Dahod : લીમખેડાની મોર્ડન સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ઝેરી સાપનું રેસ્કયૂ કરાતા હોબાળો મચ્યો
- દાહોદના લીમખેડામાં મોર્ડન સ્કૂલમાં ઝેરી સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
- વિદ્યાર્થીઓની હાજરીમાં જ કરવામાં આવ્યું ખતરનાક સ્નેક રેસ્ક્યૂ
- કોઈ અનિચ્છનીય બનાવ બને તો વિદ્યાર્થીની સુરક્ષાનું જવાબદાર કોણ ?
- વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતા બેદરકાર અધિકારીઓ સામે પગલાં ક્યારે લેવાશે ?
Dahod : લીમખેડાની મોર્ડન સ્કૂલમાં એક એવી ઘટના ઘટી હતી કે જેના પરથી શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા (Student Safety) પર સવાલ ઉઠ્યા છે. મોર્ડન સ્કૂલમાં એક ઝેરી સાપ આવી ચઢતા તેનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. જો કે આ સ્નેક રેસ્ક્યૂ વખતે વિદ્યાર્થીઓ સ્થળ પર હાજર રહેતા હોબાળો મચી ગયો છે. સ્નેક રેસ્ક્યૂ (Snake Rescue) એક જોખમી ઘટના છે. જો આ સ્થળે નાના બાળકો હાજર હોય અને સાપ હુમલો કરી બેસે તો તેનું જવાબદાર કોણ ? આવા પ્રશ્નો વાલીઓ ઉપરાંત સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યા છે.
સમગ્ર ઘટનાક્રમ
બનાવની વિગત એવી છે કે દાહોદની લીમખેડા મોર્ડન સ્કૂલમાં એક ઝેરી સાપ આવી ચઢ્યો હતો. આ ઝેરી સાપનું રેસ્કયૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક સ્નેક કેચરે મહામહેનતે સાપને સુરક્ષાપૂર્વક પકડીને સ્કૂલને ભયમુક્ત કરી હતી. જો કે આ સમગ્ર રેસ્કયૂ ઓપરેશન વખતે સ્કૂલના વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા. સ્નેક રેસ્ક્યૂ એક જોખમી ઘટના છે. આ સમયે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે તે યોગ્ય નથી. જો સ્નેક રેસ્ક્યૂ દરમિયાન સાપ છુટીને ભાગી જાય, ઉપસ્થિત વિદ્યાર્થીઓને કરડે કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ ? વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકતા આવા બેદરકાર અધિકારીઓ સામે પગલા ક્યારે લેવાશે ? આ સવાલો સમગ્ર પંથકમાં ઉઠી રહ્યા છે.
Dahod : આચાર્ય સાહેબ...આ કઈ સર્કસ થોડું ચાલે છે! । Gujarat First
દાહોદના લીમખેડાની મોર્ડન સ્કૂલને બેદરકારી સાથે નાતો!
લીમખેડાની મોર્ડન સ્કૂલમાં નીકળ્યો ઝેરી સાપ
સ્કૂલમાં ઝેરી સાપ નીકળતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ
આખરે સાપને પકડતા વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ
વિદ્યાર્થીની… pic.twitter.com/PQPa0CrybJ— Gujarat First (@GujaratFirst) July 19, 2025
આ પણ વાંચોઃ Rajkot : Gujarat First ના અહેવાલની ધારદાર અસર, મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ
અગાઉ વિદ્યાર્થીનીઓને થયું હતું ફૂડ પોઈઝનિંગ
લીમખેડાની મોર્ડન સ્કૂલ અગાઉ પણ ચર્ચામાં આવી હતી. એ સમયે મોર્ડન સ્કુલના કમ્પાઉન્ડમાં ચાલતી GLRS સ્કૂલની 100થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ સ્કૂલમાં થતી આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. અવારનવાર આવા પ્રસંગોને કારણે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. પહેલા ફૂડ પોઈઝનિંગ અને હવે વિદ્યાર્થીઓની હાજરીમાં સ્નેક રેસ્કયૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gandhinagar : મુખ્યમંત્રી કાર્યાલય- CMO ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, યુદ્ધના ધોરણે તપાસ શરુ


