Sardar Vallabhbhai Patel 150th birth anniversary: સરદાર પટેલના પરિવારને મળ્યા PM Modi
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે
- કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે કર્યો વાર્તાલાપ
- સોશિયલ મીડિયા X પર PM મોદીએ શેર કરી તસવીર
PM Modi બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં સરદાર પટેલના પરિવારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે. તથા કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા X પર PM મોદીએ તસવીર શેર કરી છે. તથા PM Modiએ જણાવ્યું છે કે સરદાર પટેલના યોગદાનને યાદ કરવું આનંદદાયક છે.
સરદાર પટેલના વંશજો વડાપ્રધાનની એકતા નગર મુલાકાત પ્રસંગે ઉપસ્થિત
Statue of Unity: સરદાર પટેલના વંશજો વડાપ્રધાનની એકતા નગર મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિ સાથે એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઇ છે. તથા એકતા નગર રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર છે તેમાં સરદાર પટેલના વંશજોની વિશેષ ઉપસ્થિતિ રહી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લૌહપુરુષના વારસાની હાજરીથી ઉજવણી ઐતિહાસિક બની છે.
Met the family of Sardar Vallabhbhai Patel in Kevadia. It was a delight to interact with them and recall the monumental contribution of Sardar Patel to our nation. pic.twitter.com/uu1mXsl3fI
— Narendra Modi (@narendramodi) October 30, 2025
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ
લૌહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે તા. ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરની મુલાકાત લીધી છે. આ વિશેષ પ્રસંગે સરદાર પટેલના વંશજો પણ ઉપસ્થિત રહ્યા છે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે. સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર) હાલ ૮૦ વર્ષના છે અને તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત છે. તેમની પત્ની ડો. નંદિતા ગૌતમ પટેલ ૭૯ વર્ષની છે. સરદાર પટેલના પ્રપૌત્ર તરીકે કેદાર ગૌતમ પટેલ (વયઃ ૪૭ વર્ષ) પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે. તેમની પત્ની રીના પટેલ (વયઃ ૪૭ વર્ષ) તથા તેમની પુત્રી કુમારી કરીના કેદાર પટેલ (વયઃ ૧૩ વર્ષ) પણ એકતા નગર ખાતે પહોંચી છે.
વડાપ્રધાન Narendra Modiની લોહપુરુષ Sardar Patelના પરિવાર સાથે મુલાકાત | Gujarat First
કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે કર્યો વાર્તાલાપ
સોશિયલ મીડિયા X પર PM મોદીએ શેર કરી તસવીર
સરદાર પટેલના યોગદાનને યાદ કરવું આનંદદાયકઃ PM@PMOIndia @narendramodi @CMOGuj @sanghaviharsh… pic.twitter.com/t6k4dSP5Kl— Gujarat First (@GujaratFirst) October 30, 2025
Statue of Unity: આ કાર્યક્રમમાં દેશભક્તિ અને કૌટુંબિક ગૌરવની ભાવના
આ ઉપરાંત, ગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ સમીર ઇન્દ્રકાંત પટેલ (વયઃ ૬૮ વર્ષ) તથા તેમની પત્ની રીતા એસ. પટેલ (વયઃ ૬૬ વર્ષ) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ગૌરવના આ કાર્યક્રમનો ભાગ બન્યા છે. સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિ વડાપ્રધાનની મુલાકાતને વધુ સ્મરણીય અને ઐતિહાસિક બનાવી છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશની એકતા, અખંડતા અને સંકલ્પનું પ્રતિક છે અને આ પ્રસંગે સરદાર સાહેબના પરિવારમાંથી અનેક પેઢીઓ એક સાથે એકતા નગર ખાતે ઉપસ્થિત થવી એ સ્વયં રાષ્ટ્રીય ગૌરવનો ક્ષણ છે. એકતા નગર હવે માત્ર પ્રવાસન સ્થળ નહીં, પરંતુ રાષ્ટ્રની એકતાનું જીવંત પ્રતિક બની ગયું છે. સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિથી આ કાર્યક્રમમાં દેશભક્તિ અને કૌટુંબિક ગૌરવની ભાવના પ્રગટ થઇ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 31 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


