Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો તમે લગ્નમાં DJના તાલે નાચવાના શોખીન છો તો થઈ જજો સાવધાન

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તમે મોટા ભાગે આ લગ્નોમાં DJ પર જોરજોર થી વાગતા ફિલ્મી ગીતો સાંભળ્યા હશે ને તેના પર મન મૂકીને નાચ્યા પણ હશે પણ શું તમને ખબર છે DJ પર વાગતું આ તીવ્ર સંગીત તમને કાયમી બેહરા બનાવી શકે છે.શ્રવણ શક્તિ ગુમાવીDJ પર ઊંચા અવાજે વાગતા  'સોચના ક્યાં જોભી હોગા દેખા જાયેગા'ના ગીત પર નાચનારા યુવાઓએ આ અહેવાલ વાચવાની ખાસ જરૂર છે કારણે કે આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ એક કડવી હકà«
જો તમે લગ્નમાં djના તાલે નાચવાના શોખીન છો તો થઈ જજો સાવધાન
Advertisement
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તમે મોટા ભાગે આ લગ્નોમાં DJ પર જોરજોર થી વાગતા ફિલ્મી ગીતો સાંભળ્યા હશે ને તેના પર મન મૂકીને નાચ્યા પણ હશે પણ શું તમને ખબર છે DJ પર વાગતું આ તીવ્ર સંગીત તમને કાયમી બેહરા બનાવી શકે છે.
શ્રવણ શક્તિ ગુમાવી
DJ પર ઊંચા અવાજે વાગતા  "સોચના ક્યાં જોભી હોગા દેખા જાયેગા"ના ગીત પર નાચનારા યુવાઓએ આ અહેવાલ વાચવાની ખાસ જરૂર છે કારણે કે આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ એક કડવી હકીકત છે. લગ્ન સીઝન માં ઠેરઠેર વાગતા DJના કારણે સેંકડો લોકો પોતાની શ્રવણ શક્તિ (કાન થી સાંભળવા ની શક્તિ) ગુમાવી ચૂક્યા છે તો વળી કેટલાક કિસ્સાઓમાં તો DJ પર વાગતા તીવ્ર અને ઘોંઘાટ ભર્યા સંગીત ના કારણે કેટલાક લોકો ના કાન ના પડદા ફાટ્યા છે તો કોઈ ને હૃદય રોગ ના હુમલા નો સામનો કરવો પડ્યો છે...
કાનના દર્દીઓની સંખ્યા વધી
તમને જાણીને નવાઇ લાગશે "આજ મેરે યાર કી શાદી હૈ" .કે પછી અન્ય ફિલ્મી ગીતો ઉપર DJની પાછળ ઉત્સાહથી નાચતા યુવાનોને આ DJ બહેરા બનાવી રહ્યું છે. હાલ લગ્ન સીઝન પૂરજોશમાં ચાલી રહી છે દરમિયાન શહેરની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં કાનમાં ઓછું સંભળાવું, કાનમાં દુખાવો અથવા બહેરાશની બીમારીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.
નિયમોનો ભંગ
મહત્વ નું છે કે કોઈ પણ શુભ પ્રસંગમાં ચાર ચાંદ લગાડવા માટે ઉપયોગ માં લેવાતા આ DJ માટે સરકાર દ્વારા કેટલાક ખાસ નિયમો અને ધ્વનિ ની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ તમામ સરકારી નિયમો ને ઘોળી ને પી ગયેલા કેટલાક બેજવાબદાર ડીજે સંચાલકો છડેચોક કાયદા નો ભંગ કરી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
તબીબોનો મત
શહેરના જાણીતા તબીબ આર.બી ભેસાણીયાના જણાવ્યા અનુસાર DJ સંચાલકો માટે 40 ડેસિબલના સાઉન્ડની એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ હાલ જે પ્રમાણે DJ સંચાલકો DJ વગાડી રહ્યા છે તેમાં 60 થી 90 ડેસિબલ સુધીનું સાઉન્ડ વગાડી રહ્યા છે. ક્યારેક તો DJ સંચાલકો ઉત્સાહમાં આવી 120 ડેસિબલે ગીતો વગાડતા હોય છે જે સાંભળનાર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે અને કાયમી બહેરાશ જેવી પીડા આપી શકે છે.
તબીબ આર.બી ભેસાણીયાના જણાવ્યા અનુસાર આ પ્રકાર ના તીવ્ર અવાજ ના કારણે બેહરાશ તો આવે જ છે સાથે હૃદયના ધબકારા વધી જવા,સ્વભાવ ચીડિયો થઇ જવો જેવા લક્ષણો મળે છે લગ્ન સહિત ના શુભ પ્રસંગો માં વાગતા ડીજેના કારણે હૃદયના ધબકારા વધવા ની સાથે શ્વાસમાં તકલીફ થવી સ્વભાવ ચીડીયો થઇ જવો સામાન્ય વાતચીત પણ સાંભળી ન શકવું,કાનના પડદાને મોટું નુકશાન થઇ શકે છે.
શ્રવણશક્તિ ગુમાવનાર દર્દી એ જો પરત સ્વથ્ય થવું હોય તો સ્ટેરોઇડના ઇન્જેકશન મુકાવવા ની ફરજ પડે છે જેની અંદાજિત કિંમત 20.000 રૂપિયા છે.જેથી જ દર્દી એ સારવાર માટે મોટો ખર્ચ કરવો પડે છે તો સાથે જ ડીજે સહિતા ઘોંઘાટના કારણે નવજાત શિશુ,કાનની નબળાઇ ધરાવતા વ્યક્તિઓ, વૃદ્ધો ને મોટું નુકશાન થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્ય ના ધ્વનિ નિયંત્રણ વિભાગ દ્વારા સ્થળ અને સમય અનુસાર સાઉન્ડ માટે  કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
  • રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન 55 ડેસીબલ સુધીનો અવાજ રાખી શકાય છે
  • જયારે રાત્રિ દરમિયાન 45 ડેસીબલ સુધીનો અવાજ રાખી શકાય છે
  • વ્યવસાઇક વિસ્તારોમાં  દિવસે દરમિયાન 65 ડેસીબલ અને રાત્રે 55 ડેસીબલનો અવાજ
  • જયારે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવસ દરમિયાન 75 અને રાત્રે 70 ડેસીબલ સુધીનો અવાજ રાખી શકાય છે
  • હોસ્પિટલ સહિત ના પ્રતિબંધિત વિસ્તાર માં આમ તો ઘોંઘાટ કરવા કે સંગીત વગાડવા પર પ્રતિબંધ છે છતાં કેટલાક કિસ્સાઓ ને ધ્યાને રાખી દિવસે 50 અને રાત્રે 40 ડેસીબલનો અવાજ માન્ય રાખવામાં આવ્યો છે
Tags :
Advertisement

.

×