Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahul Gandhi in Gujarat : નવા જિ. પ્રમુખો, ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને મળ્યા, દુઘ ઉત્પાદકોની વ્યથા સાંભળી

પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા પોલીસે અટકાવ્યા હોવાનો કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો હતો.
rahul gandhi in gujarat   નવા જિ  પ્રમુખો  ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને મળ્યા  દુઘ ઉત્પાદકોની વ્યથા સાંભળી
Advertisement
  1. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ થયો (Rahul Gandhi in Gujarat)
  2. વડોદરામાં ભવ્ય સ્વાગત બાદ આણંદમાં પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી
  3. નવા નિમાયેલા જિલ્લા પ્રમુખો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો
  4. ગંભીરા બ્રિજ દુર્ઘટનાનાં પીડિત પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી
  5. મુલાકાત પહેલા રાહુલ ગાંધીને પીડિત પરિવારોને મળતા પોલીસે અટકાવતા વિરોધ થયો

Rahul Gandhi in Gujarat : લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. દરમિયાન, તેમણે આણંદ (Anand) ખાતે સંગઠનનાં કાર્યક્રમ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. પ્રવાસ દરમિયાન, રાહુલ ગાંધીએ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા પશુપાલકો સાથે પણ બેઠક કરી હતી અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાનાં (Gambhira Bridge Accident) પીડિત પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી. જો કે, આ પહેલા પોલીસ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે તકરાર જોવા મળી હતી. પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા પોલીસે અટકાવ્યા હોવાનો કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો હતો. ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થયા છે.

આણંદમાં પ્રશિક્ષણ શિબિરમાં નવા જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કર્યો

લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી પોતાનો એક દિવસીય ગુજરાત પ્રવાસ (Rahul Gandhi in Gujarat) પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા છે. સવારે વડોદરા એરપોર્ટ (Vadodara) પર કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) સહિત કોંગ્રેસનાં નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી આણંદ ખાતે નિજાનંદ રિસોર્ટમાં યોજાયેલ પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવ નિયુક્ત શહેર જિલ્લાનાં અધ્યક્ષો સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીને (Gujarat Congress) કેવી રીતે વધુ મજબૂત કરવી ? આવનારી ચૂંટણીઓમાં કેવી રીતે જીત સુનિશ્ચિત કરવી ? તે અંગે રણનીતિ ઘડવા સહિતની તાલીમ આપવા નવા જિલ્લા પ્રમુખો માટે ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં દિલ્હીથી કોંગ્રેસનાં મોટા નેતા આવીને તાલીમ આપશે.

Advertisement

Advertisement

દૂધ ઉત્પાદક સંગોષ્ઠીમાં પશુપાલકો સાથે રાહુલ ગાંધીની વાર્તાલાપ

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બંધન પાર્ટીપ્લોટમાં પશુપાલક આગેવાનો સાથે પણ સંવાદ કર્યો હતો. દૂધ ઉત્પાદક સંગોષ્ઠીમાં પશુપાલકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો અને રાજ્યમાં પશુપાલકો સાથે થતા અન્યાય મુદ્દે ચર્ચા કરી હતી. દૂધ ઉત્પાદક સંગોષ્ઠીમાં રાજ્યમાં ગૌચરની જમીનનો મુદ્દો પણ ચર્ચાઓ હતો અને સહકારી સંઘો અને મંડળમાં ચાલતી મેન્ડેન્ટ પ્રથા અંગે પણ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો - Surat : ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી, અધિકારીઓ સાથે કરી મહત્વની બેઠક

દૂધ ઉત્પાદકોની વાતને કોંગ્રેસ જન સમર્થન આપશે : લાલજી દેસાઈ

સેવાદળનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું હતું કે, દૂધ સંઘ સાથે સંકળાયેલા 170 લોકો સાથે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંવાદ કર્યો. દૂધ પેદા કરનાર હાલ દૂધ પી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, દરેક દૂધ સંઘનો વહીવટ ભાજપના નેતાઓ પોતાના મળતિયાને સાથે રાખીને કરે છે. નકલી દૂધનો કાળો કારોબાર પણ ગુજરાતમાં જોવા મળે છે. તેના લીધે લોકો કેન્સર જેવા રોગનો ભોગ બને છે. દૂધ મંડળી અવાજ ઉઠાવે છે તો તે મંડળી બંધ કરીને અવાજ દબાવમાં આવે છે. દૂધ ઉત્પાદકોની વાતને કોંગ્રેસ જન સમર્થન આપશે. દૂધ ઉત્પાદકોનાં મુદ્દાઓને રાહુલ ગાંધી લોકસભામાં પણ ઊઠાવશે. ગુજરાતમાં જો દૂધ ઉત્પાદકો આંદોલન કરશે તો રાહુલ ગાંધી ત્યારે પણ ગુજરાત આવશે.

આ પણ વાંચો - Mahisagar : ધોધમાં તણાતા મૂળ રાજસ્થાનનાં 2 યુવકના મોત, ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ તેજ

ગંભીરા બ્રિજ દુર્ઘટનાનાં પીડિત પરિવારોને મળી સાંત્વના પાઠવી હતી

રાહુલ ગાંધીએ ગંભીર બ્રિજ દુર્ઘટના (Gambhira Bridge Accident) પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી. આરોપ છે કે મુલાકાત પહેલા રાહુલ ગાંધીને પીડિત પરિવારોને મળતા પોલીસે અટકાવ્યા હતા. પોલીસે પીડિત પરિવારોને અટકાવતા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. 8 જેટલા પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. દરમિયાન, કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Kargil Vijay Diwas 2025 : નેવીના પૂર્વ ઓફિસર મનન ભટ્ટે ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત, ભીની આંખોએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ

Tags :
Advertisement

.

×