Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિનોરની ગૌ શાળામાં 2 વાછરડીને મારી નાખી પરપ્રાંતીય ફરાર

વડોદરા (Vadodara) જીલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલ ગૌ ( Cow) શાળામાં રહીને ગાયોની સાર સંભાળ અને સાચવણી કરનાર જ બે પરપ્રાંતિય વાછરડીની હત્યા કરી ભાગી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે (Police)આ મામલે તપાસ શરુ કરી છે. ગાયોની સાર સંભાર અને સાચવણી માટે 2 યુવકને રાખ્યા હતા શિનોર તાલુકાના માલસર ગામે તપોવન જવાના માર્ગ ઉપર દર્શન પટેલ કમલામણી નામનું ફાર્મ ધરાવે છે.આ ફાર્મ પર એક ગૌશાળા પàª
શિનોરની ગૌ શાળામાં 2 વાછરડીને મારી નાખી પરપ્રાંતીય ફરાર
Advertisement
વડોદરા (Vadodara) જીલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલ ગૌ ( Cow) શાળામાં રહીને ગાયોની સાર સંભાળ અને સાચવણી કરનાર જ બે પરપ્રાંતિય વાછરડીની હત્યા કરી ભાગી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે (Police)આ મામલે તપાસ શરુ કરી છે. 

ગાયોની સાર સંભાર અને સાચવણી માટે 2 યુવકને રાખ્યા હતા
 શિનોર તાલુકાના માલસર ગામે તપોવન જવાના માર્ગ ઉપર દર્શન પટેલ કમલામણી નામનું ફાર્મ ધરાવે છે.આ ફાર્મ પર એક ગૌશાળા પણ આવેલી છે.જેનું સંચાલન પણ દર્શન પટેલ કરે છે.તેઓ દ્વારા ગાયોની સાર સંભાર અને સાચવણી તેમજ ગાયોના પાલનપોષણ ના કામ અર્થે અનિલ અને મોહન નામના બે પરપ્રાંતિય યુવકને રાખ્યાં હતાં
વાછરડીનું મોત
ગત તારીખ 21 ડિસેમ્બર રોજ સવારે માલસરના ધર્મેન્દ્ર પટેલ ફાર્મ પર ગયાં હતા. ત્યારે એક વાછરડી મરણ અવસ્થામાં પડેલી જોતાં તેમણે દર્શન પટેલને જાણ કરી હતી.અને વાછરડીનું મોત કોઈ ઝેરી વસ્તુ ખાવાને કારણે થયું હશે તેમ પ્રાથમિક અનુમાન તેમને લગાવ્યું હતું.ત્યારબાદ ગત તારીખ 23 ડિસેમ્બરે ગૌશાળાના માલિક દર્શન પટેલ ગૌશાળાના ફાર્મ પર આવેલાં અને ગાયોની સાર સંભાળ કરતાં બે પરપ્રાંતિય ઈસમોને વાછરડીના મોત અંગે પૂછપરછ કરતાં બન્ને  ગભરાઈ ગયા હતાં.અને રાત્રે બન્ને મોબાઈલ ફોન,લાકડા કાપવાનું ઇલેક્ટ્રિક મશીન અને પોર્ટેબલ ડ્રીલ મશીન અને તેની લગતી ચીજવસ્તુઓ જેની અંદાજીત કિંમત રૂપિયા 50 હજાર થાય છે જે લઈને નાસી ગયા હતા.
પરપ્રાંતિયોએ કરી હત્યા 
જેની જાણ ફાર્મ માલિક દર્શન પટેલને થતાં દર્શન પટેલે ફાર્મ પર લાગેલાં CCTV ના વીડિયો ફુટેઝ ચેક કરતાં અનિલ નામનો શખ્સ લાકડાના ફટકા મારી વાછરડીને મોત ને ઘાટ ઉતારી બન્ને પરપ્રાંતિય ઈસમો નાસી ગયા હોવાનું જોવા મળ્યું હતું. 
પોલીસે શરુ કરી તપાસ 
જે અંગેના વીડિયો ફુટેઝ CCTV કેમેરામાં કેદ થવા પામ્યા છે.જે બાદ ગૌ શાળાના માલિક દર્શન પટેલે બે પરપ્રાંતિય ઈસમો સામે બનાવ સંદર્ભે શિનોર પોલીસ મથકે લેખિતમાં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી છે.જે અરજીના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×