Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cough Syrup: વડોદરામાં બાળકોને અપાતી કફ સીરપ કેસમાં મોટો ખુલાસો

Cough Syrup: ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે કરી ધરપકડ અશ્વિન પનોતે બે બાળકોને કફ સીરપ આપતા તબિયત લથડી હતી Cough Syrup: વડોદરામાં બાળકોને કફ સીરપ કેસમાં મોટો ખુલાસો થયો છે....
cough syrup  વડોદરામાં બાળકોને અપાતી કફ સીરપ કેસમાં મોટો ખુલાસો
Advertisement
  • Cough Syrup: ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું
  • ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે કરી ધરપકડ
  • અશ્વિન પનોતે બે બાળકોને કફ સીરપ આપતા તબિયત લથડી હતી

Cough Syrup: વડોદરામાં બાળકોને કફ સીરપ કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે. આખરે આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેમાં ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે. અશ્વિન પનોતે બે બાળકોને કફ સીરપ આપતા તબિયત લથડી હતી. ગઈકાલથી જુદા જુદા વિભાગો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર પાસે દવા રાખવાનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે.

મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સિરપ!

મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સિરપ! બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ! વડોદરાના સીતાપુરમાં કફ સિરપથી બે બાળકની તબિયત ગંભીર બની હતી. હાલમાં બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિરપના કારણે ખેંચ અને અનકોન્સિયસ જેવા લક્ષણો છે. તથા તાવ, ખાંસી આવતા BHMS ડોક્ટરે સિરપ આપી હતી. બંને બાળકો શ્રમજીવી પરિવારના હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Cough Syrup: વધુ પડતો ડોઝ કે પ્રતિબંધિત સિરપને લઈ સવાલ ઉભા થયા

વધુ પડતો ડોઝ કે પ્રતિબંધિત સિરપને લઈ સવાલ ઉભા થયા છે. ત્યારે સીરપ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી બહાર પાડી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે કફ સિરપના પીવાથી બાળકોના મૃત્યુની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) એ સ્પષ્ટ કહ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ અને શરદીની દવા સિરપ આપવી જોઈએ નહીં.

Advertisement

બાળકોના મોત અંગે સરકારે જાહેર કરી એડવાઇઝરી

સરકારે કહ્યું છે કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ આ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવતી નથી. કોઈ પણ દવાના ઉપયોગ માટે સાવચેતીપૂર્વક તબીબી મૂલ્યાંકન કડક દેખરેખ અને યોગ્ય ડોઝનું કડકપણે પાલન થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે પ્રતિબંધિત કફ સિરપ પીવાથી કુલ 11 બાળકોના મોત થયા છે. એકલા છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક વધીને નવ થયો હોવાનું માનવામાં આવે છે. એસોસિયેટ પ્રોફેસર ડૉ. પવન નંદુરકરના જણાવ્યા મુજબ, મૃત્યુ અને કિડનીની ઈજાનો કેસ 'કોલ્ડ્રિફ' કફ સિરપ સાથે જોડાયેલો છે.

આરોગ્ય વિભાગે આપ્યું આ નિવેદન

જોકે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટતા મુજબ, મૃત્યુ બાદ એકત્ર કરાયેલા કફ સિરપના નમૂનાઓમાં કિડનીને નુકસાન પહોંચાડતા જાણીતા રસાયણો ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) કે ઇથિલિન ગ્લાયકોલ (EG) નો કોઈ અંશ મળ્યો નથી. ભલે સેમ્પલમાં ઝેરી તત્ત્વ ન મળ્યું હોય, તેમ છતાં ColdRif અને Nextro-DS કફ સિરપનું વેચાણ અને વિતરણ તેની અંતિમ તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી રોકી દેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કફ સિરપ સિવાય મૃત્યુના અન્ય સંભવિત કારણોની પણ તપાસ ચાલી રહી છે. NCDC, NIV અને CDSCO ના પ્રતિનિધિઓ સહિતની એક સંયુક્ત નિષ્ણાત ટીમ ઘટનાસ્થળની મુલાકાત લઈ ચૂકી છે અને પાણીના નમૂનાઓ, કીટ વાહકો (Mosquitoes) અને શ્વસન નમૂનાઓ સહિત વિવિધ સેમ્પલની સઘન તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Gujarat Cabinet Expansion : રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ મામલે સૌથી મોટા સમાચાર

Tags :
Advertisement

.

×