Vadodara: નશામાં ધૂત કારચાલકે ટૂ-વ્હીલર દંપતીને અડફેટે લીધા, કારચાલકની અટકાયત
- વડોદરા (Vadodara) શહેરમા વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો બનાવ બન્યો
- નશામાં ધૂત કાર ચાલક એ ટુ વ્હીલર ચાલક દંપત્તિ ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
- હેવમોર સર્કલ પાસે ટુ વહીલર ચાલક ને અડફેટે લીધા બાદ કાર ચાલક ભાગી ગયો
- કાર ચાલકને વાસણા રોડ પરથી ઝડપી પડાયો
- નશામાં ધૂત કાર ચાલકને જે.પી રોડ પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી
Vadodara: વડોદરા (Vadodara) શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં નશામાં ધૂત કારચાલકે હેવમોર સર્કલ પાસે ટૂ-વ્હીલર પર સવાર દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો, પરંતુ જે.પી. રોડ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વાસણા રોડ પરથી તેને ઝડપી પાડ્યો હતો.આ ઘટના રાત્રીના સમયે બની હતી. કારચાલક નશાની હાલતમાં ઝડપથી વાહન ચલાવતો હતો, જેના કારણે તેણે ટૂ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી.
વડોદરા (Vadodara) શહેરમા વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો બનાવ બન્યો
અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કારચાલકની અટકાયત કરી છે અને આરોપી વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ અકસ્માત સર્જવા માટે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ બન્યા છે આવા બનાવો
નોંધનીય છે કે, વડોદરામાં આવા અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. હમણાં જ ડિસેમ્બરમાં અજવા રોડ પર નશામાં ધૂત કારચાલકે બુલેટ બાઇકને ટક્કર મારી એક યુવાનને ગંભીર ઈજા પહોંચાડી હતી. તે પહેલાં માણેજા વિસ્તારમાં ડોક્ટરે સ્પીડિંગ કારથી સિક્યુરિટી ગાર્ડને કચડી નાખ્યો હતો. આ વર્ષે માર્ચમાં કારેલીબાગમાં રક્ષિત ચોરસિયા નામના યુવાને નશામાં કાર ચલાવી એક મહિલાનું મોત નીપજાવ્યું હતું અને અન્યને ઈજા પહોંચાડી હતી.
ઘટનાઓએ શહેરમાં રોષ ફેલાવ્યો
આ ઘટનાઓએ શહેરમાં રોષ ફેલાવ્યો છે અને કડક કાર્યવાહીની માંગ વધી છે. લોકો માંગ કરે છે કે આરોપીઓને કડક સજા થવી જોઈએ જેથી અન્યને બોધપાઠ મળે. આવી ઘટનાઓથી રસ્તા પરની સુરક્ષા પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Surat માં હૃદયદ્રાવક ઘટના,નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું, માતાની શોધ શરૂ


