Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : કિસિંગ રીલના ચક્કરમાં વિવાદ થતા અતુલ દાદાએ કહ્યું, 'પ્લીઝ, આવી હરકતો ના કરશો'

Vadodara : તમારી લાગણીઓને કાબુમાં રાખો, કઇ જગ્યાએ તમે છો તેનું તમે ખાસ કરીને ધ્યાન રાખો, મારી નહીં, માતાજીની આમાન્ય રાખો - દાદા
vadodara   કિસિંગ રીલના ચક્કરમાં વિવાદ થતા અતુલ દાદાએ કહ્યું   પ્લીઝ  આવી હરકતો ના કરશો
Advertisement
  • વડોદરાના ગરબા ગ્રાઉન્ડમાં કિસિંગની રીલો વાયરલ થતા અતુલ દાદા દુખી
  • અતુલ દાદાએ ખેલૈયાઓને સલાહ આપી, ઘરે જઇને પ્રેમ કરો
  • વર્ષોથી રમતા ગરબા પ્રેમીએ કહ્યું, લોકોએ સ્વયં શિસ્તમાં રહેવાની જરૂરત છે

Vadodara : સંસ્કારી નગરી વડોદરાના (Vadodara) ગરબા (Navratri - Garba) વિશ્વવિખ્યાય છે. હાલ નવરાત્રી ચાલી રહી છે. આ નવરાત્રીમાં ગરબાના મેદાનમાં કિસિંગની રીલો વાયરલ (Kissing Reel Viral) થવાના કારણે વિવાદ સર્જાયો છે. તે પૈકી કેટલીક રીલ બનાવનારાઓ તો માફી પણ માંગવી પડી છે. આ વચ્ચે વડોદરાના ગરબા કિંગ ગણાતા અતુલ પૂરોહિત (Garba King - Atul Purohit) (અતુલ દાદા) નું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ સાફ શબ્દોમાં ગરબા ખેલૈયાઓને કહે છે કે, પ્લીઝ બેટા હું તમને વિનંતી કરું છું, ગ્રાઉન્ડ પર આવી હરકતો ના કરશો. ઘરે જઇને જેટલો પ્રેમ કરવો હોય તેટલો કરો.

માતાજીની આમાન્ય રાખો

વડોદરાના ગરબા કિંગ અતુલ પૂરોહિતે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, આ દુખદ બાબત છે. તમારી લાગણીઓને કાબુમાં રાખો, કઇ જગ્યાએ તમે છો તેનું તમે ધ્યાન રાખો, માતાજીની આમાન્યા રાખો, મારી નહીં, માતાજીની આમાન્ય રાખો, જેણે તમને ગરબા કરવા લાયક બનાવ્યા છે. તમારી એક ક્ષણની રીલના લીધે, આખુ ગ્રાઉન્ડ બદનામ થાય, હજારો ખેલૈયાઓ બદનામ થાય,

Advertisement

બી વીથ મી, એન્ડ બી વીથ માં

તેમણે વધુમાં કહ્યું કે, એટલે પ્લીઝ બેટા હું તમને વિનંતી કરું છું, ગ્રાઉન્ડ પર આવી હરકતો ના કરશો, ચાહે યુનાઇટેડ વે હોય કે ચાહે બીજું કોઇ ગરબા ગ્રાઉન્ડ હોય. તે માતાજીનું મંદિર છે, તેની આમાન્યા જાળવશે, તેની મને ચોક્કસ ખાતરી છે. ગરબામાં બી વીથ મી, એન્ડ બી વીથ માં, ઘરે જઇને જેટલો પ્રેમ કરવો હોય તેટલો કરો, પરંતુ જાહેરમાં આપણને નથી શોભતું.

Advertisement

લોકોએ સ્વશિસ્તમાં રહેવું જોઇએ

સમગ્ર મામલે વર્ષોથી ગરબા રમતા અર્ચના મકવાણાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું વિતેલા 20 વર્ષોથી ગરબા રમી રહી છું. પહેલા સોશિયલ મીડિયા ન્હતું, એટલે શું થતું હતું તેની ખબર પડતી ન્હોતી. મારૂ માનવું છે કે, ગરબાના મેદાનને પવિત્ર ગણવું જોઇએ. અને ત્યાં આવું બધું ના થવું જોઇએ. સોશિયલ મીડિયામાં બધુ પકડાઇ જાય છે. પહેલા કોઇને પડી ન્હોતી. લોકોએ સ્વશિસ્તમાં રહેવું જોઇએ. તે સંસ્કારી નગરી વડોદરા માટે સારી વાત છે.

આ પણ વાંચો -----  Valsad પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, પારનેરા ડુંગર પર લોકો ફસાયા

Tags :
Advertisement

.

×