વડોદરામાં ખાખીએ માનવતા મહેકાવી, પોલીસકર્મીની આ સેવા તમારું જીતી લેશે દિલ
પોલીસની ખાખી વર્દી પર ઘણીવાર સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. લગભગ પોલીસની લોકો ટીકા જ કરતા જોવા મળી જતા હોય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે, પોલીસ સામાન્ય જનતા માટે કઇંક એવું કરી જાય છે કે તેના વખાણ બધે જ થાય છે. આવું જ કઇંક વડોદરામાં બન્યું છે. વડોદરામાં ખાખીએ માનવતા મહેકાવી છે. મહત્વનું છે કે, વડોદરાથી એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક પોલીસકર્મી એક ઘાયલ યુવતીને ઉંચકી પોતે જ તેને હોસ
Advertisement
પોલીસની ખાખી વર્દી પર ઘણીવાર સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. લગભગ પોલીસની લોકો ટીકા જ કરતા જોવા મળી જતા હોય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે, પોલીસ સામાન્ય જનતા માટે કઇંક એવું કરી જાય છે કે તેના વખાણ બધે જ થાય છે. આવું જ કઇંક વડોદરામાં બન્યું છે.
વડોદરામાં ખાખીએ માનવતા મહેકાવી છે. મહત્વનું છે કે, વડોદરાથી એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક પોલીસકર્મી એક ઘાયલ યુવતીને ઉંચકી પોતે જ તેને હોસ્પિટલ લઇ જતા જોવા મળે છે. વિસ્તારથી વાત કરીએ તો, વિડીયોમાં દેખાઇ રહેલી યુવતીનું વાહન ટ્રેલર સાથે અથડાયું હતું, જેમા તેને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે હર હંમેશા સામાન્ય જનતાની સેવા અને મદદ કરવા તૈયાર રહેતા રાવપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સુરેશ હિંગલાજીયાએ આ યુવતીને પોતાની પી.સી.આરમાં બેસાડી તેને હોસ્પિટલ ખસેડી હતી. વિડીયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આ યુવતી કેટલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. હોસ્પિટલની બહાર પહોંચ્યા બાદ તેમણે સ્ટ્રેચરની રાહ જોયા વિના તે યુવતીને પોતે ઉચકી હોસ્પિટલની અંદર લઇ ગયા હતા અને આ રીતે તેને સારવાર અપાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે એ.એસ.આઈ. સુરેશ હિંગલાજીયા કોઇને મદદ કરી હોય. એવા ઘણા કિસ્સાઓ છે કે, જેમા તેમણે સામાન્ય જનતાની મદદ કરી હોય. મળી રહેલી માહિતી અનુસાર, વાહન અકસ્માતમાં જે લોકો મૃત્યું પામે છે તેને કફન પણ આ પોલીસકર્મી ઓઢાડે છે. તેઓ પોતાની પી.સી.આર.માં જ કફનનો સામન રાખે છે. આવા જનતા પ્રત્યે લાગણી ધરાવતા પોલીસકર્મીની કામગીરીથી રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી ઘણા ખુશ થયા છે. અને તેમણે આ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમા તેમણે લખ્યું કે, પોલીસ દળની કામગીરી માટે 100 સલામ પણ ઓછી છે.
Advertisement


