Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gram Panchayat Election : ગ્રામ્ય લોકશાહીને મજબૂત કરવા મતદારો ઉત્સાહી, જામનગરમાં 95 વર્ષના વૃદ્ધાએ કર્યુ મતદાન

આજે 22મી જૂન, રવિવારે ગુજરાતની 3541 ગ્રામ પંચાયતો (Gujarat Gram Panchayat Election 2025) માં સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ગ્રામ્ય લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગરમાં 95 વર્ષના વૃદ્ધાએ પોતાનો કિમતી અને પવિત્ર મત આપ્યો છે. વાંચો વિગતવાર.
gram panchayat election   ગ્રામ્ય લોકશાહીને મજબૂત કરવા મતદારો ઉત્સાહી  જામનગરમાં 95 વર્ષના વૃદ્ધાએ કર્યુ મતદાન
Advertisement
  • આજે 22મી જૂને ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે
  • આ ઉપરાંત 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે પણ થઈ રહ્યું છે મતદાન
  • આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે
  • જામનગર જિલ્લાના જાંબૂડા ખાતે 95 વર્ષીય વૃદ્ધાએ ઉત્સાહભેર કર્યુ મતદાન

Gram Panchayat Election : સમગ્ર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2025) યોજાઈ રહ્યા છે. જેમાં 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 7 કલાકથી મતદાન શરુ થયેલ સાંજે 6 કલાક સુધી યોજાશે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે.

95 વર્ષીય વૃદ્ધાએ ઉત્સાહભેર કર્યુ મતદાન

ગુજરાતના ગામડાઓમાં મતદારો પોતાના ગામ માટે યોગ્ય સરપંચને ચૂંટવા માટે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આવા જ એક ઉત્સાહી મતદાતા જામનગર (Jamnagar) જિલ્લામાં જોવા મળ્યા છે. 95 વર્ષના વૃદ્ધાએ જામનગર જિલ્લાના જાંબૂડાના બૂથ નંબર 1માં ઉત્સાહભેર મતદાન કર્યુ છે. આ મતદાન મથકે પોલીસે પણ પોતાની ફરજ સુપેરે બજાવી છે. મતદાન મથકે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીએ વૃદ્ધાને ટેકો આપીને મતદાન મથક સુધી પહોંચાડ્યા છે. 95 વર્ષના વૃદ્ધાએ પોતાનો કિમતી અને પવિત્ર મત આપીને મતદાનની બંધારણીય ફરજ બજાવી છે. આ વૃદ્ધા મતદાન માટે ઉદાસીન જણાતાં અનેક મતદારો માટે પ્રેરણારુપ બન્યા છે.

Advertisement

Advertisement

ગ્રામ્ય લોકશાહીને મજબૂત બનાવવા મતદારો ઉત્સાહી

વડોદરા (vadodara) ના ડભોઈ તાલુકામાં પણ મતદાનનો માહોલ જામ્યોછે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. 8 વર્ષ બાદ યોજાઈ રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગ્રામ્ય મતદારો ભારે ઉત્સાહી છે. વરસાદી માહોલ વચ્ચે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. ડભોઈ તાલુકાની 28 ગ્રામ પંચાયતો માટે કુલ 43 હજાર મતદાતાઓ મતદાન કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચને ચૂંટી કાઢશે. ડભોઈમાં 79 સરપંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election : આજે રાજ્યની 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે થઈ રહ્યું છે મતદાન

પોલીસકર્મીઓ માનવતા મહેકાવી

બોટાદ (Botad) જિલ્લામાં થઈ રહેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બંદોબસ્તમાં હાજર રહેલા પોલીસકર્મીઓએ માનવતા મહેકાવી છે. વૃદ્ધ મતદારોને પોલીસ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. મતદાન મથક સુધી પહોંચાડવામાં પોલીસકર્મીઓ ટેકો કરી રહ્યા છે. ભીમડાદ ગામે ફરજ બજાવતા પોલીસકર્મીઓએ વૃદ્ધાઓને સુપેરે મતદાન મથક સુધી પહોંચાડ્યા છે. વૃદ્ધ મતદાતાઓ પણ પોલીસની ફરજનિષ્ઠાને બિરદાવી રહ્યા છે.

દેત્રોજ તાલુકાના ગામડાંઓમાં મતદાન ઉત્સવ

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલા ગામડાંઓમાં મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અભૂતપૂર્વ ઉત્સાહ દાખવી રહ્યા છે. દેત્રોજમાં 12 ગ્રામ પંચાયતમાં સરપંચ અને 42 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. દરેક મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

વરસતા વરસાદમાંય મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો

રાજકોટ (Rajkot) ના જેતપુર તાલુકાની 6 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. ચાંપરાજપુર અને સેલુકા ગામમાં સરપંચ અને સભ્ય પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. નવી સાંકળી ગામમાં માત્ર સરપંચ પદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. થાણાગલોલ, મોણપર, પીઠડીયા, રેસમડીગાલોલ ગામમાં સભ્ય પદની ચૂંટણી 6 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 11 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે. ઝરમર વરસાદ વચ્ચે પણ મતદારોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ  Gandhinagar : ગુજરાત બનશે ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ, CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી નવી પોલિસી

Tags :
Advertisement

.

×