Bharuch : ધો. 10 નાપાસ શિક્ષિકાએ વિદ્યાર્થીને ગાલ પર તવેથો ચાંપી દેતા ખળભળાટ
- પૂનમ વસાવા માત્ર 10મુ નાપાસ હોવા છતાં ટ્યુશન ચલવી 9 વર્ષના બાળકને ગાલ પર ચબેથો ચોંટાડ્યો
- ટ્યુશનમાં આવતો 9 વર્ષીય બાળકના ગાલ પર ગરમ ગરમ તબેથો ચોંટાડી દેતા ગાલ પર પડ્યો નિશાન..
- બાળકને ગાલ પર તબેથો કેમ ચોંટાડ્યો તેમ કહેવા જતા ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે તેઓ ઘાટ ઉભો કરી હુમલો કરવાનો પ્રયાસ
- બાળકો મસ્તી મજાક કરતા હોવાની અદાવતે શિક્ષિકાએ નિર્દોષ બાળકના ગાલ પર ગરમ તબેથો ચોંટાડી દીધો
- ઘરમાં ટ્યુશન ચલાવતી ખાનગી ટ્યુશનની શિક્ષિકા પૂનમ વસાવાએ બાળકને ગરમ તબેથો ચોટાડ્યો
- 9 વર્ષના બાળક રાહુલ પઢિયારના ડાબા ગાલ ઉપર ગરમ તબેથો ચોંટાડી દેતા નિશાન પડ્યો
Bharuch : આજનું બાળક આવતી પેઢીનું ભાવી છે, અને એટલા માટે જ બાળકોને સારું શિક્ષણ મળે તે માટે માતા-પિતા કાળી મજૂરી કરીને પણ બાળકોને ખાનગી ટ્યુશન ક્લાસમાં ભણાવતા હોય છે, પરંતુ ભરૂચ તાલુકાના કંથારીયા ગામે 10મું નાપાસ શિક્ષિકાએ 9 વર્ષના બાળકને ગેસની સગડી ઉપર તબેથો ગરમ કરી બહેનની નજર સામે ગાલ ઉપર ચોંટાડી દેતા સમગ્ર મામલો ભરૂચ તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે.
ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે
ભરૂચ જિલ્લાના ઘણા ગામોમાં ઘરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં બાળકોને શિક્ષણ માટે વાલીઓ મોકલતા હોય છે, પરંતુ ઘણી વખત આવા શિક્ષકોના કારણે બાળકોના જીવનું જોખમ ઊભું થતું હોય, તે પ્રકારે ભરૂચ તાલુકાના કંથારીયા ગામે 10મું નાપાસ મહિલા શિક્ષિકા પુનમબેન વસાવાએ માત્ર 9 જ વર્ષના બાળકને સગળી ઉપર તબેતો ગરમ કરી ચોંટાડી દેતા બાળક તડફડીયા મારતો હોવાનું નજરે નજર તેની બહેને જોયું હોય જેથી બાળક રડતો રડતો હતો. ઘરે જતા તેના માતા પિતાએ પણ શિક્ષિકા ને ટોકવા જતા શિક્ષિકાના પરિવારજનો એ પણ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે તેઓ ઘાટ ઉભો કરી બાળકની માતા અને તેના પરિવાર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે બાળકને ગાલ ઉપર નિશાન પડી જતા માતા પિતાએ ભરૂચ તાલુકા પોલીસ પથકમાં પહોંચી શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ આપી છે.
સોજો આવી ગયો
ભરૂચ જિલ્લામાં ઘરમાં ટ્યુશન ચલાવતી શિક્ષિકાઓનું શિક્ષણ કેટલું તેવા સવાલો ઉભા થયા છે, જે શિક્ષિકા માત્ર 10મું નાપાસ થયેલી હોય તે બાળકોને સારું શિક્ષણ કેવી રીતે આપી શકે તેવા સવાલો ઉભા થયા છે, બાળકના ડાબા ગાલ ઉપર ગરમ ચબેથો શિક્ષિકાએ ચોંટાડી દેતા બાળકનો ગાલ કાળો કટ અને સોજો આવી ગયો હોય તેવું સામે આવતા, આખરે બાળકના માતા-પિતા પણ આવી શિક્ષિકાઓ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે જેથી અન્ય નિર્દોષ બાળકો સાથે આવું કૃત્ય ન થાય તેની તકેદારી રાખે તેવી માંગ કરી છે
પિતા કાળી મજૂરી કરી બાળકને અભ્યાસ કરાવતા
બાળકની માતા લોકોના ઘરકામ કરતાં અને બાળકના પિતા કાળી મજૂરી કરી બાળકને અભ્યાસ કરાવતા, પરંતુ એક શિક્ષિકાએ બાળકો મસ્તી કરતા હોવાનું કહી નિર્દોષ બાળકને સગડી ઉપર તબેથો ગરમ કરી ગાલ ઉપર ચોંટાડી દેતા બાળકને ગાલ ઉપર ગંભીર ઈજા જોવા મળી રહી છે.
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો ---- Jamnagar : એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત


