Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છોટાઉદેપુર : MGVCLની 18 ટીમોએ ધામા નાખી તપાસ આદરતા 42.97 લાખની ગેરરીતિનો મામલો સામે આવ્યો

વહેલી સવારથી જ એમજીવીસીએલની 18 ટીમો વીજ ચોરી ચેકિંગ મામલે ઉતરી પડી અને 399 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરાવું હતું
છોટાઉદેપુર   mgvclની 18 ટીમોએ ધામા નાખી તપાસ આદરતા 42 97 લાખની ગેરરીતિનો મામલો સામે આવ્યો
Advertisement
  • પંથકમાં સવારથી જ એમજીવીસીએલની 18 ટીમો વીજ ચોરી ચેકિંગ મામલે ઉતરી
  • 29 વીજ જોડાણોમાં ગેરરીતીનો મામલો સામે આવતા 42.97 લાખનો દંડ ફટકાર્યા
  • અનેક વખત વર્ષ દરમિયાન અલગ-અલગ સ્થળોએ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે

Chhota Udepur : છોટાઉદેપુર પંથકમાં બુધવારે વહેલી સવારથી જ એમજીવીસીએલની 18 ટીમો વીજ ચોરી ચેકિંગ મામલે ઉતરી પડી હતી. અને 399 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરાવું હતું. જેમાં 29 વીજ જોડાણોમાં ગેરરીતીનો મામલો સામે આવતા 42.97 લાખનો દંડ ફટકાર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેને લઇ વીજ ચોરી કરી એસીમાં આરામ કરવા રાચતા કે કંપનીને આર્થિક નુકસાનમાં ધકેલવાની મેલી મુરાદ રાખતા વીજચોર આલમમાં ફફડાટ ફેલાયો છે.

અનેક વખત વર્ષ દરમિયાન અલગ-અલગ સ્થળોએ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે

વીજચોરી મામલે અનેક વખત વર્ષ દરમિયાન અલગ-અલગ સ્થળોએ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અને જેમાં લાખો રૂપિયાની ગેરરીતીના મામલે દંડ કરવામાં આવે છે. અને અનેક વીજ જોડાણમાં વીજ ચોરી સામે આવે છે. જેમાં જો કે કંપની દ્વારા વસૂલાત પણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા વર્ષની વાત કરીએ તો કુલ 2311 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. અને 103 વીજ જોડાણમાં ગેરરીતીના કેસો સામે આવ્યા હતા. જે અંતર્ગત બે 47.89 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ દર વખતની રેડમાં સેકડો મીટર ચેક કરવામાં આવે છે. અને લાખો રૂપિયા દંડ કરવામાં આવે છે. છતાં પણ વીજ ચોરોના આંકડાઓ ઘટતા નથી. ત્યારે કંપની દ્વારા દાખલાઓ બેસે એવા નિર્ણયો લઈ આવા વીજ ચોરોને ડામવા જોઈએ તો જ ખરા અર્થમાં વીજ ચોરી અટકી શકે તેમ છે.

Advertisement

18 મેના રોજ વસેડી સબ સ્ટેશનમાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

આગામી ચોમાસાને ધ્યાને રાખી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવનાર હોય આગામી 18 મે ના રોજ વસેડી સબ સ્ટેશનમાં આવતા તમામ ફીડરો બંધ રહેશે હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ કામગીરીમાં ડિવિઝન કક્ષાએથી કોન્ટ્રાક્ટરની અને છોટાઉદેપુરની ટીમ પ્રીમોનસૂન કામગીરી કરશે. પ્રજાને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે કંપની દ્વારા છોટાઉદેપુર ટાઉનમાં અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ હાથ ઉપર લેવાયો છે. અને મેક્સિમમ એક વર્ષમાં પૂરો કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જેમાં ફર્સ્ટ પ્રાયોરિટી છોટાઉદેપુર ટાઉનને આપવામાં આવી છે. જેનાથી વીજ પુરવઠામાં કોઈ ખામી સર્જવાના ચાન્સ નહીવત બને છે. અને થાય તો પણ તેના સોલ્યુશન માટેની કામગીરીમાં સરળતા અને વેગ મળે છે.

Advertisement

અહેવાલ : તોફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Punjab : સરહદ પર દાણચોરીનું કાવતરું નિષ્ફળ, BSFએ ડ્રોન, પિસ્તોલ અને હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો

Tags :
Advertisement

.

×