Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ગરબાનું આયોજન મુલતવી રખાયાનો દાવો

Vadodara : અમારા ગરબામાં 200 જેટલા બાળકો આવતા હતા, તેમની સાથે તેમના માતા-પિતા આવતા હતા - વિજય જાઘવ, સ્થાનિક અગ્રણી
vadodara   ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ગરબાનું આયોજન મુલતવી રખાયાનો દાવો
Advertisement
  • સુરક્ષાને ધ્યાને રાખીને ગરબા મુલતવી કરવામાં આવ્યા હોવાનો સંભવત પ્રથમ કિસ્સો
  • વડોદરાના નવા યાર્ડમાં રામેશ્વર યુવક મંડળ દ્વારા પાંચ વર્ષથી ગરબાનું આયોજન કરાય છે
  • વિસ્તારની પરિસ્થિતીઓને ધ્યાને રાખીને આ વર્ષે ગરબા મુલતવી રાખવામાં આવ્યાનો દાવો કરાયો

Vadodara : વડોદરા શહેરના નવાયાર્ડમાં (Navayard - Vadodara) આવેલી રામેશ્વર ચાલીમાં (Rameshwar Chali - Vadodara) છેલ્લા પાંચ વર્ષથી નાના બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક અગ્રણીના દાવા અનુસાર, આ વર્ષે ગરબાનું આયોજન મુલતવી (Garba Canceled - Vadodara) રાખવામાં આવ્યું છે. આ પાછળનું કારણ વિસ્તારમાં નશેડીઓનો ત્રાસ અને વધતી ચોરી હોવાનું જણાવાયું છે. આ પરિસ્થિતીમાં કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે વાતને ધ્યાને રાખીને ગરબા રદ કરીને, હકીકત અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.

Advertisement

સંબંધિત અધિકારીઓને પણ જાણ કરી

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રામેશ્વર ચાલીમાં યોજાતા ગરબાના આયોજનમાં અડચણ અંગે અગ્રણી વિજય જાધવે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, રામેશ્વર ચાલમાં પ્લોટ આવેલો છે. જેમાં વિતેલા પાંચ વર્ષોથી અમે નાની દિકરીઓ-દિકરાઓ માટે બાલ-ગોપાલ ગરબાનું આયોજન કરીએ છીએ. અત્યારે વિસ્તારમાં ઠેર ઠેર ચોરીએ થઇ રહી છે, સાથે જ વિસ્તારમાં નશેડીઓનો ત્રાસ વધ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેથી દિકરીઓને સુરક્ષાને ધ્યાને રાખીને અમે આ વર્ષે ગરબાનું આયોજન મુલતવી (Garba Canceled - Vadodara) રાખ્યું છે. સાથે જ આ અંગે અમે સંબંધિત અધિકારીઓને પણ જાણ કરી છે.

Advertisement

બીજા રસ્તે બહાર નીકળી જાય છે

તેમણે વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં ચોરીઓ થઇ રહી છે. અમે આગામી સમયમાં પોલીસ કમિશનરને પણ આવેદન પત્ર આપવા જઇ રહ્યા છે. અમારા વિસ્તારમાં રેલવેની બોર્ડર આવેલી છે, ત્યાં નશાનું સેવન કરનારાઓનો ત્રાસ થઇ ગયો છે. બાળકો માટે ગરબા કરતા હોય, અને તેમાં કોઇ અનિચ્છનિય ઘટના બને (Garba Canceled - Vadodara) , તેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલીંગ થાય છે. અહિંયા લોકો મોડી રાત સુધી બેઠેલા હોય છે. અહિંયા ચોરો સ્માર્ટ થઇ ગયા છે. એક રસ્તેથી પોલીસ આવે, ત્યારે તેઓ બીજા રસ્તે બહાર નીકળી જાય છે.

200 જેટલા બાળકો આવતા હતા

તેમણે અંતમાં જણાવ્યું કે, અમારા વિસ્તારમાં કેમેરા લગાડવા માટે રજુઆત કરી હતી. આજના સમયમાં સીસીટીવી કેમેરાને લઇને કેસ ઉકેલાય છે. અમારા ગરબામાં 200 જેટલા બાળકો આવતા હતા (Garba Canceled - Vadodara) , તેમની સાથે તેમના માતા-પિતા આવતા હતા. અમે સ્થાનિક પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી છે. આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે તો, આવતા વર્ષે ફરી ગરબાનું આયોજન (Garba Canceled - Vadodara) કરવાનું વિચારીશું.

આ પણ વાંચો -----  Vadodara : રઘુકુળ વિદ્યાલયમાં ધો-10 ના વિદ્યાર્થી પર હુમલો, માથું ફૂટતા વાલી દોડ્યા

Tags :
Advertisement

.

×