Baroda Dairy : ભાવફેર મુદ્દે કલેક્ટર ઓફિસે બેઠક, ચેરમેન દિનેશ પટેલ અને MLA કેતન ઇનામદાર વચ્ચે ચેલેન્જ વોર!
- Baroda Dairy નાં ભાવફેર મુદ્દે કલેક્ટર ઓફિસે બેઠક મળી
- સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારનું મોટું નિવેદન
- દીનુ મામા સમય, તારીખ અને જગ્યા નક્કી કરે : MLA
- બેઠક બાદ બરોડા ડેરીનાં ચેરમેન દિનેશ પટેલનું નિવેદન
- "ધારાસભ્યોના સૂચનોનું અમલ કરવા અમે પ્રયાસ કરીશું"
Baroda Dairy : વડોદરામાં બરોડા ડેરીનાં ભાવફેર મુદ્દે કલેક્ટર ઓફિસે મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં બરોડા ડેરીનાં ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel), વીસી, ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં ડેરીની આગામી AGM અને ચૂંટણીને લઈ ચર્ચા કરાઈ હોવાની માહિતી છે. બેઠક બાદ બરોડા ડેરીનાં ચેરમેન દિનેશ પટેલ અને સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારનું (Ketan Inamdar) મોટું નિવેદન સામે આવ્યું છે.
ધારાસભ્યોના સૂચનોનું અમલ કરવા અમે પ્રયાસ કરીશું : દિનેશ પટેલ
વડોદરામાં બરોડા ડેરીનાં ભાવફેર સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરવા માટે વડોદરાનાં (Vadodara) ધારાસભ્યોની કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી જે કલેક્ટર ઓફિસ ખાતે થઈ હતી. આ બેઠકમાં ડેરીની (Baroda Dairy) આગામી AGM અને ચૂંટણીને લઈ ચર્ચા કરાઈ હોવાની માહિતી છે. જો કે, બેઠક બાદ બરોડા ડેરીનાં ચેરમેન દિનેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. દિનેશ પટેલે જણાવ્યું કે, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ડેવલપમેન્ટની બેઠક હતી. બનાસ ડેરીએ 2900 કરોડનો ભાવફેર આપ્યો છે. જ્યારે બરોડા ડેરીનો 1400 કરોડનું વાર્ષિક ટર્નઓવર છે. ત્યારે બનાસ ડેરી જેટલો ભાવફેર કેવી રીતે આપીશું ? દિનેશ પટેલે કહ્યું કે, ધારાસભ્યોના સૂચનોનું અમલ કરવા અમે પ્રયાસ કરીશું.
ડેરી મુદ્દે આજે પણ દિનેશ પટેલ સાથે ચર્ચા કરવા તૈયાર છું : કેતન ઇનામદાર
બીજી તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) જણાવ્યું કે, બનાસ ડેરી જેટલી ભાવફેરની રકમ ચૂકવે તેવી માગ કરી છે. AGM માં પશુપાલકોનાં હિતમાં નિર્ણય લેવાય. તેમણે કહ્યું કે, ડેરી મુદ્દે આજે પણ દિનેશ પટેલ સાથે ચર્ચા કરવા તૈયાર છું. દીનુ મામા સમય, તારીખ અને જગ્યા નક્કી કરે. બધુ કામ છોડી ડિબેટ કરવા આવી જઈશ. નોંધનીય છે કે, આ પહેલા પણ બરોડા ડેરીમાં ગેરરીતિ (Baroda Dairy Controversy) મુદ્દે સાવલીનાં ધારાસભ્ય કેતન ઈનામદાર અને બરોડા ડેરીનાં ચેરમેન દિનેશ પટેલે એકબીજાને ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે ચેલેન્જ આપી હતી.
આ પણ વાંચો - Baroda Dairy Controversy : ડેરીની ચૂંટણી બની 'ચેલેન્જ'ની ચૂંટણી! એકનો વાર બીજાનો વળતો પ્રહાર!
Baroda Dairy નાં પૂર્વ પ્રમુખ અજિત ઠાકોરને દીનુ મામાએ આપી હતી ચેલેન્જ
સમગ્ર મામલાની વાત કરીએ તો સ્વાતંત્ર્ય દિવસ (79th Independence Day) નિમિત્તે બરોડા ડેરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ડેરીના પ્રમુખ દીનુ મામાએ (Dinu Mama) ધ્વજવંદન કર્યા બાદ પોતાનાં સંબોધન દરમિયાન વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને ડેરીનાં પૂર્વ પ્રમુખ અજીતસિંહ ઠાકોરને ચેલેન્જ આપી કહ્યું હતું કે, ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરો. આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ. દીનુ મામાએ કહ્યું હતું કે, પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરના (Ajitsinh Thakor) તમામ આક્ષેપો પાયાવિહોણા છે. આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું તેનો ખુલાસો કરો. સીધી રીતે ચાલતી સંસ્થાને મહેરબાની કરીને હેરાન ન કરો. 13 વર્ષમાં દૂધનાં ટર્નઓવરમાં વધારો થયો છે. કોગ્રેસનાં સમયમાં 1134 મંડળી હતી, અત્યારે હવે 1196 મંડળી છે.
આ પણ વાંચો - Rajkot : બી.એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત
ડેરીનાં ચેરમેન લોકોને ધાકધમકીઓ આપી રહ્યા છેઃ અજિતસિંહ
જો કે, દીનુ મામાની આ ચેલેન્જ બાદ બરોડા ડેરીનાં પૂર્વ ચેરમેન અજિતસિંહ ઠાકોરે (Ajitsinh Thakor) વળતો વાર કર્યો હતો. તેમણે આરોપો સાથે કહ્યું કે, બરોડા ડેરીમાં માત્ર બે લોકો વહીવટ કરી રહ્યા છે. ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. અમે નહીં, સભાસદો ડેરીના વહીવટદારો સામે મેદાને છે. અમે તો માત્ર ભોળા સભાસદોને ટેકો આપી રહ્યા છીએ. અજિતસિંહે એવો પણ આક્ષેપ કર્યો કે, ડેરીનાં ચેરમેન લોકોને ધાકધમકીઓ આપી રહ્યા છે. એમના શાસનમાં કેટલીય દૂધમંડળીઓ બંધ થઈ ગઈ. સરકારનાં પેટાકાયદાઓને વહીવટદારો ઘોળીને પી ગયા છે. એમને પૂછો કે શાસન દરમિયાન કેટલી વખત પ્લાન્ટની વિઝિટ કરી ? આ સાથે અજિતસિંહે ચેલેન્જ આપી કહ્યું કે, હું પણ તેમની સાથે ખુલ્લા મંચ પર આવીને ચર્ચા કરવા તૈયાર છું.
આ પણ વાંચો - ગડ્ડી ગેંગનો આતંક ખત્મ : સુરત પોલીસે ચાનું સ્ટોલ તો શાકભાજીનો લગાવ્યો ઠેલો; ત્રણને ઝડપી પાડ્યા


