Chhota Udepur : જિલ્લામાં HSC પરિણામમાં વિદ્યાર્થીનીઓનો દબદબો જોવા મળી આવ્યો
- છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ કક્ષાએ મહિલાનો દબદબો જોવા મળી આવ્યો
- જિલ્લામાં સામાન્ય પ્રવાહની 29 શાળાઓનું 100 ટકા પરિણામ
- છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર તરીકે બોડેલી
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લામાં એચએચસી પરિણામમાં આંશિક સુધારો જોવા મળી આવ્યો છે ગતવર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહમાં 2.7% નો વધારો તો વિજ્ઞાન પ્રવાહમાં 10.75% નો વધારો નોંધાતા જિલ્લામાં આનંદની લાગણીની સાથે શિક્ષણ આલમ ઉપરનો ભરોસો વધ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 ના પરિણામમાં આ વર્ષે સ્થાનિક શિક્ષકોની મહેનત રંગ લાવી છે. સામાન્ય પ્રવાહનું 62. 11% અને વિજ્ઞાન પ્રવાહનું 93.61% પરિણામ નોંધાયું છે.
વિજ્ઞાન પ્રવાહમાં ૩ શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં એચ.એચસીના પરિણામો ઉપર નજર કરીએ તો પણ એકંદરે આ વર્ષનું પરિણામ બંને પ્રવાહમાં ગ્રોથ કર્યા હોવાનું નોંધાયું છે. સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો વર્ષ 22 ,23 અને 24 નું અનુક્રમે 47.17, 36.15, 51.36. અને વિજ્ઞાન પ્રવાહનું 90.58, 69.18, 91.84 નોંધાયું હતું . જ્યારે આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 93.61 અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 62.11 મળી આવ્યું છે. જેને લઈ વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી આવી છે. અત્રે મહત્વની વાત એ છે કે જિલ્લામાં સામાન્ય પ્રવાહની 29 શાળાઓનું 100 ટકા પરિણામ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૩ શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર તરીકે બોડેલી
છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર તરીકે બોડેલી તેમજ સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્ર તરીકે છોટાઉદેપુર નોંધાયું છે. તો બીજી તરફ સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર તરીકે ભેંસાવહી તેમજ સૌથી ઓછા પરિણામ તરીકે ભીખાપુરા કેન્દ્રનો સમાવેશ થાય છે. છોટાઉદેપુર શિક્ષણ વિભાગના દીવાદાંડી પ્રોજેક્ટના નવતર પ્રયોગે રંગ રાખ્યો હોવાનું માનવામાં આવે છે. જે અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા સીધી જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર સાથે વાત કરવામાં આવી હતી. જેમાં જાણવા મળી આવેલ કે સતત જિલ્લા કક્ષાએથી શિક્ષકોને માર્ગદર્શન સહીત મિશન દીવાદાંડીને રામબાણ માનવામાં આવી રહ્યો છે. જેમાં વિશેષ વિષય તજજ્ઞો દ્વારા દરેક કન્ટેન્ટ ઉપર વીડિયો બનાવી જિલ્લા શિક્ષણ કચેરીની youtube ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે. જેના થકી મહત્તમ વિદ્યાર્થીઓ આ વીડિયોના માધ્યમથી ઘર બેઠા અભ્યાસ થકી સ્વઅધ્યયન પ્રવૃત્તિમાં પ્રોત્સાહનના પ્રાણ વાયુ પુરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જીરો તાસના આયોજન તેમજ 40 માર્ક્સનું મોસ્ટ IMP
આ સિવાય જીરો તાસના આયોજન તેમજ 40 માર્ક્સનું મોસ્ટ IMP તૈયાર કરાવવા અને પ્રથમ અને દ્વિતીય કસોટીઓના પરિણામનું વિશ્લેષણ કરી બાળકોને તૈયારી કરાવવી જેવા આયોજનોના પ્રતાપે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામમાં એકંદરે વધારો થયા હોવાનું જણાવ્યું છે. તેમજ આવનારા દિવસોમાં હજી પણ વધશે તેઓ પ્રબળ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 93.61% પરિણામ સાથે A1 કેટેગરીમાં ૦૩, A2માં કેટેગરીમાં 182, B1 કેટેગરીમાં 959, B2 કેટેગરીમાં 1699, C1 કેટેગરીમાં 1536, C2 કેટેગરીમાં 583 અને D કેટેગરીમાં 19 વિધાર્થીઓનું પરિણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 62.1 % પરિણામમાં A2 કેટેગરીમાં ૦5, B1 કેટેગરીમાં 27, B2 કેટેગરીમાં 69, C1 કેટેગરીમાં 162, C2 કેટેગરીમાં 211 અને D કેટેગરીમાં 49 વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ કક્ષાએ મહિલાનો દબદબો જોવા મળી આવ્યો
છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ કક્ષાએ વિદ્યાર્થીનીઓ દબદબો જોવા મળી આવ્યો છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ બોડેલી નિવાસી ખત્રી જેનબબાનુ જમીલભાઈ એ 91.54 ટકા તેમજ સામાન્ય પ્રવાહમાં કવાંટની અમીન મીરલ વિજય કુમારે 91.85 ટકા હાંસલ કરી પોતાની શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કરેલ છે. જેમને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ વિભાગ તરફથી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
અહેવાલ : તૌફીક શેખ, છોટા ઉદેપુર
આ પણ વાંચો: India-Pakistan tension : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર, આવતીકાલે કેટલાક રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ


