Gujarat: પીપળીયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું, કહી આ મોટી વાત
- આ પ્રસંગે અનેક રાજકીય મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં
- કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું
- મુખ્યમંત્રીએ સરકારની વિદ્યાર્થી લક્ષી યોજનાઓ લાભ લેવા અનુરોધ કર્યો
Gujarat: મહેતા ગ્રુપ ઓફ સ્કુલ્સની છઠ્ઠી શાળા વાઘોડિયા તાલુકાના પીપળીયા ખાતે શરૂ કરવામાં આવી છે. બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસીનું ઉદ્ઘાટન આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તબક્કે આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. મહેતા ગ્રુપ ઓફ સ્કુલ્સના મુખ્ય ટ્રસ્ટી અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના નવા સોપાન માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
વડોદરા જિલ્લાના પીપળીયા ખાતે નિર્મિત બરોડા પબ્લિક સ્કુલનું પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમાર મહોદયની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું અને શાળા ભવનનું નિરીક્ષણ કર્યું.
21 મી સદી જ્ઞાનની સદી છે. હવેના સમયમાં શિક્ષણ વિના કોઈ સમાજ, રાજ્ય કે દેશ આગળ આવી શકે નહીં. રાજ્યના બાળકોને ઓછા ખર્ચે… pic.twitter.com/NMQwVyji3c
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 2, 2025
આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો પણ ઉસ્થિત રહ્યાં
કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું મોમેન્ટો, શાલ, પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત અભિવાદનમાં ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાની સાથે તેમના ધર્મપત્ની શિક્ષણવિદ્ મહેતા ગ્રુપ ઓફ સ્કુલ્સના ટ્રસ્ટી મીનાબેન મહેતા, મહેતા ગ્રુપ ઓફ સ્કુલ્સના ટ્રસ્ટી ધ્રુમિલ મહેતા પણ જોડાયા હતાં. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કેતન ઈમાનદાર, ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા મહિડા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો: Navsari ખાતે કરાડીની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદ્બોધન પણ આપ્યું
વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહાદેવ શ્રીએ શુભ આશીર્વાદ આપતા છઠ્ઠી સ્કૂલથી આ સફર 11 સ્કુલ સુધી વહેલા પહોંચે તેવી શુભકામનાઓ આપી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સરકારની વિદ્યાર્થી લક્ષી યોજનાઓ લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો અને ધારાસભ્ય શૈલેશ મહેતા આજ પ્રકારે શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.
આ પણ વાંચો: Gujarat: કાયદાકીય હકો પ્રત્યે જાગૃત કરવા મોબાઈલ અવેરનેસ બસ તૈયાર કરાઈ
અહીં સીબીએસસી અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવામાં આવશે
આ કાર્યક્રમમાં મહેતા ગ્રુપ ઓફ સ્કુલ્સના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, સ્ટાફ, વિદ્યાર્થી, વાલીઓ સહિત મોટી સંખ્યામાં શૈલેષ મહેતાના શુભેચ્છકો વડોદરા શહેર તેમજ જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. વાઘોડિયાના પીપળીયા ખાતે શરૂ થનાર આ BPS શાળામાં સીબીએસસી અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવામાં આવશે. સરકારી નીતિ નિયમના ધોરણ મુજબ વિશેષ સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ અને મધ્યમ વર્ગને પરવડે તેવી ફીના માળખા સાથે આ શુભ શરૂઆત મહેતા ગ્રુપ ઓફ સ્કુલ્સના માધ્યમથી કરવામાં આવી રહી છે.
અહેવાલઃ પીન્ટુ પટેલ, વડોદરા
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


