Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડાના યુવકે ઘરે બેઠા સમસ્યાનું નિરાકરણ મેળવ્યું, 'GP-SMASH' થી ત્વરિત ઉકેલ

Vadodara : યુવાને X (ટ્વિટર) પર પોલીસને ટ્વીટ કરીને ફરિયાદ કરી, બાદમાં પોલીસે કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા
કેનેડાના યુવકે ઘરે બેઠા સમસ્યાનું નિરાકરણ મેળવ્યું   gp smash  થી ત્વરિત ઉકેલ
Advertisement
  • સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં
  • 'GP-SMASH' પહેલથી વધુ એક નાગરિકને ઘરે બેઠા થયું સમસ્યાનું નિરાકરણ
  • કેનેડામાં રહેતા યુવાને X પર કરેલી ફરિયાદના આધારે ગુજરાત પોલીસે રૂ. ૬૫ હજાર પરત અપાવ્યા
  • બુકિંગ કેન્સલ કરવા છતાં વેપારી રૂપિયા પરત ન કરતા હોવાની પોસ્ટ મૂકી હતી
  • વડોદરાના વેપારીને ત્યાં પોલીસ પહોંચી ને વેપારીએ અરજદારના ફસાયેલા પૈસા પરત કરી દીધા

Vadodara : ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા શરૂ કરવામાં આવેલી 'GP-SMASH' (Gujarat Police - Social Media Monitering, Awareness and Systametic Handling) પહેલને પરિણામે વધુ એક નાગરિકને ઘરે બેઠા પોતાની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. કેનેડામાં (Canada) રહેતા આ યુવાનને લગ્નના કપડાંનું બુકિંગ (Online Cloth Booking) રદ કરવા છતાં વડોદરાના એક વેપારી (Vadodara Trader) પૈસા પરત આપતા ન હતા. યુવાને X (ટ્વિટર) પર ગુજરાત પોલીસ (Gujarat Police) ને ટ્વીટ કરીને ફરિયાદ (Complaint On Twitter) કરી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે (DIG Vikas Sahay) ગુજરાત પોલીસ (Gujarat Police) ની GP-SMASH ટીમને તથા વડોદરા પોલીસ (Vadodara Police) ની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પોતાની ફરિયાદ ટ્વીટ કરી

આયુષ નામના યુવાને વડોદરાના એક વેપારી પાસેથી લગ્ન પ્રસંગ માટે રૂ. 75,000ના કપડાં બુક કરાવ્યા હતા અને ડિપોઝિટ પણ જમા કરાવી હતી. પરંતુ, કોઈ કારણસર બુકિંગ રદ કરવું પડ્યું હતું. વડોદરાના વેપારી નાણાં પરત આપવા તૈયાર ન હતા. આ અરજદાર વિદેશમાં રહેતા હોવાથી ગુજરાત આવી શકે તેમ ન હતા. આથી, કેનેડાથી યુવાને તા.28મી ઓગસ્ટ, 2025ના રોજ સવારે 9:11 કલાકે ગુજરાત પોલીસના X હેન્ડલ @GujaratPolice પર પોતાની ફરિયાદ ટ્વીટ કરી હતી.

Advertisement

ફરિયાદી સાથે ફોન પર સંપર્ક કરીને સમગ્ર વિગતો મેળવી

ગુજરાત પોલીસને ટ્વીટ મળતાં જ ગાંધીનગરમાં ૨૪*૭ કાર્યરત GP-SMASH સ્ટેટ ટીમના પીએસઆઈ શ્રી રાહુલસિંહ ચુડાસમાએ તાત્કાલિક વડોદરા પોલીસને આ બાબતે કાર્યવાહી કરવા કોમેન્ટ કરી અને ફોન પર વાતચીત કરી. ભારત અને કેનેડાના સમયમાં લગભગ 9 કલાક અને 30 મિનિટનો તફાવત હોવાથી, વડોદરા પોલીસની ટીમે રાત્રિના સમયે ફરિયાદી સાથે ફોન પર સંપર્ક કરીને સમગ્ર વિગતો મેળવી. આ ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી, તાત્કાલિક સ્થાનિક પોલીસ દ્વારા વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો.

Advertisement

ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો

પોલીસ દ્વારા તપાસ શરૂ થતાં જ વેપારીએ કેનેડાના યુવાનને તાત્કાલિક રૂ. 65,000 પરત આપી દીધા. આ સુખદ પરિણામ મળ્યા બાદ ફરિયાદીએ વડોદરા પોલીસ, GP-SMASH, અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

GP-SMASH: લોકોની મદદ માટે સોશિયલ મીડિયા પર 24x7 કાર્યરત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના (HM Harsh Sandghavi) નેતૃત્વમાં ગુજરાત પોલીસ (Gujarat Police) અનેક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ (Technology for Problem Solving) કરીને નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ તા.1લી માર્ચથી શરૂ થયેલા GP-SMASH પ્રોજેક્ટના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના બારીક સુપરવિઝન હેઠળ GP-SMASH સ્ટેટ ટીમ 24x7 ત્રણ શિફ્ટમાં લોકોની મદદ માટે કાર્યરત છે. અત્યાર સુધીમાં, આ ટીમને 650થી વધુ ફરિયાદો અને રજૂઆતો મળી છે, જેમાંથી મોટાભાગની સમસ્યાઓનું ઘરે બેઠા ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવામાં GP-SMASHએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટ સાચા અર્થમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને ઝડપી અને અસરકારક મદદ પૂરી પાડી રહ્યો છે.

આ પણ વાંચો ----- Vadodara : કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Tags :
Advertisement

.

×