Gujarat: MLA Chaitar Vasava જેલ મુક્તિ થતા બોલ્યા, ભાજપ અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવ્યો
- MLA Chaitar Vasava: હાઇકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા છે શરતી જામીન
- વડોદરાથી રાજપીપળા હરસિદ્ધિ માતાના કરશે દર્શન
- બપોરે 12 કલાકે મોવી ચોકડી કાર્યકર્તાઓને સંબોધશે
MLA Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જેલ મુક્તિ થઇ છે. જેમાં ચૈતર વસાવાનું સમર્થકોએ સ્વાગત કર્યું છે. હાઇકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે શરતી જામીન આપ્યા છે. જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે. વડોદરાથી રાજપીપળા હરસિદ્ધિ માતાના દર્શન કરશે. બપોરે 12 કલાકે મોવી ચોકડી કાર્યકર્તાઓને સંબોધશે.
મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જેલ બહાર ઉપસ્થિત
આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે 24 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવી ગયા છે, ચૈતર વસાવાને આવકારવા માટે મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જેલ બહાર ઉપસ્થિત રહ્યા હતાં. જેવા તેઓ જેલની બહાર આવ્યા કે, કાર્યકર્તાઓએ તેમને ઉત્સાહ પૂર્વક આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે મારા મારીના કેસના છેલ્લા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાને ગત 22 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા. હાઈકોર્ટના ન્યાયધીશ એમ.એમ મેંગડે દ્વારા અમુક શરતોને આધીન તેમના જામીન મંજુર કરાયા હતા.
MLA Chaitar Vasava | ભાજપ અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવ્યો | Gujarat First
AAPના MLA Chaitar Vasava અંતે થયા જેલમુક્ત
Narmada લાફાકાંડ કેસમાં AAPના MLA ચૈતર વસાવાને જામીન
જેલ બહાર આવ્યા બાદ MLA Chaitar Vasava નું નિવેદન
ભાજપ અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવ્યોઃ ચૈતર વસાવા
"મેં… pic.twitter.com/nP9ieSzvWL— Gujarat First (@GujaratFirst) September 24, 2025
MLA Chaitar Vasava: આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ
વસાવાને જામીન મળતા અને હવે જેલમુક્ત થતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ વસાવાની જેલમુક્તિને વધાવી રહ્યાં છે. આ પહેલા ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન આપ્યા હતાં. આ દરમિયાન વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શક્યા હતા.
શું હતો સમગ્ર મામલો ?
મહત્વપૂર્ણ છે કે, ગત જુલાઈ 2025માં ડેડિયાપાડા પ્રાંત કચેરીએ એટીવીટી (આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો)ની સંકલન સમિતિની બેઠક હતી. જેમાં ચૈતર વસાવા, ડેડિયાપાડાના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વગેરે લોકો હાજર હતા. જેમાં ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે માથાકૂટ થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો અને સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે 5 જૂલાઈ 2025ના રોજ ચૈતર વસાવાની ડેડિયાપાડાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રાજપીપળા લઈ જવામાં આવ્યા હતાં. દરમિયાન રાજપીપળા કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી, આ મામલે 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા વસાવાને શરતી જામીન આપ્યા હતા.
આ પણ વાંચો: Rajasthan: આટલી ક્રૂરતા! નવજાત શિશુના મોઢામાં પથ્થર ભરીને, ફેવીક્વિકથી સીલ કરીને જંગલમાં દાટી દેવામાં આવ્યો


