Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લગ્નનો એક એવો વિચિત્ર કિસ્સો, જે જાણતાની સાથે તમારા પગ નીચેથી જમીન સરકી જશે..

વડોદરામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. વડોદરાની મહિલા સાથે તેના પતિએ એવી છેતરપિંડી કરી કે જેણે જાણીને વિચારમાં પડી જશો. દિલ્હીની ઠગ યુવતીએ પુરુષ બનવા સર્જરી કરાવી વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા. લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે. મહિલાએ લિંગ પરિવર્તન કરીને સ્ત્રીમાંથી પુરુષ બનીને ડોક્ટર તરીકે ઓળખ આપી વડોદરાની મહિલા સાથે લગ્ન કર્યાં.  વડોદરાન
લગ્નનો એક એવો વિચિત્ર કિસ્સો  જે જાણતાની સાથે તમારા પગ નીચેથી જમીન સરકી જશે
Advertisement
વડોદરામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. વડોદરાની મહિલા સાથે તેના પતિએ એવી છેતરપિંડી કરી કે જેણે જાણીને વિચારમાં પડી જશો. દિલ્હીની ઠગ યુવતીએ પુરુષ બનવા સર્જરી કરાવી વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા. લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે. મહિલાએ લિંગ પરિવર્તન કરીને સ્ત્રીમાંથી પુરુષ બનીને ડોક્ટર તરીકે ઓળખ આપી વડોદરાની મહિલા સાથે લગ્ન કર્યાં. 
 
વડોદરાની મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિ વિરુદ્ધ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કહ્યું કે, વડોદરાની યુવતીના પહેલા પતિનું મૃત્યુ થયું છે, અને તેને પહેલા પતિથી સંતાનમાં એક દીકરી હતી. દીકરીના ભવિષ્ય માટે મહિલાએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના બીજા લગ્ન દિલ્હીના યુવક વિરાજ હર્ષવર્ધન સાથે 6 વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોએ યુવતી સાથે ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી લગ્ન પણ કર્યાં. 
મહિલા ફરિયાદીને આ સમગ્ર મામલો ત્યારે ધ્યાનમાં આવ્યો જ્યારે તેની સાથે રહેતો અને પોતાની ઓળખ પુરૂષ તરીકે આપનાર ડોક્ટર વિજેતાએ તેની સાથે સંબંધો બાંધતી વખતે પોતે સ્ત્રી હોવાની વાત સ્વીકારી અને સ્ત્રી તરીકે જ પોતાની પત્ની સાથે સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા. જોકે ફરિયાદી મહિલાએ પત્ની તરીકે આ પ્રકારના અનૈતિક સંબંધો બાંધવાનો વિરોધ કર્યો હતો ત્યારે આરોપીએ પોતે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી ડોક્ટર હર્ષવર્ધનનો સાવકો પુત્ર હોવાની ઓળખ આપી હતી. એક મહિલા એ બીજી મહિલા સાથે પોતે પુરુષ હોવાનું કહી અને લગ્ન કર્યાની છેતરપિંડી અને અનૈતિક સંબંધો રાખવા માટેના દબાણ કરવા બાબતે શહેરના ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 
ત્યારે સમગ્ર ફરિયાદ અને ઘટનાને પગલે  પોલીસે  કહ્યું  કે સમગ્ર મામલામાં પીડિત મહિલાએ લખાવેલી ફરિયાદ મુજબ અમે તપાસ કરી રહ્યા છે જેમાં દિલ્હીની મહિલાએ પોતે પુરુષ હોવાની વાત કરી આ મહિલા સાથે છેતરપિંડી કરી લગ્ન કર્યા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે. ઉપરાંત તે કલકત્તામાં જેન્ડર રીએસેસમેન્ટની સર્જરી કરાવવા ગયા હોવાનો પણ પ્રાથમિક તબક્કે જણાયું છે ત્યારે  પોતે મહિલા હોય પુરુષ તરીકે બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાની છેતરપિંડીના મામલામાં ફરિયાદ નોંધી અમે તપાસ હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×