા તેમના પરિવાર સાથે માંડવી સ્થિત નઝર બાગ પેલેસમાં રહેતા હતા. ગાયકવાડી શાસનમાં હાલના શહેરના ચાર દરવાજા વિસ્તારને સીટી વિસ્તાર કહેવાતો હતો. જેને જૂનું વડોદરા પણ કહી શકાય. 
રાજા રજવાડાઓના સમયમાં સામાન્ય રીતે કોઈ પણ રાજ્ય હોય ત્યાં ચારે તરફ કિલ્લાઓ હોય તેમજ વડોદરામાં પણ રાજ્યના ચાર મુખ્ય પ્રવેશ દ્વાર હતા જેને આજે લોકો ચાર દરવાજા વિસ્તાર તરીકે ઓળખે છે. રાજ્યના પ્રવેશ દ્વાર નીચે રાજા એક ગુપ્ત માર્ગ બનાવતા જેનો ઉપયોગ તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જવા કરતા.
વડોદરાના મહારાજા મહાકાળી માતાના પરમ ભક્ત હોવાના કારણે તેમને ભદ્રકચેરી કે જ્યાં વડોદરા સ્ટેટમાં પ્રવેશવાનો મુખ્ય દ્વાર હતો એ દ્વાર નીચેથી ખુફિયા માર્ગ બનાવ્યો હતો જે માર્ગ સીધો પાવાગઢ જતો. મહારાજા આ માર્ગ મારફતે પાવાગઢ મહાકાળી માતાના દર્શન હેતુ જતા.
એક વાર મહારાજાએ મહાકાળી માતાને અરજ કરી કે હે માં તમે જો મારી ભક્તિથી પ્રભાવિત થયા હોય તો એક વખત મારા રાજ્યમાં આવી રાજ્યની ભૂમિને પવિત્ર કરો જેથી રાજ્યની પ્રજાના તમામ દુઃખ દર્દ દૂર થાય. જેથી રાજાની અરજ સાંભળી એક રોજ મહાકાળી મા મધરાત્રી એ રાજ્યના ગુપ્ત માર્ગે વડોદરા રાજ્યના મુખ્ય દ્વાર પર આવ્યા અને દરવાજા ખટખટાવ્યા.
ત્યાં હાજર સિપાહીએ સવાલ કરતા માતાજીએ પોતાની ઓળખ આપી પરંતુ સિપાહીને ભરોસો ન બેસતા માતાજીએ એ સિપાહી ને પરચો બતાવ્યો. જેથી સિપાહીએ માતાજી પાસે વચન લીધું કે જ્યાં સુધી હું મહારાજાને લઈ પરત ન ફરું ત્યાં સુધી તેઓ આ સ્થળ નહીં છોડે.
માતાજી પાસે વચન લીધા બાદ સિપાહી મહારાજા પાસે ગયા અને મહાકાળી મા દ્વાર પર આવ્યા હોવાનો સંદેશો આપ્યો અને સમગ્ર વાત જણાવી. સિપાહીની વાત સાંભળી સેનાપતિની દાનત બગડી અને તેને મહારાજાને જણાવ્યું કે વચન પ્રમાણે આ સિપાહી તમને માતાજી પાસે લઈ જાય તો જ માતાજી સ્થળ છોડશે.
જેથી માતાજીને કાયમ માટે વડોદરા સ્ટેટમાં રોકી લેવા સેનાપતિ દ્વારા સિપાહીની હત્યા કરી દેવામાં આવી અને બાદમાં મહારાજા અને સેનાપતિ મહાકાળી મા પાસે ગયા. જ્યાં મહાકાળી માતાજીએ સિપાહીને બોલાવો તો હું મારા નિયત સ્થળ પાવાગઢ જાઉ તેમ રાજાને કહેતા રાજાએ પોતે કરેલા કપટની કબૂલાત મહાકાળી મા સમક્ષ કરી.
જેથી રાજાના કપટથી દુઃખી થયેલા મહાકાળી મા અહીંયા ચંદન સ્વરૂપે બિરાજમાન થયા અને ત્યારથી જ આ પ્રવેશ દ્વાર ને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો આજે પણ શહેરના જુનિઘડી વિસ્તારમાં આ પ્રવેશ દ્વારના કેટલાક અંશો હાજર છે. ગેટના પ્રવેશ દ્વાર પર સૈનિકો માટે બનાવેલા બે ગોખલામાં કાળ ભૈરવની સ્થાપના પણ કરવામાં આવી છે.
વર્ષો બાદ ગાયકવાડી શાસન વિત્યું, અંગ્રેજોનું શાસન આવ્યું એને પણ ઘણા વર્ષો વિત્યા બાદ ભારત સરકારનું શાસન આવ્યું ત્યારે સરકાર દ્વારા વડોદરા શહેરના હરણી વિસ્તારમાં એરપોર્ટનું કામ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એ સમયે આધુનિક ઉપકરણો ન હોવાના કારણે વડોદરા સ્ટેટના દ્વાર ગણાતા ચાર દરવાજા વિમાનની ઉડાનમાં નડતર રૂપ સાબિત થતા હોઈ સરકાર દ્વારા મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા કિલ્લાને તોડી ત્યાના કાટમાળને એરપોર્ટની જમીનમાં પુરાણ માટે ઉપયોગમાં લેવા લાગ્યા. હાલ જ્યાં મહાકાળી માતાનું મંદિર છે ત્યાં બાજુ મા જ એક કોટ(મહાકાય દીવાલ) હતો. 
આ કોટને તોડવાનું કામ ચાલુ જ હતું દરમિયાન એમાંથી અચાનક ભમરાઓ ઉડવા લાગ્યા અને એક ભેદી ધડાકો થયો જેમાં સેંકડો મજૂરો ઇજાગ્રસ્ત પણ થયા હતા. બાદમાં ત્યાં તપાસ કરતા સ્વયંભૂ પ્રકટ થયેલી ભદ્રકાળી માતાની મૂર્તિ મળી આવી. મજૂરો દ્વારા ખોદકામ માટે જે તીક્ષ્ણ ઓજારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ઓજાર વાગી જતા ભદ્રકાળી માતાની મૂર્તિનું નાક તૂટી ગયું હતું. આજે પણ આ ભદ્રકાળી મંદિરમાં સ્થાપિત મૂર્તિનું નાક ખંડિત થયેલું જોવા મળે છે.
હિન્દૂ શાસ્ત્રો મુજબ ક્યારેય પણ ખંડિત મૂર્તિની સ્થાપના ન કરી શકાય જેથી જ અહીંયા ખંડિત મૂર્તિ સાથે ભદ્રકાળી માતાની બીજી આબેહૂબ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
Tags :
Advertisement

.

×