Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Baroda Dairy Controversy : ડેરીની ચૂંટણી બની 'ચેલેન્જ'ની ચૂંટણી! એકનો વાર બીજાનો વળતો પ્રહાર!

ડેરીનાં પૂર્વ ચેરમેન અજિતસિંહ ઠાકોરે પણ વળતો પ્રહાર કર્યો છે. આ મુદ્દે હવે સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારની પણ એન્ટ્રી થઈ છે.
baroda dairy controversy   ડેરીની ચૂંટણી બની  ચેલેન્જ ની ચૂંટણી  એકનો વાર બીજાનો વળતો પ્રહાર
Advertisement
  1. બરોડા ડેરીની ચૂંટણી આવતા જ ગરમાયું રાજકારણ (Baroda Dairy Controversy)
  2. બરોડા ડેરીની ચૂંટણી પહેલા ચેલેન્જની રાજનીતિ શરૂ
  3. બરોડા ડેરીમાં ગેરરીતિ મુદ્દે સાવલીના ધારાસભ્ય મેદાનમાં
  4. દીનુ મામાની ચેલેન્જને સ્વીકારવા તૈયારઃ કેતન ઈનામદાર
  5. આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ: દીનુ મામા
  6. ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યોઃ અજિતસિંહ ઠાકોર

Vadodara : બરોડા ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાયું છે. હાથ જ પડકારની રાજનીતિ પણ શરૂ થઈ છે. બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનાં (Baroda Dairy Controversy) આરોપ બાદ ડેરી પ્રમુખ દીનુ મામાએ (Dinu Mama) વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે ડેરીનાં પૂર્વ ચેરમેન અજિતસિંહ ઠાકોરે પણ વળતો પ્રહાર કર્યો છે. આ મુદ્દે હવે સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારની (Ketan Inamdar) પણ એન્ટ્રી થઈ છે. તેમણે દીનુ મામાની ચેલેન્જનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, દીનુ મામા તારીખ અને સમય જાહેર કરે, હું તેમની સામે બેસીને જવાબ આપવા તૈયાર છું.

દીનુ મામા તારીખ અને સમય જાહેર કરેઃ કેતન ઈનામદાર

બરોડા ડેરીમાં ગેરરીતિ (Baroda Dairy Controversy) મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર મેદાને આવ્યા છે. તેમણે ડેરી પ્રમુખ દીનુ મામાની ચેલેન્જને સ્વીકાર કરી કહ્યું કે, દીનુ મામાની સામે બેસી જવાબ આપવા તૈયાર છું. દીનુ મામા માત્ર તારીખ અને સમય જાહેર કરે. કેતન ઇમાનદારે કહ્યું કે, 4 તારીખે સાધારણ સભા પહેલા એમના સમયે એમના દિવસે હું બધું કામ છોડી હાજર રહેવા તૈયાર છું. તેમણે કહ્યું કે, આ કોઈ રાજકીય મુદ્દો ન બનાવી માત્ર પશુપાલકોના હિતનું ધ્યાન રાખવું જોઈએ. હું જાહેર મંચ પર બેસી તમામ સાબિતી આપવા તૈયાર છું.

Advertisement

Advertisement

 આ પણ વાંચો - ગૃહમંત્રીની મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે દેશનું પહેલું સાયબર ક્રાઇમ યુનિટ

Baroda Dairy નાં પૂર્વ પ્રમુખ અજિત ઠાકોરને દીનુ મામાએ આપી ચેલેન્જ

સમગ્ર મામલાની વાત કરીએ તો સ્વાતંત્ર્ય દિવસ (79th Independence Day) નિમિત્તે બરોડા ડેરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ડેરીના પ્રમુખ દીનુ મામાએ (Dinu Mama) ધ્વજવંદન કર્યા બાદ પોતાનાં સંબોધન દરમિયાન વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને ડેરીનાં પૂર્વ પ્રમુખ અજીતસિંહ ઠાકોરને ચેલેન્જ આપી કહ્યું હતું કે, ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરો. આક્ષેપ સિદ્ધ નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ. દીનુ મામાએ કહ્યું હતું કે, પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરના (Ajitsinh Thakor) તમામ આક્ષેપો પાયાવિહોણા છે. આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું તેનો ખુલાસો કરો. સીધી રીતે ચાલતી સંસ્થાને મહેરબાની કરીને હેરાન ન કરો. 13 વર્ષમાં દૂધનાં ટર્નઓવરમાં વધારો થયો છે. કોગ્રેસનાં સમયમાં 1134 મંડળી હતી, અત્યારે હવે 1196 મંડળી છે.

 આ પણ વાંચો - Vadodara : બરોડા ડેરીમાં ધ્વજવંદન બાદ પ્રમુખે વિરોધીઓને આડેહાથ લીધા

ડેરીના ચેરમેન લોકોને ધાકધમકીઓ આપી રહ્યા છેઃ અજિતસિંહ

જો કે, દીનુ મામાની આ ચેલેન્જ બાદ બરોડા ડેરીનાં પૂર્વ ચેરમેન અજિતસિંહ ઠાકોરે (Ajitsinh Thakor) વળતો વાર કર્યો હતો. તેમણે આરોપો સાથે કહ્યું કે, બરોડા ડેરીમાં માત્ર બે લોકો વહીવટ કરી રહ્યા છે. ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. અમે નહીં, સભાસદો ડેરીના વહીવટદારો સામે મેદાને છે. અમે તો માત્ર ભોળા સભાસદોને ટેકો આપી રહ્યા છીએ. અજિતસિંહે એવો પણ આક્ષેપ કર્યો કે, ડેરીનાં ચેરમેન લોકોને ધાકધમકીઓ આપી રહ્યા છે. એમના શાસનમાં કેટલીય દૂધમંડળીઓ બંધ થઈ ગઈ. સરકારનાં પેટાકાયદાઓને વહીવટદારો ઘોળીને પી ગયા છે. એમને પૂછો કે શાસન દરમિયાન કેટલી વખત પ્લાન્ટની વિઝિટ કરી ? આ સાથે અજિતસિંહે ચેલેન્જ આપી કહ્યું કે, હું પણ તેમની સાથે ખુલ્લા મંચ પર આવીને ચર્ચા કરવા તૈયાર છું.

 આ પણ વાંચો - Independence Day 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં ધ્વજ વંદન કર્યુ, રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી

Tags :
Advertisement

.

×