Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલના છોટાઉદેપુરમાં પડઘા, બ્રિજ ભારે વાહન માટે કરાયો બંધ
- બોડેલીનો વધુ એક બ્રિજ ભારે વાહન માટે કરાયો બંધ
- મેરિયા બ્રિજ બાદ ઓરસંગ બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ
- છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને જાહેરનામું પાડ્યું બહાર
Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલના છોટાઉદેપુરમાં પડઘા પડ્યા છે. જેમાં બોડેલીનો વધુ એક બ્રિજ ભારે વાહન માટે બંધ કરાયો છે. તેમાં મેરિયા બ્રિજ બાદ ઓરસંગ બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરાયો છે. જેમાં છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને જાહેરનામું બહાર પાડ્યુ છે. નેશનલ હાઈવે 56 પર આવેલા ઓરસંગ અને મેરિયા બ્રિજ બંધ કરતા જાહેરાનામામાં વૈકલ્પિક માર્ગો દર્શાવાયા છે.
બંને બ્રિજની માળખાકીય સ્થિતિની ચકાસણી માટે બ્રિજ બંધ કરાયા
બંને બ્રિજની માળખાકીય સ્થિતિની ચકાસણી માટે બ્રિજ બંધ કરાયા છે. ફરી એકવાર સાબિત થયું ઈમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ છોટાઉદેપુરનું તંત્ર સફાળુ જાગ્યું છે. બોડેલીના મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ છે. સાવચેતીના ભાગરૂપે મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર બંધ કરાઇ છે. જેમાં ટેક્નિકલ ટીમ દ્વારા વિઝિટ કર્યા બાદ નિર્ણય લેવાયો છે. જેમાં ત્રણ દિવસ બાદ રિપોર્ટ આવશે ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ છે.
નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલા બ્રિજને લઇ સ્થાનિકોમાં ચિંતા હતી
છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલા બ્રિજને લઇ સ્થાનિકોમાં ચિંતા હતી. ગંભીરા બ્રિજની જેમ આ બ્રિજ પણ બિસ્માર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાઈ થાય તેવી શકયતા છે. આવા અનેક બ્રિજો રાજ્યમાં છે જેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. જૂના અને જર્જરીત આ બ્રિજોને ટકાવી રાખવા ફક્ત લીપા પોતીનું લિંપણ કરાય છે. મેરિયા નદી ઉપરના આ બ્રિજ પરથી પસાર થતા એમ લાગે ગમે ત્યારે ધડામ કરતા તૂટી શકે છે. બ્રિજ પર જ્યાં જુવો ત્યાં તિરાડો અને મસ મોટા ખાડા પડી ગયા હોવાના કારણે વાહન લઈ પસાર તેવું પણ મુશ્કેલ બન્યું છે. બોડેલી નજીક આવેલ જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી પરના બ્રિજ પરથી પસાર થવું તો જાણે લોખંડના ચણા ચાવવા બરાબર લાગી રહ્યું છે. આ બ્રિજના એક ભાગ 1991માં ધરાશાઈ થયો હતો.
આ પણ વાંચો: Late Night Liquor Party: ગાડીમાં પેગ, નાસ્તો અને પાર્ટી... ગ્રામજનોએ BJP મહિલા નેતાને દારૂ પીતા પકડી


