Dahod જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા, ડ્રોનની મદદથી આરોપીની ધરપકડ
- છત્તીસગઢના મુગેલીથી ગત 26 ફેબ્રુઆરીએ ડમ્પર થયુ હતુ ચોરી
- દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ડમ્પર સહિત બે ઇસમોને ઝડપી પાડયા
- પોલીસવડા દ્વારા ટ્વિટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા
Dahod જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. જેમાં છત્તીસગઢના મુગેલીથી ગત 26 ફેબ્રુઆરીએ ડમ્પર ચોરી થયુ હતુ. તેમાં દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ડમ્પર સહીત બે ઇસમોને ઝડપી પાડયા છે. અંવિતા હોટલ નજીક એક ફોર વ્હીલર ગાડીમા એક શંકાસ્પદ ઇસમનો પીછો કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તેમાં હરીયાણાના બે ઇસમો સહીત દાહોદ LCBએ ડમ્પર કબજે કયુઁ છે.
પોલીસવડા દ્વારા ટ્વિટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા
રાજયના પોલીસવડા દ્વારા ટ્વિટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. જેમાં વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોન ની મદદથી ગુન્હો ઉકેલયો છે. તેમાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં છત્તીસગઢના મુગેલીથી ડમ્પર ચોરી કરીને બે આરોપીઓ ગુજરાતની બોર્ડર પર પહોંચ્યા છે, ત્યારે પોલીસે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી હતી કે બન્ને આરોપીઓ ખેતરમાં ઘુસી ગયા છે અને ખેતરની વચ્ચે બેઠા છે ત્યારે પોલીસે ડ્રોન ઉડાવી આરોપીઓને ખેતરની અંદર જઈને ઝડપી પાડયા છે. જેમાં દાહોદ પોલીસે વધુ એક વખત ડ્રોન ઉડાવીને આરોપીઓને ઝડપી પાડયા છે.
અગાઉ ડ્રોનની મદદથી ગાંજો ઝડપ્યો હતો
દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડ્રોન કેમેરાની મદદથી નાડાતોડ ગામમાંથી 79 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પાડ્યો હતો. જેમાં બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધની તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપીએ ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. જ્યારે તેનો પૌત્ર સૂકા ગાંજાનું પેકિંગ કરીને વેચાણ કરતો હતો. બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad : શહેરમાં કેફેની આડમાં ચાલતુ ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું